ટ્રેલર રિલીઝ:ક્રિકેટના મેદાનમાં શાહિદ કપૂર, બે વર્ષ બાદ 'જર્સી'નું ટ્રેલર આવ્યું

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'કબીર સિંહ'ની સફળતા બાદ ચાહકો શાહિદ કપૂરની ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોતા હતા. અંતે બે વર્ષ બાદ શાહિદની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. 'જર્સી'માં શાહિદ કપૂર ક્રિકેટરના રોલમાં જોવા મળ્યો છે. આ ફિલ્મ 31 ડિસેમ્બરે રિલીઝ થશે.

શું છે ટ્રેલરમાં?
ટ્રેલરની શરૂઆત શાહિદ તથા મૃણાલ વચ્ચેના ઝઘડાથી થાય છે. શાહિદ એક બાળકનો પિતા છે, પરંતુ આર્થિક રીતે મજબૂર હોય છે. તે પત્ની મૃણાલ પર જ ડિપેન્ડેટ હોય છે. ક્રિકેટમાં નિષ્ફળ શાહિદ દીકરાને ક્રિકેટર બનાવવા માગે છે. બર્થડે પર દીકરો જર્સી ખરીદવાની જિદ કરે છે. જોકે, શાહિદ પાસે જર્સી ખરીદવાના પણ પૈસા હોતા નથી. આથી તે પત્નીના પર્સમાંથી પૈસા ચોરે છે. આ દરમિયાન શાહિદની મુલાકાત જૂના કોચ (પંકજ કપૂર) સાથે થાય છે. કોચ તેને ક્રિકેટ એકેડેમીમાં ટ્રેનરની ઑફર કરે છે. પરિવાર તથા સપનાની વચ્ચે ફસાયેલો શાહિદ શું કરશે, તે માટે તો ફિલ્મ જ જોવા પડશે.

પિતા-પુત્રની જોડી
આ ફિલ્મમાં શાહિદ કપૂરે પિતા પંકજ કપૂર સાથે કામ કર્યું છે. બંનેની જોડીની દમદાર એક્ટિંગ જોવા મળી છે.

તેલુગુ ફિલ્મની હિંદી રીમેક
'જર્સી' તેલુગુ ફિલ્મની હિંદી રીમેક છે. આ ફિલ્મને ગૌતમ તિન્નનુરીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સાઉથસુપરસ્ટાર નવીન બાબુ (નાની)એ લીડ રોલ પ્લે કર્યો હતો.