‘આરઆરઆર’ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ, આવતા વર્ષે 8 માર્ચે ફિલ્મ રિલીઝ થશે

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 03:01 PM IST

બોલિવૂડ ડેસ્ક: ‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની આગામી ફિલ્મ ‘આરઆરઆર’નું મોશન પોસ્ટર અને લોગો રિલીઝ થયો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે. આ સાથે ફિલ્મની લીડ સ્ટારકાસ્ટમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ સામેલ છે. ફિલ્મના ઓફિશિયલ પેજ પર વીડિયો શેર કરી લખ્યું હતું કે, જ્યારે બે વિરુદ્ધ ફોર્સની તાકાત જેમ કે પાણી અને આગ સાથે આવે છે ત્યારે એનર્જીનો ભંડાર મળે છે.

આ ફિલ્મની રિલીઝ ડેટમાં ઘણા ફેરફાર થયા છે. પરંતુ આ પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ 8 માર્ચ, 2021 છે. 1920ના સમયમાં સેટ આ પિરિયડ ડ્રામા ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિળ સહિત ભારતની બીજી ભાષાઓમાં રિલીઝ થશે. 

સ્વતંત્ર સેનાનીઓની સ્ટોરી 
આ ફિલ્મ બે મહાન સ્વતંત્ર સેનાનીઓની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં અજય દેવગણનો કેમિયો છે. આલિયા ફિલ્મમાં રામચરણની ઓપોઝિટ કાસ્ટ થયેલ છે. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટની આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ સહિત ગુજરાતના ધર્મજમાં પણ થયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી