'આદિપુરુષ'નું ટીઝર લૉન્ચ:અયોધ્યામાં પ્રભાસની ફિલ્મનું ટીઝર રિલીઝ, ચાહકો VFX પર ફિદા થયા

અયોધ્યા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે બે ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગ્યા પછી અયોધ્યામાં પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે.. ચાહકોને ફિલ્મનું ટીઝર ઘણું જ ગમ્યું છે. ટીઝર લૉન્ચિંગ માટે અયોધ્યામાં સરયૂ નદી પર ખાસ તૈયારી કરવામાં આવી હતી.

ફિલ્મનું ટીઝર

ફિલ્મમાં પ્રભાસે ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો છે, સૈફ અલી ખાન રાવણના રોલમાં છે અને ક્રિતિ સેનન સીતા બની છે. ફિલ્મના ટીઝરમાં પ્રભાસ તથા સૈફની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. ફિલ્મમાં વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ સુપર્બ છે.

VIP તથા સ્ટારકાસ્ટ પુલથી એન્ટ્રી કરી હતી
ભવ્ય લૉન્ચ ઇવેન્ટ માટે સરયૂ નદી પર ખાસ પુલ બનાવવામાં આવ્યો હતો. VIP તથા સ્ટાર-કાસ્ટ આ પુલ પરથી એન્ટ્રી કરી હતી. આ ઇવેન્ટ માટે ખાસ આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. પુલને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. પુલ ઉપરાંત ટીઝર લૉન્ચ ઇવેન્ટ માટે સ્ટેજ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

પાણીમાંથી 50 ફૂટનું પોસ્ટર બહાર આવ્યું
સરયૂ નદીની વચ્ચે 50 ફૂટનું પોસ્ટર સેટ કરવામાં આવ્યું હતું. ટીઝર લૉન્ચિંગ સમયે આ પોસ્ટર નદીમાંથી બહાર આવ્યું હતું. આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટીઝર પાંચ અલગ અલગ ભાષામાં આવશે.

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
'આદિપુરુષ'નું શૂટિંગ નવેમ્બર, 2021માં પૂરું થયું હતું, પરંતુ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સને કારણે આટલો સમય થયો. પહેલાં ફિલ્મ 2022માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, ક્રિતિ સેનન જેવા કલાકારો છે. આ ફિલ્મનું બજેટ 'બાહુબલિ' કરતાં પણ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...