'કિંગ ઈઝ બેક':શાહરુખની ત્રીજી ફિલ્મ 'જવાન'નું ટીઝર લૉન્ચ, આવતા વર્ષે 2 જૂને રિલીઝ થશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાન તથા એટલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2 જૂને રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે સૌ પહેલાં શાહરુખની 'પઠાન' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. 22 ડિસેમ્બરે 'ડંકી' રિલીઝ આવશે. હવે શાહરુખની ત્રીજી ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટીઝરમાં શાહરુખ ઈજાગ્રસ્ત જોવા મળ્યો
ફિલ્મના ટીઝરમાં શાહરુખ ઈજાગ્રસ્ત જોવા મળે છે. તેના ચહેરા, માથે તથા હાથ પર પટ્ટી છે. આ એક્શન પેક્ડ ફિલ્મ છે.

ડબલ રોલમાં જોવા મળશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. સાઉથ એક્ટ્રેસ નયનતારા ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરના રોલમાં છે. સાન્યા મલ્હોત્રા પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

પાંચ ભાષામાં રિલીઝ થશે
'જવાન' હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડ એમ પાંચ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મને શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ પ્રોડ્યૂસ કરી રહી છે.