બોલ્ડ સીન પાછળની હકીકત:ફિલ્મ-વેબ સિરીઝમાં ઇન્ટિમેટ સીન શૂટ કરવા માટે નવી જોબ પ્રોફાઇલ ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર, સીન સાથે જોડાયેલી દરેક બારીકાઈ પર નજર રાખે છે

મુંબઈ2 વર્ષ પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • પહેલી સર્ટિફાઇડ ઇન્ટિમસી કો ઓર્ડિનેટર આસ્થા ઇન્ટિમેટ સીન્સના શૂટિંગની ગાઇડલાઇન બનાવી રહી છે.

OTT (ઓવર ધ ટોપ)એ ફિલ્મમાં બોલ્ડનેસની પરિભાષા બદલી નાખી છે. મોટાભાગની વેબ સિરીઝમાં ઈન્ટિમેન્ટ સીન તથા ગાળો સામાન્ય વાત છે. જોકે, આ રીતના સીનનું શૂટિંગ કરવું સહેજ પણ સરળ નથી. સ્ક્રીન પર જે રીતે બતાવવામાં આવે છે, તે રીતે આ સીન ક્યારેય શૂટ થતા નથી.

વેબ સિરીઝ તથા ફિલ્મમાં એટલા ઇન્ટિમેટ તથા બોલ્ડ સીન્સ હોય છે, જે માટે આજકાલ એક ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર રાખવામાં આવે છે. આ કો-ઓર્ડિનેટર નક્કી કરે છે કે કોઈ પણ ઇન્ટિમેટ સીન્સ કે બોલ્ડ સીન્સને કેવી રીતે શૂટ કરવામાં આવે, જેથી તે અશ્લીલ ના લાગે. આર્ટિસ્ટ્સને કોઈ મુશ્કેલી ના પડે અને બધું જ સરળ તથા સલામત રીતે થઈ જાય.

ભારતની સૌથી પહેલી સર્ટિફાઇડ ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર આસ્થા ખન્નાએ આ અંગે ગાઇડલાઇન પણ બનાવી છે. દિવ્ય ભાસ્કરે આવા જ કેટલાંક સીન્સ પાછળની સચ્ચાઈ તથા OTT તથા ફિલ્મના આ નવા ટ્રેન્ડ અંગે આસ્થા સાથે વાત કરી હતી.

'અધાધુન'ના શૂટિંગ દરમિયાન આયુષ્માન ખુરાના સાથે આસ્થા
'અધાધુન'ના શૂટિંગ દરમિયાન આયુષ્માન ખુરાના સાથે આસ્થા

ઇન્ટિમસી તથા ન્યૂડિટી બતાવવાની ટેક્નિક
ઈન્ટિમેટ સીન તથા ન્યૂડિટી બતાવવા માટે કેમેરા તથા એડિટિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિસ્ટના એક્સપ્રેશનની સાથે લાઇટિંગ તથા સાઉન્ડથી સરળતાથી આ સીન શૂટ કરી શકાય છે.

મોટાભાગના સીનમાં મોન્ટાજ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આર્ટિસ્ટના ફેસ એક્સપ્રેશન તથા બૉડી મૂવમેન્ટના અઢળક ક્લોઝ અપ લેવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે, આર્ટિસ્ટના લૉ-એન્ગલ શોટ લેવામાં આવે છે. આર્ટિસ્ટ પહેલેથી જ કહેવામાં આવેલી રિધમને ફોલો કરીને ગતિ તથા એક્સપ્રેશનના શોટ આપે છે. એડિટિંગમાં અનેક ક્લોઝ અપ સાઉન્ડ ઇફેક્ટની સાથે ઝડપથી ચલાવવામાં આવે છે.

શારીરિક અંતર રાખવા માટે પ્રોપનો ઉપયોગ થાય છે
ઇન્ટિમેટ સીન કરતાં સમયે બીજા આર્ટિસ્ટ સાથે કેટલું શારીરિક અંતર રાખવું છે, તે તમારી ચોઇસ હોય છે. ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર આર્ટિસ્ટની પસંદને સન્માન આપે છે, આથી કેટલાંક પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોપમાં સોફ્ટ પિલો, ક્રોચ ગાર્ડ, મોડેસ્ટી ગાર્મેન્ટ જેવી કેટલીક બાબતો સામેલ હોય છે.

