ટ્રોલરને જવાબ:યુઝરે અમિતાભને પૂછ્યું, 'પાન મસાલાની જાહેરાત કેમ કરી?' બિગ બીએ કહ્યું- ધનરાશિ મળે છે, વ્યવસાય વિશે પણ વિચારવું પડે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં જ રણવીર સિંહ સાથે પાન મસાલાની જાહેરાતમાં જોવા મળ્યા છે. શાહરુખ ખાન-અજય દેવગનની જેમ જ પાન મસાલાની જાહેરાતમાં કામ કર્યા બાદ અમિતાભને સો.મીડિયામાં ઘણાં જ ટ્રોલ કરવામાં આવ્યા છે. જોકે, બિગ બીએ હવે આ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. એક સો.મીડિયા યુઝરે અમિતાભને પૂછ્યું હતું કે તમે પાન મસાલાની જાહેરાત કેમ કરી? તમારામાં અને અન્ય લોકોમાં કોઈ ફરક રહેતો નથી. જોકે, અમિતાભે આ સવાલને અવગણવાને બદલે જવાબ આપ્યો હતો.

અમિતાભે હાલમાં જ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, 'ઘડિયાળ ખરીદીને હાથમાં શું બાંધી લીધી, સમય પાછળ જ પડી ગયો છે.' આ પોસ્ટ પર યુઝરે કમેન્ટ કરી હતી, 'પ્રણામ સર, માત્ર એક જ વાત પૂછવી છે, તમારે એવી શેની જરૂર હતી કે તમારે પણ કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરવી પડી. તો પછી તમારામાં અને અન્યમાં ફેર શું?'

બિગ બીએ જવાબ આપ્યો
બિગ બીએ કહ્યું હતું, 'માન્યવર, ક્ષમા પ્રાર્થી છું. કોઈ પણ વ્યવસાયમાં જો કોઈનું ભલું થતું હોય તો એ વિચારવું ના જોઈએ કે આપણે કેમ તેની સાથે જોડાયેલા છીએ? હા જો વ્યવસાય હોય તો આપણે પોતાના વ્યવસાય અંગે વિચારવું જોઈએ. હવે તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ નહીં, પરંતુ મને આ કરાવમાં ધનરાશિ મળે છે.'

વધુમાં બિગ બીએ કહ્યું હતું, 'અમારા ઉદ્યોગમાં અનેક લોકો કામ કરે છે, જેમાં કર્મચારીઓ છે, તેમને રોજગાર અને ધન બંને મળે છે. તો માન્યવર તૂતપૂંજીઓ જેવા શબ્દો તમારે મોઢે શોભતા નથી અને અમારા ઉદ્યોગના કલાકારોને સન્માનિત કરતા નથી. આદર સહિત નમસ્કાર કરું છું.'

અમિતાભ બચ્ચનનો આ જવાબ સાંભળ્યા બાદ સો.મીડિયા યુઝર્સે તેમની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બી સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...