• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • The Song 'Pag Ghungroo Bandh' Was Considered By Buppi Lahiri As The Best Song Of His Career. Singer Will Always Be Remembered For These Songs.

અલવિદા બપ્પીદા:'પગ ઘુંઘરૂ બાંધ' ગીતને તેમની કરિયરનું સર્વશ્રેષ્ઠ ગીત માનતા હતા બપ્પી લાહિરી, આ ગીતો માટે હંમેશાં તેમને યાદ કરવામાં આવશે

8 મહિનો પહેલા

બોલિવૂડમાં વર્ષો સુધી પોતાની ધૂન પર બધાને ડાન્સ કરાવનાર બપ્પી લાહિરીનું નિધન થઈ ગયું છે. 69 વર્ષના બપ્પીદા ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયા નામની બીમારીથી પીડિત હતા. તેમણે માત્ર 3 વર્ષની ઉંમરમાં તબલાં વગાડવાનું શરૂ કરી દીધું હતું. તેમણે 48 વર્ષની સિંગિંગ-મ્યુઝિક કરિયરમાં 500 ફિલ્મો માટે કમ્પોઝિશન કર્યું હતું, જેમાંથી મોટાભાગના ચાર્ટબસ્ટર સાબિત થયાં હતાં. જાણો તેમના કરિયરના કેટલાંક યાદગાર ગીતો જે હંમેશાં ફેન્સને યાદ રહેશે-

આઈ એમ એ ડિસ્કો ડાન્સર
ફિલ્મ- ડિસ્કો ડાન્સર (1982)
વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ડિસ્કો ડાન્સરનાં તમામ ગીત બપ્પીદાએ કમ્પોઝ કર્યા હતા. આ ગીત મિથુન ચક્રવર્તી પર ફિલ્માવવામાં આવ્યું હતું, જે તે સમયનું ડિસ્કો એન્થમ બની ગયું હતું. ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન બપ્પીદાએ કહ્યું હતું કે, જો બપ્પી લાહિરીનું ગીત ન હોત તો મિથુન ચક્રવર્તી મિથુન ચક્રવર્તી ન બન્યો હોત અને મિથુનનું પર્ફોર્મન્સ ન હોત તો આજે બપ્પી લહેરનું અસ્તિત્વ ન હોત.

યાદ આ રહા હૈ
ફિલ્મ- ડિસ્કો ડાન્સર (1982)

તેમણે ફિલ્મનાં ગીતો ‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’ અને ‘કોઈ હંસીન યહાં નાચે-નાચે’ને અવાજ આપ્યો હતો. આ ફિલ્મનાં તમામ ગીતનું સેલ 1 લાખની આસપાસ થયું હતું, જેના માટે બપ્પીને ચાઈના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિમ્મી જિમ્મી, આજા-આજા
ફિલ્મ ડિસ્કો ડાન્સર (1982)

વર્ષ 2018માં બપ્પી લાહિરીને ‘જિમ્મી-જિમ્મી’ ગીત માટે લંડનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન બપ્પી દાએ જણાવ્યું હતું કે, આ ગીત તેમના કરિયરમાં ઘણું સ્પેશિયલ હતું. આ ગીતે તેમને ન માત્ર ભારત પરંતુ આખી દુનિયામાં ઓળખ અપાવી હતી.

તમ્મા તમ્મા લોગે
ફિલ્મ- થાનેદાર (1990)

થાનેદાર ફિલ્મનું ગીત ‘તમ્મા તમ્મા’ રિલીઝ થતાં જ ચાર્ટબસ્ટર સાબિત થયું હતું. આ ગીતના મોટાભાગનાં ડાન્સ સ્ટેપ માઈકલ જેક્સનના ગીત ‘બેડ’થી લેવામાં આવ્યા છે. ગીતને સંજય દત્ત અને માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન કોરિયોગ્રાફરે જણાવ્યું કે, આ ગીતના સ્ટેપ માટે તેમણે 48 ટેક લેવા પડ્યા હતા.

