ન્યૂ ફિલ્મ અનાઉન્સમેન્ટ:'ધ કાશ્મીર ફાઇલ્સ' ફૅમ વિવેક અગ્નિહોત્રીએ નવી ફિલ્મ 'ધ વેક્સિન વૉર'ની જાહેરાત કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ વેક્સિન વૉર'ની જાહેરાત કરી છે. વિવેકની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 300 કરોડથી વધુની કમાણી કરી છે.

વિવેક અગ્નિહોત્રીએ સો.મીડિયામાં 'ધ વેક્સિન વૉર'ની જાહેરાત કરી હતી. વિવેકે કહ્યું હતું, 'તમે નહીં જાણતા હો તેવી યુદ્ધની વાર્તા આ ફિલ્મમાં જોવા મળશે. ભારતે આ યુદ્ધ લડ્યું અને પોતાના વિજ્ઞાન, સાહસ તથા મહાન ભારતીય મૂલ્યો સાથે જીત્યું.'

અગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષે 15 ઓગસ્ટના રોજ 11 ભાષામાં હિંદી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, બાંગ્લા, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, ઉર્દૂ તથા અસમીઝમાં રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ માટે આશીર્વાદ આપો. ડિરેક્ટરે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મને પલ્લવી જોષી, અભિષેક અગ્રવાલ પ્રોડ્યૂસ કરશે. પલ્લવી જોષીએ કહ્યું હતું કે આ ફિલ્મ ડૉક્ટર્સ તથા વૈજ્ઞાનિકોના અસીમ સમર્થન તથા સમર્પણ માટે ટ્રિબ્યૂટ છે.

હજી સુધી વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મના કલાકારોના નામની ઘોષાણ કરી નથી. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આ ફિલ્મમાં કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...