અનલૉક 2 / 4500 કરોડના નુકસાન બાદ થિયેટર ઓગસ્ટમાં ફરી ખુલે તેવી આશા, દિવાળી-ક્રિસમસ પર બે મોટી ફિલ્મ રિલીઝ થશે

Theaters reopen in August after Rs 4,500 crore loss, two big films to be released on Diwali-Christmas
X
Theaters reopen in August after Rs 4,500 crore loss, two big films to be released on Diwali-Christmas

  • ‘સૂર્યવંશી’દિવાળી પર રિલીઝ તો ‘83’ક્રિસમસ પર આવશે
  • થિયેટર ખુલશે ત્યારે ‘બાગી 3’ બીજીવાર રિલીઝ થઈ શકે છે

અમિત કર્ણ

Jul 01, 2020, 07:48 AM IST

મુંબઈ. છેલ્લાં ત્રણ મહિનાથી લૉકડાઉનને કારણે સિંગલ સ્ક્રીન થિયેટર તથા મલ્ટીપ્લેક્સ બંધ છે. આ કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અંદાજે 4500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ માહિતી મલ્ટીપ્લેક્સ ચેન આઈનોક્સના અધિકારીએ આપી હતી. 

મંગળવાર, 30 જૂનના રોજ રોહિત શેટ્ટી તથા કબીર ખાનની બે ફિલ્મ રિલીઝની જાહેરાત કરવામાં આવી હતી. ‘સૂર્યવંશી’ દિવાળી પર રિલીઝ થશે અને ‘83’ ક્રિસમસ પર આવશે. દિવ્ય ભાસ્કરે આને લઈને કાર્નિવલ, PVR તથા આઈનોક્સ મલ્ટીપ્લેક્સ સાથે વાત કરી હતી. 

રિલીઝ ડેટની જાહેરાતનો આઈડિયા ધર્મા તથા રિલાયન્સનો હતો
કાર્નિવલ તથા PVRના અધિકારીઓએ કહ્યું હતું કે બંને ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરવાનો આઈડિયા ધર્મા પ્રોડક્શન તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટનો હતો. તેમણે કહ્યું હતું કે ધર્મા તથા રિલાયન્સ બંને ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર તથા પ્રોડ્યૂસર છે. બંનેએ બે દિવસ પહેલાં જ મલ્ટીપ્લેક્સના માલિકને આ આઈડિયા અંગે જાણ કરી હતી. રિલાયન્સ એન્ટરટેનમેન્ટના CEO શિવાશીષ સરકારે આ વાતનો સ્વીકાર કર્યો હતો.

આઈનોક્સે નુકસાનનું ગણિત સમજાવ્યું
આઈનોક્સ મૂવીઝના અધિકારીઓએ છેલ્લાં ત્રણ મહિનાથી સિંગલ સ્ક્રીન તથા મલ્ટીપ્લેક્સ બંધ હોવાને કારણે થયેલા નુકસાનની વાત કરી હતી. મલ્ટીપ્લેક્સ ચેનના પ્રમોટર સિદ્ધાર્થ જૈને કહ્યું હતું કે તમામ સિંગલ સ્ક્રીન તથા મલ્ટીપ્લેક્સને ટિકિટમાંથી અંદાજે એક હજાર કરોડની આવક થાય છે. 500 કરોડ રૂપિયા ફૂડ તથા બેવરેજમાંથી આવે છે. આ રીતે પૂરી ઈન્ડસ્ટ્રીએ ત્રણ મહિનામાં 4500 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું. જોકે, આશા છે કે ભવિષ્યમાં આવું નહીં થાય.

અનલૉક ફેઝ 2ની જાહેરાત થઈ છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે ઓગસ્ટમાં થિયેટર ફરીવાર ખુલી જશે. દિવાળી તથા ક્રિસમસ સુધી તમામ સિનેમા હૉલ્સ ફુલ સ્ટ્રેન્થની સાથે ખુલી જશે. 

જો ઓગસ્ટમાં થિયેટર ખુલી જાય છે તો હિંદી ઉપરાંત હોલિવૂડની પણ મોટી ફિલ્મ રિલીઝ થશે. હોલિવૂડ ફિલ્મમાં ક્રિસ્ટોફર નોલનની ‘ટેનેન્ટ’ તથા ડિઝ્નીની ‘મુલાન’ સામેલ છે. ‘મુલાન’ 12 ઓગસ્ટ રિલીઝ થશે. આ બિગ બજેટ ફિલ્મ છે. આ બંને ફિલ્મ મોટી હોવાથી તેને સારું પિકઅપ મળશે. 

તમામ ફિલ્મ ડિજિટલ પર રિલીઝ નહીં થાય
તેમણે આગળ કહ્યું હતું, બધી ફિલ્મ ડિજિટલ રિલીઝ થવાની નથી. ડિજિટલ પર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફિલ્મ સ્ટ્રીમ થશે તો ઓક્ટોબર-નવેમ્બરમાં થિયેટર માટે ફિલ્મ રહેશે. થોડી ઘણી પેટર્ન ફિજી તથા ઓસ્ટ્રેલિયા જેવી હશે. અહીંયા પહેલા ‘ગોલમાલ અગેન’, ‘સિમ્બા’ ફરીવાર રિલીઝ કરવામાં આવી છે. એ જ રીતે અહીંયા ‘બાગી 3’ફરીથી રિલીઝ થઈ શકે છે. 

‘અંગ્રેજી મીડિયમ’ ફરીવાર રિલીઝ થશે નહીં, કારણ કે તે હોટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ ગઈ છે. આમ તો ‘બાગી 3’ પણ હોટસ્ટાર પણ આવી ગઈ છે પરંતુ થિયેટર તથા ડિજિટલ પ્લેટફોર્મની વચ્ચે આઠ અઠવાડિયાનું અંતર હોય છે અને ‘બાગી 3’એ આ અંતર પૂરું કર્યું છે. ‘અંગ્રેજી મીડિયમ’ની વાત કરીએ તો આ ગેપ પૂરો થયો નહોતો. રિલીઝના બે અઠવાડિયા બાદ જ આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ હતી પરંતુ ‘બાગી 3’ સ્ટ્રીમ થઈ નહોતી. 

ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે થિયેટર માટે ઘણી ફિલ્મ છે. યશરાજ બેનરની ‘સંદીપ પિંકી ફરાર’છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર તથા પરિણીતી ચોપરા છે. રાજકુમાર રાવ તથા નુસરત ભરુચાની ‘છલાંગ’ પણ છે. આ ફિલ્મ OTT પર રિલીઝ થવાની નથી. મનોજ વાજપેઈની ‘સૂરજ પર મંગલ ભારી’પણ તમામ અફવાઓની વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મ પર ગઈ નથી. 

જ્હોન અબ્રાહમની ‘મુંબઈ સાગા’નું માત્ર પાંચ-દસ દિવસનું શૂટિંગ બાકી છે. પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ મોટેભાગે પૂરું થવા આવ્યું છે. આ ફિલ્મ પણ થિયેટરમાં રિલીઝ થવા તૈયાર છે. રણબીર કપૂરની ‘શેરશાહ’ અને પરિણીતી ચોપરાની ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ પણ થિયેટરમાં રિલીઝ થઈ શકે છે. 

સલમાન ખાનની ‘રાધે’ હજી રિલીઝ થવાની બાકી છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ રિલીઝ થાય તેવી શક્યતા છે. આમ આ વર્ષે ઓગસ્ટ બાદ થિયેટરની ચમકદમક ફરી પરત આવી શકે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી