સો.મીડિયામાંથી:બે છોકરાઓ જ્હોન અબ્રાહમનો વીડિયો બનાવતા હતા, પાછળથી આવીને એક્ટરે ફોન ઝૂંટવી લીધો

મુંબઈ17 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જ્હોને સ્કૂટી પર બેઠેલા છોકરા પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જ્હોન અબ્રાહમ રસ્તા પર આરામથી ચાલતો હોય છે. તે બ્લેક ડેનિમ તથા ગંજીમાં હોય છે. જ્હોનની આગળ સ્કૂટીમાં બે છોકરાઓ કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હોય છે. આ દરમિયાન જ્હોન અબ્રાહમ આવે છે અને તે છોકરા પાસેથી મોબાઇલ છીનવી લે છે અને એકદમ ચાલવા લાગે છે. બંને છોકરાઓ જ્હોનની પાછળ પાછળ જાય છે. જ્હોને મોબાઇલ લઈને સેલ્ફી કેમેરામાં કહ્યું હતું, 'હાય, યુ ગાયઝ ઓકે? તે મારા મિત્ર છે.' ત્યારબાદ જ્હોન મોબાઇલ છોકરાને પરત આપી દે છે.

ચાહકોએ વખાણ કર્યાં
જ્હોન અબ્રાહમનો આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થતાં જ ચાહકોએ એક્ટરના વખાણ કર્યા હતા. એક ચાહકે કહ્યું હતું, 'આ ઘણો જ વિનમ્ર છે.' અન્ય કેટલાંક ચાહકોએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.

'સત્યમેવ જયતે 2'ને કારણે ચર્ચામાં
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ હાલમાં 'સત્યમેવ જયતે 2'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 25 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 2018માં 'સત્યમેવ જયતે' રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. 'સત્યમેવ જયતે 2'માં જ્હોન ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં દિવ્યા કુમાર ખોસલા લીડ રોલમાં છે. ફિલ્મને મિલાપ ઝવેરીએ ડિરેક્ટ કરી છે.