તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા અલી ખાનની મુશ્કેલી વધી શકે છે:વાઈરલ વીડિયોમાં સારા અલી ખાન-સુશાંત સ્મોકિંગ કરતાં જોવાં મળ્યાં, 'કેદારનાથ'ના પ્રમોશન સમયે ફાર્મહાઉસમાં સાથે જતાં હતાં

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત સિંહ રાજપૂતનું આ ફાર્મહાઉસ લોનાવલામાં પાવના લેકના કિનારે છે
  • સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ NCBને સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સ લેવાનો સામાન મળી આવ્યો હતો

ડ્રગ્સ સિન્ડિકેટમાં નામ આવ્યું હોવાની ચર્ચા વચ્ચે સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં સારા અલી ખાન તથા સુશાંત બંને ફાર્મહાઉસ પર સ્મોકિંગ કરતાં જોવા મળ્યા હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે આ બંને ડ્રગ્સથી બનેલી સિગારેટ પીતા હતા કે પછી તેમના હાથમાં નોર્મલ સિગારેટ છે? કહેવાય છે કે ફાર્મહાઉસના એક સ્ટાફ મેમ્બરે જ આ વીડિયો ડ્રોનની મદદથી બનાવ્યો હતો. માનવામાં આવે છે કે આ વીડિયો પછી સારા અલી ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.

'કેદારનાથ'ના પ્રમોશન સમયનો વીડિયો
આ વીડિયો સારા તથા સુશાંત પોતાની ફિલ્મ 'કેદારનાથ' (2018)નું પ્રમોશન કરતા હતા, તે સમયનો હોવાનું કહેવાય રહ્યું છે. આ બંને ફિલ્મના પ્રમોશન બાદ ઘણીવાર લોનાવલામાં પાવના લેકના કિનારે આપેલા આ ફાર્મહાઉસમાં આવતા હતા.

ફાર્મહાઉસના કેરટેકર રહેલા રઈસે એક વાતચીતમાં કહ્યું હતું કે સારાએ 2018માં સુશાંતસરની સાથે ફાર્મહાઉસ પર આવવાની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે પણ આવતા ત્યારે ત્રણ-ચાર દિવસ રોકાતા હતા. ડિસેમ્બર, 2018માં થાઈલેન્ડથી પરત આવ્યા બાદ સુશાંતસર તથા સારામેમ એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ આવ્યા હતા. તે સમયે રાતના 10-11 વાગ્યા હતા. તેમની સાથે તેમના મિત્રો પણ હતા.

NCBની સામે રિયાએ સારાનું નામ લીધું હોવાની ચર્ચા
રિપોર્ટ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને 20 પેજ લાંબા સ્ટેટમેન્ટમાં 25 સેલેબ્સના નામનો ખુલાસો કર્યો છે. રિયાએ સ્વીકાર્યું છે કે સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ તથા ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાએ ડ્રગ્સ લીધું છે. રિયાએ સુશાંતની મિત્ર તથા પૂર્વ મેનેજર રોહિણી અય્યરનું પણ નામ લીધું છે. જોકે, કેટલાંક અન્ય રિપોર્ટમાં NCBએ રિયાના દાવાનું ખંડન કર્યું છે. NCBએ કહ્યું હતું કે રિયાએ એક પણ સેલેબ્સના નામ લીધા નથી.

સુશાંતના ફાર્મહાઉસમાંથી ડ્રગ્સનો સામાન મળી આવ્યો
સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ NCBએ સુશાંતના ફાર્મહાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી ટીમને દવા, એશટ્રે તથા હુક્કા જેવી વસ્તુઓ મળી આવી હતી. આ વસ્તુઓ ડ્રગ્સ લેતા સમયે કામમાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે, સુશાંત અહીંયા રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની, સેમ્યુઅલ મિરાન્ડા તથા અન્ય લોકો સાથે પાર્ટી કરતો હતો. સુશાંત જ્યારે ડિપ્રેશનમાં હતો ત્યારે પણ આ પાર્ટીઓ થતી હતી. સુશાંતે આ ફાર્મહાઉસ ભાડે લીધું હતું અને મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયા ભાડું ચૂકવતો હતો. સુશાંતે ઓગસ્ટ, 2020 સુધીનું ભાડું પણ એડવાન્સમાં ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...