તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • The Makers' Difficulty Over Karthik Aryan's Replacement Increased, Leading The Rajkumar Rao Vicky Race; The Arrival Of Varun Tiger Will Increase The Budget

'દોસ્તાના 2'ની કાસ્ટિંગ:કાર્તિક આર્યનના રિપ્લેસમેન્ટને લઈને મેકર્સની મુશ્કેલી વધી, રાજકુમાર-વિકી રેસમાં સૌથી આગળ; વરુણ-ટાઈગરના આવવાથી બજેટ વધી જશે

3 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

ડાયરેક્ટર કરણ જોહરે કાર્તિક આર્યનને 'દોસ્તાના 2' માંથી બહાર કરી દીધો છે. જો કે, મેકર્સને હવે રિકાસ્ટિંગમાં ઘણી માથાકૂટ કરવી પડી રહી છે. કાર્તિક ભૂતકાળમાં ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. તેની ફિમેલ ફેન ફોલોઈંગ પણ સારી છે. તે હિસાબથી તેની જગ્યાએ તેના જેવો જ એક્ટર લાવવામાં ધર્મા પ્રોડક્શન્સને ઘણી મહેનત કરવી પડશે.

કાર્તિકની જગ્યાએ વિકીની એન્ટ્રી થઈ શકે છે
ટ્રેડ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દોસ્તાના જેવી ફ્રેન્ચાઇઝીમાં મેઈન લીડ એવો હોવો જોઈએ જેનો ક્રેઝ ફિમેલમાં વધારે હોય. તેમના માટે તે ડિઝાયરેબલ છે. રાજકુમાર રાવ પણ સારો એક્ટર છે. જો કે, ફિમેલ ઓડિયન્સમાં એટલો ડિઝાયરેબલ છે કે નહીં તે વિશે ધર્માના અધિકારીઓ ધ્યાન આપી રહ્યા છે. વિકી કૌશલની એક્ટિંગ રાજકુમાર રાવના ટક્કરની જ રહી છે. તે ઉપરાંત ફિમેલ ફેન બેઝ પણ છે. મનમર્ઝિયા ફિલ્મમાં તેની એક્ટિંગના કારણે ફીમેલ ફેન બેઝમાં ખાસો વધારો થયો છે. ધર્મા પ્રોડક્શન તેની ટેલેન્ટ પણ મેનેજ કરે છે. આવી સ્થિતિમાં 'દોસ્તાના 2'માં કાર્તિકની જગ્યાએ વિકી કૌશલની એન્ટ્રી થઈ શકે છે.

ટાઈગર, વરુણ અને સિદ્ધાર્થના નામ પર પણ મેકર્સ વિચાર કરી રહ્યા છે
ધર્મા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટાઈગર શ્રોફ અને વરુણ ધવન અથવા સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ પર પણ મેકર્સ વિચાર કરી રહ્યા છે. જો કે, અહીં ત્રણેયની રફ એન્ડ ટફ ઈમેજ નડી રહી છે. ટાઈગરને જનતા હાર્ડકોર એક્શન ફિલ્મોમાં પસંદ કરે છે. વરુણ ધવનના આવવાથી ફિલ્મનું બજેટ પણ હાઈ થઈ જશે. કંપનીને પહેલાથી જ 20 કરોડનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં વધારે બજેટ કંપનીને ભારે પડશે. સિદ્ધાર્થ મલ્હોત્રાને કરણ જોહર ચોક્સપણે કન્સીડર કરશે. જો કે, આ બધા પર ઓફિશિયલ સ્થિતિ વિશે કોઈ જાણકારી નથી. પરસ્થિતિ એ છે કે કંપનીને શક્ય તેટલી વહેલી તકે સ્ટારને બોર્ડ પર લાવવાનો છે. બીજી તરફ રિપ્લેસમેન્ટના મુદ્દે કાર્તિક આર્યન અને તેની ટીમ તરફથી કોઈ જવાબ નથી આવ્યો. તે આ મુદ્દે અત્યારે મગનું નામ મરી નથી પાડી રહ્યો. એ જોવાનું રસપ્રદ હશે કે ફાઈનલી આ મુદ્દે તે ક્યારે મૌન તોડે છે.