કોરોનાના વધતા કેસને કારણે બોલિવૂડમાં પ્રોડ્યૂસર્સ એક પછી એક રિલીઝ ડેટ પોસ્ટપોન કરી રહ્યાં છે. હવે કંગનાની મહત્ત્વકાંક્ષી ફિલ્મ 'થલાઈવી'ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 23 એપ્રિલે રિલીઝ થવાની હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગયા વર્ષે 26 જૂને રિલીઝ થવાની હતી. જોકે, તે સમયે કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. સલમાન ખાનની 'રાધે' ઈદ પર રિલીઝ થવાની છે. જોકે, મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ તથા શનિ-રવિ લૉકડાઉન છે. સલમાને તાજેતરમાં કહ્યું હતું કે જો કોરોનાના કેસમાં ઘટાડો નહીં થાય તો તે આવતા વર્ષે ઈદ પર ફિલ્મ રિલીઝ કરી શકે છે.
સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું
પ્રોડ્યૂસર્સે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યું હતું કે કોવિડ 19ના કેસો સતત વધતા જાય છે અને તેથી જ તેઓ રિલીઝ ડેટ પોસ્ટપોન કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં 'હાથી મેરે સાથી', 'ચેહરે' જેવી ફિલ્મ પોસ્ટપોન થઈ ચૂકી છે.
હાલમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું
ગયા મહિને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. 'થલાઈવી' લિજેન્ડરી એક્ટ્રેસ તથા પછી રાજનેતા બનેલાં જયલલિતાના જીવન પર આધારિત છે. ટ્રેલરમાં જયલલિતાના એક્ટ્રેસથી પોલિટિશિયન બનવા સુધીની સફર, એમજીઆર સાથેના સંબંધો અને પછી તમિળનાડુના મુખ્યમંત્રી બનાવા સુધીની વાત કરવામાં આવી છે, જેમાં વિધાનસભાના DMKના ધારાસભ્યે જયલલિતાનું કરેલા અભદ્ર વ્યવહારવાળો સીન પણ સામેલ કરવામાં આવ્યો છે. આ સીન 'મહાભારત'ના સમયે ધૃતરાષ્ટ્રની સભામાં થયેલા દ્રૌપદીના ચીરહરણની યાદ અપાવે છે. આ ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મને એ એલ વિજયે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ તથા ભાગ્યશ્રી મહત્ત્વના રોલમાં છે.
દમદાર સંવાદો
ટ્રેલરમાં જોઈને અંદાજો કરી શકાય છે કે ફિલ્મના સંવાદો દમદાર હશે, જેમ કે, 'અભી તો સિર્ફ પંખ ફૈલાયેં હૈ, ઉડાન અભી બાકી હૈ', 'સ્વાભિમાન કી ઈસ લડાઈ મેં ગિર સકતે હૈ, જખ્મી હો સકતે હૈ પર અબ પીછે નહીં હટ સકતે હૈ', 'અગર મુજે મા સમજોગે તો મેરે દિલ મેં જગહ મિલેગી અગર મુઝે સિર્ફ ઔરત સમજોગે તો તુમ્હે..', 'વો ફિલ્મ વાલી હમેં બતાયેંગી કી રાજનીતિ કૈસે કી જાતી હૈ?', 'યે મર્દો કી દુનિયા હૈ ઔર હમ એક ઔરત કો આગે કરકે ખડે હૈ', 'આજ તુને જિસ તરહ ભરી સભા મેં મેરા અપમાન કિયા હૈ, વૈસા હી ચીર હરણ કૌરવો ને દ્રૌપદી કા કિયા થા. વહ સત્તા કી લડાઈ ભી વો જીતી થી ઔર યહા સત્તા કી લડાઈ ભી મૈં જીતૂંગી, ક્યોંકિ મહાભારત કા દૂસરા નામ હૈ જયા.'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.