ટૂંક સમયમાં જ સલમાન ખાન ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ઓટીટી પર એક્શન આધારિત વેબ સીરિઝથી ડેબ્યુ કરશે. 2021માં, કરણ જોહરે બિગ બોસ ઓટીટી સીઝન 2 હોસ્ટ કરી હતી. આ શોની આગામી સીઝન પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે.
વેબ પ્લેટફોર્મ પર સલમાનનો સ્વેગ પણ જોવા મળશે
બોલિવૂડ લાઈફ સાથે વાત કરતા, એક સૂત્રએ ખુલાસો કર્યો કે સલમાનને દમદાર એક્શનથી ભરપૂર વેબ સીરિઝનો કોન્સેપ્ટ ગમ્યો છે અને તેણે આ પ્રોજેક્ટ કરવા માટે સંમતિ આપી છે.
અત્યારે આ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે, તેથી તેના વિશે વધુ કહેવું મુશ્કેલ છે. એવું માનવામાં આવે છે કે, વેબ પ્લેટફોર્મ હોવા છતાં, આ સીરિઝમાં સલમાનનો સ્વેગ જોવા મળશે.
આ સીરિઝની સ્ક્રિપ્ટ ખુદ સલમાનને પસંદ આવી છે
તેણે આગળ કહ્યું, 'સલમાન ખાન આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેને પોતે પણ સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તેણે દિગ્દર્શક સાથે કરાર કર્યો છે. હાલમાં, સલમાન ફક્ત 'ટાઇગર 3' પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
આ ફિલ્મ પછી તેની પાસે આદિત્ય ચોપરા અને શાહરુખ ખાન સાથે એક મોટા બજેટની ક્રોસઓવર ફિલ્મ પણ છે. તેનું શીર્ષક 'પઠાણ વર્સિસ ટાઈગર' છે. આ બંને પ્રોજેક્ટ પૂરા થયા બાદ જ સલમાન ઓટીટી પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.
સલમાને 'ZEE5' સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યા છે
ઇ-ટાઈમ્સના અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા સલમાન ખાને 'ZEE5' સાથે 5 વર્ષનો કરાર કર્યો હતો. આ કરાર બાદ હવે આ પ્લેટફોર્મને સલમાન ખાનની તમામ ફિલ્મોના પ્રસારણના અધિકાર મળી ગયા છે. આ ડીલ હેઠળ આવનાર પ્રથમ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' છે. આ ફિલ્મ 'ZEE5' પર 26 મેના રોજ રિલીઝ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.