ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નવો વળાંક:સાક્ષીએ પોલીસને જણાવ્યું કે- આર્યનને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, ષડયંત્ર હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા

20 દિવસ પહેલા
  • 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર કરવામાં આવેલી રેડ પ્રી-પ્લાન હતી

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી વિજય પગારેએ મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે નિવેદન આપ્યું છે કે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર કરવામાં આવેલી રેડ પ્રી-પ્લાન હતી અને શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને કેટલાક લોકો દ્વારા ફસાવવામાં આવ્યો હતો. તેને એટલા માટે ફસાવવામાં આવ્યો જેથી પૈસાની વસૂલી કરવામાં આવે. નિવેદન 4 નવેમ્બરના રોજ નોંધવામાં આવ્યું હતું.

સુનીલ પાટિલ પર આરોપ લગાવવામાં આવ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય પગારેએ પોલીસને જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક મહિનાઓથી સુનીલ પાટિલ નામના એક વ્યક્તિ સાથે રહેતો હતો. તેને પાટિલ પાસેથી કેટલાક રૂપિયા લેવાના હતા. શનિવારે સુનિલ પાટીલનું નામ આ કેસ સાથે જોડવામાં આવ્યું હતું જ્યારે મહારાષ્ટ્ર ભાજપના નેતા મોહિત કંબોજે કહ્યું હતું કે પાટીલ આ કેસનો માસ્ટરમાઈન્ડ છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતાઓની નજીક છે.

પગારેએ જણાવ્યું કે, તેને 2018માં સુનિલ પાટિલને એક કામ કરવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ તેને તે કામ ન કર્યું અને પૈસા પણ પાછા ન આપ્યા, તેથી પગારેએ સુનિલનો પીછો કરવાનું શરૂ કર્યું. અમદાવાદ, સુરત અને મુંબઈની લલિત હોટેલ અને ફોર્ચ્યુન હોટેલોમાં પગારે સુનિલ પાટિલની સાથે હતો.

હોટેલમાં ગોસાવી અને ભાનુશાળીને પાટિલ મળ્યો હતો
પગારેના અનુસાર, સુનિલ પાટિલ 27 સપ્ટેમ્બરના રોજ નવી મુંબઈમાં ફોર્ચ્યુન હોટેલમાં રોકાયો હતો. આ હોટેલમાં કેપી ગોસાવીના નામે એક રૂમ બુક હતો. રેડના થોડા દિવસ પહેલા હોટેલમાં BJP કાર્યકર્તા મનીષ ભાનુશાળીએ કેપી ગોસાવી અને સુનિલ પાટિલ સાથે મુલાકાત કરી હતી. હોટેલના રૂમમાં મનીષ ભાનુશાળીએ સુનિલ પાટિલને કિસ કરીને કહ્યું હતું-મોટું કામ થઈ ગયું. હવે આપણે અમદાવાદ માટે નીકળીશું, પરંતુ પગારેને તારી સાથે ના લઈ જતો. પગારેએ જણાવ્યું કે, એ સમયે તેને ખબર નહોતી કે કે કઈ બાબત વિશે વાત થઈ રહી છે.

2 ઓક્ટોબરે જ્યારે આર્યનને ક્રૂઝમાંથી NCB ઓફિસ લાવવામાં આવ્યો ત્યારે કિરણ ગોસાવીએ આર્યન સાથે સેલ્ફી લીધી હતી, જે વાયરલ થઈ હતી.
2 ઓક્ટોબરે જ્યારે આર્યનને ક્રૂઝમાંથી NCB ઓફિસ લાવવામાં આવ્યો ત્યારે કિરણ ગોસાવીએ આર્યન સાથે સેલ્ફી લીધી હતી, જે વાયરલ થઈ હતી.

3 ઓક્ટોબરના રોજ મનીષ ભાનુશાળી નવી મુંબઈમાં પોતાની હોટેલ રૂમમાં પાછો આવ્યો અને અહીં તેને વિજય પગારે સાથે મુલાકાત કરી. તેને પગારેને જણાવ્યું કે, તે પોતાના પૈસા લેવા આવ્યો છે. ત્યારબાદ બંને NCB ઓફિસ ગયા. પગારેએ જણાવ્યું કે, રસ્તામાં ભાનુશાળીએ ફોન પર વાત કરતા સમયે પૂજા, સેમ, અને મયુરનું નામ લીધું હતું. ભાનુશાળીએ પણ કહ્યું કે, ગોસાવીનો ફોન બંધ આવી રહ્યો છે અને તે પૈસા લઈને ભાગી ગયો હોવાની આશંકા છે.

દરોડાના સમાચાર જોયા બાદ ખબર પડી કે ષડયંત્ર અંતર્ગત થયું
NCB ઓફિસ પહોંચ્યા બાદ વિજય પગારેએ જોયું કે ત્યાં મીડિયા હાજર છે અને આર્યન ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બાદમાં તેને ક્રૂઝ પાર્ટીમાં દરોડાના સમાચાર જોયા અને તેમાં મનીષ ભાનુશાળી અને કેપી ગોસાવીને આર્યન અને અરબાઝને લઈ જતા જોયા. તે સમયે તેને ખબર પડી કે, દરોડા પહેલાથી પ્લાન કરવામાં આવ્યા હતા. પગારેએ જણાવ્યું કે, તેને આર્યનના વકીલ સતીશ માનશિંદે સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માનશિંદેએ તેની વાત ન સાંભળી.

સેમ ડિસૂઝા
સેમ ડિસૂઝા

વિજય પગારેએ જણાવ્યું કે, સુનિલ પાટિલે તેને આ મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સૂચના આપી હતી. પાટિલની બધી મીટિંગ હોટેલમાં થઈ હતી અને આ મીટિંગમાં સેમ ડિસૂઝા પણ સામેલ હતો. ક્રૂઝ રેડ પહેલા પાટિલે પગારેએ જણાવ્યું કે, તેને એક કામ કરવાનું છે અને તે ટૂંક સમયમાં પૈસા પાછા આપી દેશે. પગારેએ કહ્યું, મને બાદમાં ખબર પડી કે પૈસા આ રેડમાંથી આવશે.