તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં ડ્રગ્સ:કોર્ટે ટીવી એક્ટ્રેસ પ્રીતિકાને 8 નવેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી, NCBએ ડ્રગ્સ ખરીદતા રંગે હાથ પકડી હતી

મુંબઈએક મહિનો પહેલા
પ્રીતિકા ચૌહાણ ડ્રગ્સ પેડલરને મળવા ગઈ હતી, આ દરમિયાન NCBએ પકડી લીધીઃ ફાઈલ તસવીર
  • પ્રીતિકાએ 'સાવધાન ઈન્ડિયા', 'સંકટ મોચન હનુમાન' જેવી સિરિયલમાં કામ કર્યું છે.

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ડ્રગ્સ એંગલ પર તપાસ કરે છે. હાલમાં જ NCBએ ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો હતો. NCBએ આ કેસમાં ટીવી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પ્રીતિકા સહિત એક અન્ય આરોપીને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને આઠ નવેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા NCBએ ડ્રગ્સ કેસમાં 23 લોકોની ધરપકડ કરી હતી.

સૂત્રોના મતે, NCBએ મુંબઈના વર્સોવામાં બે જગ્યાએ દરોડા પાડ્યા હતા. NCBના અધિકારીઓએ સાદા ડ્રેસમાં પહોંચીને આ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં ટીવી એક્ટ્રેસ રંગે હાથે ઝડપાઈ હતી. એક્ટ્રેસ ડ્રગ પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી. NCBએ શનિવાર, 24 ઓક્ટોબરના રોજ મુંબઈના વર્સોવામાંથી પ્રીતિકા ચૌહણ તથા ફૈઝલ શેખની ધરપકડ કરી હતી. NCBએ સાથે જ ડ્રગ પેડલર બ્રૂનો જોન (તાન્ઝાનિયાનો નાગરિક છે), રોહિત હીરે ઉપરાંત અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. NCBને આ તમામ પાસેથી નશીલા પદાર્થો તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા.

અધિકારીઓએ સિવિલ ડ્રેસમાં આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા
અધિકારીઓએ સિવિલ ડ્રેસમાં આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા

પ્રીતિકાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે
પ્રીતિકા ચૌહાણ હિમાચલ પ્રદેશની છે. 2015માં તેણે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પ્રીતિકાએ 'સંકટ મોચન હનુમાન', 'સાવધાન ઈન્ડિયા' તથા 'જગત જનની મા વૈષ્ણોદેવી' જેવી સિરિયલમાં કામ કર્યું છે.

અનેક સેલેબ્સની પૂછપરછ થઈ
NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ તથા શ્રદ્ધા કપૂરની ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. NCBએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત, ડ્રગ પેડલર ઝૈદ, ધર્મા પ્રોડક્શનનો પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતીજ રવિ પ્રસાદ સહિત 23 લોકોની ધરપકડ કરી હતી. એક મહિનો જેલમાં રહ્યા બાદ રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો