'મોસ્ટ વોન્ટેડ ભાઈ'ના કરિયર પર સવાલ:ટ્રેડ એક્સપર્ટે કહ્યું, હીરો તરીકે સલમાનની કરિયર પૂરી, ચમચાઓથી ઘેરાયેલો રહે છે; હવે અમિતાભની જેમ સપોર્ટિંગ રોલ કરે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેડ એક્સપર્ટ અમોદ મેહરાએ સલમાન ખાનની કામ કરવાની પદ્ધતિ પર સવાલ કર્યો છે - Divya Bhaskar
ટ્રેડ એક્સપર્ટ અમોદ મેહરાએ સલમાન ખાનની કામ કરવાની પદ્ધતિ પર સવાલ કર્યો છે
  • 'સલમાન પાસે કોઈ સાચા મિત્રો નથી કે જે તેને કહે કે તેની ફિલ્મમાં શું ખોટું છે'
  • 'સલમાન ફિલ્મની દરેકે દરેક બાબતમાં દખલગીરી કરે છે'

સલમાન ખાનની નવી ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' 13 મેના રોજ થિયેટર તથા ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ 'પે પર વ્યૂ' મોડલ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મને નેગેટિવ રિવ્યૂ મળ્યા છે અને દર્શકોને પણ ફિલ્મ ખાસ પસંદ આવી નથી. સો.મીડિયામાં વિવિધ પ્રકારના મીમ્સ બન્યા છે. ટ્રેડ એક્સપર્ટે દાવો કર્યો છે કે હીરો તરીકે હવે સલમાન ખાનની કરિયર પૂરી થઈ ગઈ છે. હવે તેણે અમિતાભ બચ્ચનની જેમ સપોર્ટિંગ રોલ કરવા જોઈએ.

ચમચાઓથી ઘેરાયેલો છે સલમાનઃ આમોદ મેહરા
વેબ પોર્ટલ રેડિફ સાથેની વાતચીતમાં ટ્રેડ એક્સપર્ટ અમોદ મેહરાએ કહ્યું હતું, 'સલમાન ખાન ફિલ્મમેકિંગના દરેક પોઈન્ટ પર બેસે છે. તે નક્કી કરે છે કે ફિલ્મમાં કોનું કયું સ્ટેપ હોવું જોઈએ. તે નક્કી કરે છે કે ફિલ્મમાં કયું મ્યૂઝિક વાગવું જોઈએ. તે ડિરેક્શનમાં પણ દખલગીરી કરે છે. તે પોતાને બહુ મોટો સમજે છે. તે ફિલ્મની દરેક વાત જાતે નક્કી કરે છે. સલમાન ચમચાઓ, પોતાના પરિવાર તથા ફ્રેન્ડ્સની વચ્ચે રહે છે. હકીકતમાં તેનો કોઈ સાચો મિત્ર નથી, જે તેને કહે કે તેની ફિલ્મમાં શું સાચું અને શું ખોટું છે.'

અમિતાભ બચ્ચનના ઉદાહરણથી સમજાવ્યું
મેહરાએ આગળ કહ્યું હતું, 'અમિતાભ બચ્ચનને તે સમય 50થી વધુ વર્ષ થયા હતા. તેમણે દલેર મહેંદી સાથે 'એશ કરોંગે' પર ડાન્સ કર્યો હતો. તે ફિલ્મ 'મૃત્યુદાતા' હતી અને તે વૃદ્ધ દેખાતા હતા. તેમણે યુવા બચ્ચનની જેમ એક્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ એક પછી એ ત્રણ ફિલ્મ ફ્લોપ રહી હતી. તેમને એ વાત સમજમાં આવી ગઈ હતી કે હીરો તરીકે તેમની કરિયર પૂરી થઈ ગઈ છે. પછી તે યશ ચોપરા પાસે ગયા અને એક્ટર તરીકે પોતાને 'મોહબ્બતે'માં રી-ઈન્વેન્ટ કર્યાં.'

સલમાનને પોતાને રી-ઈન્વેન્ટ કરવાની જરૂર
સલમાન ખાનની કરિયર અંગે મેહરાએ કહ્યું હતું, 'હું એમ નથી કહેતો કે સલમાનની કરિયર પૂરી થઈ ગઈ છે. જોકે, મારો અર્થ એ છે કે હીરો તરીકે સલમાનની કરિયર પૂરી થઈ ગઈ છે. તેણે હવે સપોર્ટિંગ રોલ કરવા જોઈએ. તેણે પોતાને રી ઈન્વેન્ટ કરવાની જરૂર છે.'

સલમાનની 'રાધે'એ ખાસ કમાણી ના કરી
'રાધે' અંગે દર્શકોની પ્રતિક્રિયા ઘણી જ ખરાબ છે. ઝી-5એ દાવો કર્યો છે કે ફિલ્મને પહેલા દિવસે 4.2 મિલિયન વ્યૂઅરશિપ મળી છે. જોકે, ફિલ્મને નેગેટિવ પબ્લિસ્ટીને કારણે નુકસાન થયું છે. 'રાધે' કરતાં ચાર મહિના પહેલાં તમિળ ફિલ્મ 'માસ્ટર'એ વિદેશમાં સારો બિઝનેસ કર્યો છે. આ ઉપરાંત સલમાનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'દબંગ 3'એ પણ વિદેશમાં સારી કમાણી કરી હતી. 'રાધે' વિદેશમાં નિષ્ફળ રહી છે. (વાંચો પૂરા સમાચાર)

અન્ય સમાચારો પણ છે...