તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંખ ઉઘાડતો કિસ્સો:રિયાલિટી ટીવી સ્ટારે પ્રેમી માટે ઓનલાઇન iPhone ઓર્ડર કર્યો, પેકેટ ખોલ્યું તો સફેદ કાગળ નીકળ્યો!

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિયાલિટી ટીવી સ્ટારે બોયફ્રેન્ડને સરપ્રાઇઝ આપવા માટે iphone ઓનલાઇન મગાવ્યો હતો

રિયાલિટી ટીવી સ્ટારને ઓનલાઈન શોપિંગ કરવું મોંઘું પડી ગયું. તેણે બોયફ્રેન્ડને ગિફ્ટ કરવા માટે નવો iPhone ઓર્ડર કર્યો હતો. જોકે, જ્યારે બોક્સ આવ્યું ત્યારે ટીવી સ્ટાર ઘણી જ ગુસ્સે થઈ હતી.

82 હજારનો બ્રાન્ડ ન્યૂ ફોન ખરીદ્યો
ઇંગ્લેન્ડમાં બ્રેનટી એસેક્સમાં રહેતી 25 વર્ષીય મોડિના શૌકી રિયાલિટી ટીવી સ્ટાર છે. તેણે બોયફ્રેન્ડને ગિફ્ટ કરવા માટે ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી બ્રાન્ડ ન્યૂ iPhone મગાવ્યો હતો. ઓર્ડર મળ્યાના ત્રીજા દિવસે તેને ડિલિવરીનું નોટિફિકેશન પણ મળ્યું હતું. શૌકીએ કહ્યું હતું કે iPhone 11 પ્રો ખરીદવા માટે તેણે એક અઠવાડિયા સુધી વિવિધ સાઇટ જોઈ હતી. ત્યારબાદ તેણે એક શોપિંગ સાઇટ પરથી 800 પાઉન્ડ (અંદાજે 82 હજાર રૂપિયા)નો ફોન ખરીદ્યો હતો.

બોક્સ ખોલ્યું તો નવાઈ લાગી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ બાદ મોડિનાને મોબાઈલ પર નોટિફિકેશન આવ્યું હતું કે ફોનનું પાર્સલ બ્રેનટ્રી, એસેક્સમાં તેના ઘરની નજીક ટેસ્કો સ્ટોરમાં મોકલવામાં આવ્યું છે. નોટિફિકેશન બાદ મોડિના ઘણી જ ઉત્સાહમાં હતી. સ્ટોરમાં જઈને મોડિનાએ બોક્સ લીધું અને તે ઘરે આવી હતી. ઘરે જઈને જ્યારે મોડિનાએ બોક્સ ખોલ્યું તો તેને નવાઈ લાગી હતી. બોક્સની અંદરથી માત્ર A4 સાઇઝનું એક વ્હાઈટ પેપર નીકળ્યું હતું.

સરપ્રાઈઝ ના આપી શકી
મોડિનાએ કહ્યું હતું કે પહેલી વાર તો તેને વિશ્વાસ જ ના થયો. તે એકદમ ભાંગી પડી હતી. આ પહેલાં ક્યારેય તેની સાથે આ રીતનું ફ્રોડ થયું નથી. તે એકદમ નિરાશ થઈ ગઈ હતી. તે બોયફ્રેન્ડને નવો ફોન આપવા માગતી હતી, પરંતુ તે સરપ્રાઇઝ આપી શકી નહીં.

ઓનલાઇન ફ્રોડના કેસમાં વધારો
લોકલ ગર્વમેન્ટ એસોસિયેશનના મતે, છેલ્લાં એક વર્ષમાં ઓનલાઇન ફ્રોડના કેસ વધી રહ્યાં છે અને તેમાં 50%નો વધારો થયો છે. બ્રેનટ્રીના સ્પોકપર્સને કહ્યું હતું કે છેતરપિંડી થવી એ એક મજાક નથી. આવી બાબતમાં ભાવનાત્મક ઠેસ પહોંચે છે અને તે નાણાકીય સંકટનું પણ કારણ બને છે.