પુરુષ કલાકારો પણ અસહજ રહે છે
અનેકવાર કેટલાંક મેલ આર્ટિસ્ટ પણ આ પ્રકારના ઇન્ટિમેટ સીન્સ કરવામાં અસહજ થઈ જાય છે, પરંતુ મર્દાનગી અંગે જે સામાજિક વિચાર છે, તેને કારણે પુરુષ આર્ટિસ્ટ પોતાની અસહજતાથી છુપાવે પણ છે.

સગીર આર્ટિસ્ટની સાથે બોલ્ડ સીન
અનેક વેબ સિરીઝમાં ટીનએજર્સને સેક્સ્યુઅલી એક્ટિવ બતાવવામાં આવે છે. કેટલીક સિરીઝમાં સગીરની સાથે જબરજસ્તી અથવા એબ્યૂઝિવ વર્ડ્સના સીન હોય છે. આસ્થા કહે છે કે સગીર એક્ટરનો બૉડી ડબલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગાઇડલાઇનમાં તે સ્પષ્ટ કહે છે કે કોઈ પણ સગીરને લઈ ઇન્ટિમેટ સીન થવા જોઈએ નહીં.

'રાત અકેલી હૈ'ના સેટ પર આસ્થા તથા નવાઝ
'રાત અકેલી હૈ'ના સેટ પર આસ્થા તથા નવાઝ

કોઈ મોરલ અથવા સેક્સ્યુઅલ પોલિસિંગ નહીં
આસ્થાએ કહ્યું હતું કે તેનું કામ કોઈ મોરલ કે સેક્સ્યુઅલ પોલિસિંગનું નથી. તેનું કામ માત્ર એક સ્પેસ ક્રિએટ કરવાનું છે. તે કોઈ પણ એક્ટર કે પ્રોડ્યૂસર નહીં, પરંતુ પોતાની જાતે કામ કરે છે. જ્યારે તેને કંઈ કહેવામાં આવે ત્યારે જ તે પોતાનો અભિપ્રાય આપે છે.

ફિલ્મ બનાવવી એક ક્રિએટિવ કામ છે, જેમાં અનેક ક્રિએટવ લોકો એક સાથે એક સારું રિઝલ્ટ મેળવવા માટે કામ કરે છે. આ સહયોગ પોતાની મરજીથી થાય છે. આ કોઈની પર જબરજસ્તી થોપવામાં આવતું નથી.

આ ઇન્ડસ્ટ્રી સલામત છે, આ વાત સાબિત કરવાની હતી
આસ્થા જ્યારે આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી, ત્યારે #MeToo મૂવમેન્ટ દરમિયાન યુવતીઓને વારંવાર સ્પષ્ટતા કરવી પડતી હતી કે તે એક સલામત ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે સમયે આસ્થાને ઇન્ટિમન્સ પ્રોફેશનલ અંગે જાણ થઈ હતી. તેણે લોસ એન્જલસમાં ઇન્ટિમસી પ્રોફેશનલ એસોસિયેશન પાસેથી ટ્રેનિંગ લીધી અને ભારતની પહેલી સર્ટિફાઇડ કો-ઓર્ડિનેટર બની હતી.

વધુમાં આસ્થાએ કહ્યું હતું કે સેટ પર સલામતી સૌથી મહત્ત્વની છે. ઇન્ટિમેટ સીનમાં બહુ જોખમ રહેલું છે, આને ઘણી જ સહજતાથી શૂટ કરવા માટે કો-ઓર્ડિનેટરની હાજરીમાં જ શૂટ કરવું જોઈએ. દરેક એક્ટર માટે સુરક્ષિત માહોલ બને, જેમાં કંઈ પણ ઊચું-નીચું બનવું જોઈએ નહીં.

હવે આસ્થાએ દેશમાં ઇન્ટિમસી પ્રોફેશનલ્સનું નેટવર્ક 'ધ ઇન્ટિમસી ક્લેક્ટિવ'ની સ્થાપપના કરી છે. તે બોલિવૂડના સંગઠન તથા અન્ય લોકો સાથે મળીને ઇન્ટિમેટ સીન્સની ગાઇડલાઇન માટે વાત કરી રહી છે.

