ફિલ્મ રિવ્યૂ:ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે ‘ધ ગર્લ ઓન ટ્રેન’ ફિલ્મની મર્ડર મિસ્ટ્રી, ક્લાઈમેક્સ સુધી સ્ટોરી દર્શકોને પકડી રાખે છે

8 મહિનો પહેલાલેખક: અંકિતા તિવારી
  • કૉપી લિંક

રેટિંગ:4/5સ્ટાર
કાસ્ટ: પરિણીતિ ચોપરા, અદિતિ રાવ હૈદરી, અવિનાશ તિવારી, કીર્તિ કુલ્હારી
ડિરેક્ટર: રિભુ દાસગુપ્તા

સ્ટોરી
સ્ટોરી પરિણીતિથી શરૂ થાય છે. તે એક વકીલનાં રોલમાં છે. તેના પતિનાં રોલમાં અવિનાશ તિવારી છે. બંને તેમના જીવનમાં સુખી છે પરંતુ એક અકસ્માતમાં પ્રેગ્નન્ટ પરિણીતિ તેનું સંતાન ખોઈ દે છે. એ પછી તેને ભૂલવાની બિમારી એટલે કે ડિમેન્શિયા થાય છે.

પરિણીતિ ચોપરાની નવી ફિલ્મ ધ ગર્લ ઓન ટ્રેન 26 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. આ એક થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં તેની સાથે અદિતિ રાવ હૈદરી, અવિનાશ તિવારી અને કીર્તિ કુલ્હારી લીડ રોલમાં છે. ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે અને ટ્વિસ્ટથી દર્શકોને પકડીને રાખે છે.

તો બીજી તરફ અદિતિ રાવ હૈદરી છે, પરિણીતિ તેને એક પરફેક્ટ અને ખુશ વ્યક્તિ સમજે છે અને રોજ પોતાની ટ્રેનમાંથી જતી વખતે જોવે છે. એક દિવસે તેનું મર્ડર થઇ જાય છે અને તેની હત્યાના કેસમાં પરિણીતિ પર આરોપ આવે છે. એ પછી પરિણીતિ પુરાવા ભેગા કરવા લાગી જાય છે અને પોતાની ભૂલવાની બીમારી હોવા છતાં હકીકત સુધી પહોંચવા પ્રયત્ન કરે છે. ડિરેક્ટર રિભુ દાસગુપ્તાએ એકદમ સટીક ડિરેક્શન કર્યું છે. કીર્તિ કુલ્હારી એક સિખ કૉપના રોલમાં છે. તેનો લો મેકઅપ લુક એક્ટિંગ વધારે નિખારે છે. પરિણીતિ ઘણા ઇન્ટેન્સ રોલમાં છે. આ તેની પ્રથમ થ્રિલર ફિલ્મ છે અને આલ્કોહોલ સાથે ડિમેન્શિયાની બીમારીની જર્ની સારી દેખાડી છે.

આ ફિલ્મ થ્રિલર હોવાની સાથે તમને તમારી એજ પર રાખે છે. ફિલ્મમાં સ્ક્રીન પ્લે અને એડિટિંગ એટલું જોરદાર છે કે તેમાં રિયર કિલર વિશે અંદાજો લગાવવો દર્શકો માટે મુશ્કેલ છે. સોન્ગ વધારે ખાસ નથી, માત્ર એક સોન્ગ ‘મતલબી યારિયા’ ઘણું ઈમોશનલ છે અને આ સોન્ગથી સ્ટોરી આગળ વધે છે.

પરિણીતિની આ ફિલ્મ 2015માં લખેલી નવલકથા અને 2016માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ગર્લ ઓન ટ્રેન’નું હિન્દી એડપ્શન છે. થ્રિલર અને મિસ્ટ્રી ફિલ્મ પસંદ કરતા દર્શકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે. ક્લાઈમેક્સ સુધી ફિલ્મ તમને કન્ફ્યુઝ રાખશે.