રસીકરણ માટે 'સલમાન ભાઈ'ની મદદ:મહારાષ્ટ્રના મુસ્લિમ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે ઉદ્ધવ સરકાર સલમાન ખાનની મદદ લેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સમુદાયને રસી લગાવવા માટે સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવામાં આવશે

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના અવેયરનેસ કેમ્પેન છતાં મુસ્લિમ વિસ્તારોમાં રસીકરણ કરાવનારા લોકોની સંખ્યા વધી રહી નથી. હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે 'ભાઈજાન' એટલે કે સલમાન ખાનની મદદ લેવાનું મન બનાવી લીધું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, સરકાર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની મદદ લેશે, જેથી લોકો રસી લેવા માટે જાગૃત થઈ શકે.

ટોપેએ આગળ કહ્યું, ‘મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હજુ પણ લોકો વેક્સિન લેવા માટે ખચકાય છે. અમે મુસ્લિમ સમુદાયને રસી લગાવવા માટે સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ધાર્મિક નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓનો પ્રભાવ પડે છે અને લોકો તેમને સાંભળે છે.’

મહારાષ્ટ્રમાં, અત્યાર સુધી માત્ર 35% વસ્તીએ રસીના બે ડોઝ લીધા છે.
મહારાષ્ટ્રમાં, અત્યાર સુધી માત્ર 35% વસ્તીએ રસીના બે ડોઝ લીધા છે.

વેક્સિનને લઈને ગેરસમજો દૂર કરવી જરૂરી છે
ટોપેએ કહ્યું કે, વેક્સિન લગાવવાની બાબતમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રસીકરણની ગતિ ધીમી છે. લોકોના મનમાં વેક્સિનને લઈને જે ડર છે તે પાયાવિહોણા છે. એક ધાર્મિક વ્યક્તિને વેક્સિનની જરૂર નથી અથવા વેક્સિન તેના માટે ફાયદાકારક નથી એવું માનવું એ અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા છે. તેને દૂર કરવાની જરૂર છે. તેના માટે જનતાને જાગૃત કરવી જરૂરી છે.

રાજ્યમાં 10.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
ટોપેએ કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 10.25 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે અને નવેમ્બરના અંત સુધી તમામ પાત્ર વ્યક્તિઓને ઓછામાં ઓછા પહેલો ડોઝ આપવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની આશંક વિશે ટોપેએ કહ્યું કે નિષ્ણાતોના અનુસાર, મહામારીનું ચક્ર સાત મહિનાનું હોય છે, પરંતુ મોટાપાયે પર રસીકરણના કારણે આગામી લહેર ગંભીર નહીં હોય. તેમને કહ્યું, લોકોને કોવિડ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને રસી લગાવવી જોઈએ.

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય હતું અહીં સંક્રમણની સંખ્યા પણ વધારે હતી.
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય હતું અહીં સંક્રમણની સંખ્યા પણ વધારે હતી.

બે ડોઝની વચ્ચેનો સમય ઘટાડવાનો પ્રસ્તાવ
મહારાષ્ટ્રમાં વેક્સિનનો બીજો ડોઝ લઈ ચૂકેલા લોકોની સંખ્યા લગભગ 35% છે. એટલે કે વેક્સિન લેવાને યોગ્ય 35% લોકોને બીજો ડોઝ મળી ગયો છે. ટોપેએ કહ્યું કે, જો આ આંકડામાં સુધારો કરવો હોય અને રસીકરણની ઝુંબેશને વેગ આપવો હોય તો કોવીશિલ્ડ વેક્સિનના બે ડોઝની વચ્ચેનું અંતર ઓછું કરવું જરૂરી છે. મહારાષ્ટ્રે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાનો આ અભિપ્રાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ આપ્યો છે.

ટોપેએ કહ્યું કે, કોવેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર 28 દિવસનું છે જ્યારે કોવીશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર 84 દિવસનું છે. શું આ અંતરને ઘટાડી શકાય છે? આ વિશે નિષ્ણાતો સાથે વાત કરવાની જરૂર છે. તેમાં IMCR અને તેના પર રિસર્ચ કરનારી અન્ય. સંસ્થાઓનો અભિપ્રાય મહત્ત્વપૂર્ણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...