તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • The Names Of Ram Prasad Ki Terahavi And Pagglait Are Different But The Story Is The Same, This Is A Film Of Different Names Made On The Same Topic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમ સેમ બટ ડિફરન્ટ:'રામ પ્રસાદ કી તેરહવી' અને 'પગલેટ'ના નામ અલગ પણ વાર્તા એક જ, આ છે એક જ ટોપિક પર બનેલી અલગ અલગ નામની ફિલ્મ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ સીમા પાહવાએ 1 જાન્યુઆરી, 2021એ રિલીઝ થયેલી ફિલ્મ 'રામ પ્રસાદ કી તેરહવી'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મને દર્શકોએ વખાણી પણ હતી. આ જ વર્ષે સાન્યા મલ્હોત્રાની 'પગલેટ' પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા 'રામ પ્રસાદ કી તેરહવી'ને મળતી આવે છે. ફિલ્મ રિલીઝ બાદ 'પગલેટ'ના મેકર્સ પર વાર્તા ચોરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ પહેલી વાર નથી કે બોલિવૂડમાં આ પહેલાં પણ એક જ ટોપિક પર ઘણી ફિલ્મ બની છે.

થલાઈવીઃ ક્વીન

કંગના રનૌત ટૂંક સમયમાં તમિળનાડુના પૂર્વ CM જયલલિતાની બાયોગ્રાફીમાં લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જોકે, કંગનાની ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ 'ક્વીન' સિરીઝમાં રામ્યા કૃષ્ણને જયલલિતાનું પાત્ર ભજવ્યું હતું. 2019માં આવેલી આ સિરીઝના કુલ 11 એપિસોડ હતા.

ધ બિગ બુલઃ સ્કેમ 1992

2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'સ્કેમ 1992'ને દર્શકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આ સિરીઝમાં પ્રતિક ગાંધી લીડ રોલમાં હતો. આ સિરીઝ સ્ટોક માર્કેટના કિંગ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હતી. અભિષેક બચ્ચનની 'બિગ બુલ' 8 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હતી.

બાલાઃ ઉજડા ચમન

આયુષ્માન ખુરાના, યામી ગૌતમ, ભૂમિ પેડનેકરની 'બાલા' 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક એવા વ્યક્તિની વાત હતી, જેના સમય પહેલાં જ વાળ બધા ઉતરી જાય છે. આ જ વર્ષે 'ઉજડા ચમન' કરીને ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા પણ 'બાલા' જેવી જ હતી. બંને ફિલ્મના મેકર્સે એકબીજા પર આક્ષેપો પણ કર્યા હતા. વિવાદ બાદ 'બાલા' રિલીઝ થાય તેના એક અઠવાડિયા પહેલાં 'ઉજડા ચમન' રિલીઝ થઈ હતી.

દેવદાસઃ દેવ ડી

શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય તથા માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ 'દેવદાસ' પહેલાં આ જ ટોપિક પર અનેક ફિલ્મ બની ચૂકી છે. પહેલી ફિલ્મ કે એલ સહેગલની સાથે 1936માં બની હતી. બીજી ફિલ્મમાં દિલીપ કુમાર લીડ રોલમાં હતા. બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારબાદ શાહરુખની 'દેવદાસ' 2002માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ 'દેવ ડી' પણ આ જ ટોપિક પર હતી.

શહીદ એ આઝાદ ભગતઃ ભગત સિંહ

ફ્રીડમ ફાઈટર ભગત સિંહના જીવન પર એક નહીં પણ છ-છ ફિલ્મ બની છે. આ ટોપિક પર સૌ પહેલા 1954માં 'શહીદ એ આઝાદ ભગત' રિલીઝ થઈ હતી. ત્યારબાદ બીજી ફિલ્મમાં શમ્મી કપૂરે લીડ રોલ પ્લે કર્યો હતો. 2002માં ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં અજય દેવગન, બોબી દેઓલ તથા સોનુ સૂદે લીડ રોલ પ્લે કર્યો હતો.

ઈશ્કઝાદેઃ ગોલિયો કી રાસલીલાઃ રામલીલા

પોપ્યુલર રાઈટર વિલિયમ શેક્સપિયરની રોમિયો એન્ડ જુલિયટ પર અત્યાર સુધી 5 ફિલ્મ બની છે. પહેલી ફિલ્મ 'એક દૂજે કે વાસ્તે' હતી. 1998માં 'ક્યામત સે ક્યામત તક' બની હતી. ત્યારબાદ 'ઈશ્કઝાદે', 'રામલીલા' જેવી ફિલ્મ બની હતી. આ તમામના ટોપિક એક જેવા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો