બિગ બીના વૈભવી શોખ:અમિતાભ બચ્ચને શૅર કરેલી તસવીરમાં રહેલું પેઇન્ટિંગ છે કરોડોમાં, કિંમત સાંભળીને નવાઈ લાગશે

મુંબઈ2 મહિનો પહેલા
  • અમિતાભ બચ્ચને દિવાળી સેલિબ્રેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને દિવાળી પર પરિવારની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન, અમિતાભ-જયા, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી નંદા-અગસ્ત્ય તથા શ્વેતાની નણંદ નતાશા જોવા મળ્યા હતા. જોકે, ચાહકોની નજર આ તસવીરની પાછળ રહેલા પેઇન્ટિંગ પર પડી હતી. ચર્ચા છે કે આ પેઇન્ટિંગની કિંમત કરોડોમાં છે.

તસવીર શૅર કરીને અમિતાભે આ વાત કહી
દિવાળી સેલિબ્રેશનની તસવીર શૅર કરીને અમિતાભે કહ્યું હતું, 'આ પાવન અવસર પર પરિવારે સાથે પ્રાર્થના કરી અને સેલિબ્રેશન કર્યું. શુભકામના. દિપાવલી મંગળમય હો...'

પેઇન્ટિંગે ધ્યાન ખેંચ્યું
અમિતાભે જે તસવીર શૅર કરી હતી, તેની પાછળ પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગમાં આખલો જોવા મળે છે. સો.મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, આ પેઇન્ટિંગની કિંમત અંદાજે ત્રણથી ચાર કરોડ રૂપિયા છે.

પેઇન્ટર મનજીત બાવાનું ચિત્ર
સૂત્રોના મતે, આ પેઇન્ટિંગ પેઇન્ટર મનજીત બાવા (1941-2008)નું છે. તેમનો જન્મ પંજાબના ધૂરીમાં થયો હતો. ભારતીય માયથોલોજી તથા સૂફી ફિલોસોફીમાંથી પ્રેરિત થઈને મનજીત પોતાના પેઇન્ટિંગ બનાવતા હતા. તેઓ મોટાભાગે મહાકાળી માતા, ભગવાન શિવ તથા પ્રાણીઓ, પ્રકૃતિ, વાંસળી તથા પ્રાણી-માણસ વચ્ચેના સહઅસ્તિત્વ પર ચિત્રો બનાવતા હતા. મનજીત એક ઉસ્તાદ પાસેથી વાંસળી વગાડવાનું શીખ્યા હતા અને તેમના મોટાભાગના ચિત્રોમાં આ વાત જોવા મળતી હતી. તેમણે ઘણીવાર કૃષ્ણને વાંસળી વગાડતા બતાવ્યા છે, અહીંયા તેમના અનુનાયી તરીકે ગાય નહીં પરંતુ કૂતરા જોવા મળતા હતા. તેઓ ઇન્ડિયન ટ્રેડિશનલ રંગ જેવા કે લાલ, ગુલાબી તથા વાદળીનો વધુ ઉપયોગ કરતા હતા. તેમના ચિત્રો વિશ્વભરમાં 3-4 કરોડમાં વેચાતા હતા.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ 'ઝુંડ', ઊંચાઈ', 'બ્રહ્માસ્ત્ર', 'મેડે', 'ગુડ બાય'માં જોવા મળશે.