ઇન્ટિમસી સીન્સ માટેની ગાઇડલાઇનના સજેશન્સ

  • ઇન્ટિમસી કોઓર્ડિનેટર આસ્થા ખન્નાએ કહ્યું હતું કે હવે તે જમાનો નથી કે સેટ પર ઇમ્પ્રૂવાઇઝેશનના નામ પર એક્ટર્સને લાસ્ટ મિનિટ સુધી સીન અંગે ખુલ્લીને વાત ના કરવામાં આવે અથવા છેલ્લી ઘડીએ તેને આ પ્રકારના સીન શૂટ કરવાનું કહેવામાં આવે. નવી ગાઇડલાઇન આવી રહી છે અને તેમાં આ વાતો સામેલ હશે.
  • કોઈ આર્ટિસ્ટ નાનો હોય કે મોટો, બધા માટે એક સેફ સ્પેસ, સલામત અંતર તથા પોતાની પસંદ-નાપસંદ મહત્ત્વની છે.
  • આર્ટિસ્ટને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ ન્યૂડ કે ઇન્ટિમેટ સીનમાં ઇન્વોલ્વ છે, તો કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવશે.
  • સ્ક્રિપ્ટ રીડિંગ સેશનમાં આખો સીન બેકગ્રાઉન્ડ, સાઉન્ડ ઇફેક્ટ, ડાયલોગ એબ્યૂઝિવ શબ્દનો ઉપયોગ, એક્સપ્રેશન તથા તમામ બાબતો ક્લિયર રહેશે.
  • ન્યૂડિટી અથવા ઇન્ટિમસીના એન્ગલથી કોસ્ચ્યુમ ટ્રાયલ કરાવવામાં આવશે. એક્ટ્રેસને એક્સપોઝર અથવા રિવીલિંગ આઉટફિટ અંગે પહેલેથી જ જાણ હશે.
  • કોઈ પણ ડાન્સ મૂવમાં પણ આર્ટિસ્ટ અસહજ થઈ શકે છે. આ સમયે ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર કોરિયોગ્રાફર સાથે વાત કરી શકે છે.
  • આર્ટિસ્ટને કહ્યા વગર બૉડી ડબલ યુઝ કરીને ન્યૂડિટી બતાવવામાં આવશે નહીં. ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર એ સુનિશ્ચિત કરશે કે પોસ્ટ પ્રોડક્શનમાં પણ મૂળ સીનમાં કોઈ ફેરફાર ના થાય.
આસ્થા પહેલાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી.
આસ્થા પહેલાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી.

બધા સાથે તાલમેલ હોય તો ઇન્ટિમસી કો-ઓર્ડિનેટરની જરૂર નથી
વેબ સિરીઝ 'શી'ના ડિરેક્ટર અવિનાશ દાસે કહ્યું હતું કે 'શી' તથા 'અનારકલી ઓફ આરા'ના સમયે તેમને આર્ટિસ્ટ પાસે પહેલાં જ ક્લિયર કરી દીધું હતું કે આ સીન કેવી રીતે કરવાનો છે, જેમાં કઈ કઈ વાતો સામેલ હશે. મિસકમ્યુનિકેશન માટે કોઈ સ્પેસ રાખી નહોતી.

સેટ પર સામાન્ય રીતે ભીડ હોય છે, પરંતુ ઇન્ટિમેટ સીનમાં ડિરેક્ટર, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી તથા ફોક્સ પુલર માત્ર આટલા જ લોકો આ સીનને હેન્ડલ કરે છે. આ સમયે કોઈ પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હાજર રહેતા નથી. ત્યાં સુધી કે મોનિટર પણ હટાવી દેવામાં આવ્યા હતા.

'શી'ની થીમ એ હતી કે એક મહિલા પોલીસકર્મી પોતાની સેક્સ્યુઆલિટી કેવી રીતે સમજે છે. 'અનારકલી ઓફ આરા'માં એક સિંગર પોતાના આત્મસન્માનને કેવી રીતે બચાવીને રાખે છે, તેના પર આધારિત હતી. બધા સાથે તાલમેલ હોવાને કારણે ક્યારેય કો-ઓર્ડિનેટરની જરૂર ઊભી થઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...