પગ ઘુંઘરું બાંધ મીરા નાચી થી
ફિલ્મ- નમક હલાલ (1982)

વર્ષ 1982માં ડિસ્કો ડાન્સર સિવાય ‘નમક હલાલ’ ફિલ્મનું ગીત પગ પગ ‘ઘુંઘરું બાંધ મીરા નાચી’થી ઘણું હીટ થયું હતું. આ ગીતને મહાનાયક અમિતાભ બચ્ચન પર ફિલ્માવવામાં આવ્યું હતું. બપ્પીદા કહેતા કે તેમની કરિયરનું આ સૌથી શ્રેષ્ઠ ગીત હતું. આ 8 મિનિટના ગીતને કિશોર કુમારે અવાજ આપ્યો હતો. આ ફિલ્મનું ગીત ‘રાત બાકી’ પણ ચાર્ટબસ્ટર સાબિત થયું હતું, જેને બપ્પીદાએ ગાયું હતું.​​​​​

કભી અલવિદા ના કહેના ​​​​​​​
ફિલ્મ- ચલતે ચલતે (1976)

વર્ષ 1976માં આવેલી ફિલ્મ ચલતે-ચલતેનું ગીત ‘કભી અલવિદા ના કહેના’માં બપ્પીદાએ મ્યુઝિક આપ્યું હતું. કિશોર કુમારના અવાજમાં તૈયાર થયેલા આ ગીતને સિમી ગરેવાલ અને રવિ કુમાર પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત આજે પણ લોકોની વચ્ચે એટલું જ લોકપ્રિય હતું. ​​​​​​​

બમ્બઈ સે આયા મેરા દોસ્ત
ફિલ્મ- આપ કી ખાતિર (1977)

વિનોદ ખન્ના, રેખા અને હેલન સ્ટારર ફિલ્મ આપ કી ખાતિરનું ગીત બમ્બઈ સે આયા મેરા દોસ્તને બપ્પીદાએ અવાજ આપ્યો હતો. વર્ષો પછી પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે.

નૈનોં મેં સપના, સપનોં મેં સજના ​​​​​​​
ફિલ્મ- હિમ્મતવાલા (1983)

શ્રીદેવી અને જિતેન્દ્ર સ્ટારર ફિલ્મ હિમ્મતવાલાનાં તમામ ગીત બપ્પી લાહિરીએ કમ્પોઝ કર્યાં હતાં. ફિલ્મનું ગીત ‘નૈનોં મેં સપના, સપનો મેં સજના’ અને ‘તાકી રે તાકી’ જોરદાર હિટ સાબિત થયાં હતાં. બંને ગીતને બપ્પી દાના મામા કિશોર કુમારે અવાજ આપ્યો હતો.

ઉ લાલા ઉ લાલા
ફિલ્મ- ધ ડર્ટી પિક્ચર (2012)

વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચરથી બપ્પીદાએ સિંગર તરીકે કમબેક કર્યું હતું. આ ફિલ્મનું ગીત ઉ લાલાને બપ્પીદા અને શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો હતો. ગીતનો અમેરિકન સિટકોમ ટીવી સિરીઝમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગીતને વિદ્યા બાલન પર ફિલ્માવવામાં આવ્યું હતું જે તે વર્ષે જોરદાર હિટ સાબિત થયું હતું. આ ગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું હતું.

ભંકસ
ફિલ્મ- બાગી 3 (2020)

વર્ષ 2020માં રિલીઝ થયેલી બાગી, બપ્પીદાના કરિયરની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મનું ડાન્સ સોન્ગ ‘ભંકસ’ને બપ્પીદાએ દેવ નેગી અને જોનિતા ગાંધીની સાથે મળીને અવાજ આપ્યો હતો. આ ગીત વર્ષ 1984માં ફિલ્મ ‘તોહફા’નું ગીત ‘એક આંખ મારું તો’ની રિમેક હતું. આ ઓરિજિનલ ગીતને બપ્પીદાએ જ કમ્પોઝ કર્યું હતું.