તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબ સિરીઝ રિવ્યૂ:'મહારાણી'માં અભણ તથા સાધારણ મહિલાની મુખ્યમંત્રી બનવા સુધીની સફર, હુમા કુરૈશીની અત્યાર સુધીની બેસ્ટ એક્ટિંગ

મુંબઈ2 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • રેટિંગઃ 3.5/5
  • સ્ટારકાસ્ટઃ હુમા કુરૈશી, સોહમ શાહ, અમિત સિયાલ, પ્રમોદ પાઠક, વિનીત કુમાર, અતુલ તિવારી, મોહમ્મદ હુસૈન, ઈનામુલ હક, સુનીલ પાંડે, હરીશ ખન્ના
  • ડિરેક્ટરઃ કરણ શર્મા
  • પ્રોડ્યૂસરઃ નરેન કુમાર
  • સંગીતઃ મંગેશ ધાકડે-રોહિત શર્મા

કોરોનાકાળમાં ડિજિટલ પ્લેટફોર્મની ઘણી જ ડિમાન્ડ છે. હાલમાં વેબ સિરીઝ 'મહારાની' રિલીઝ થઈ છે. આ સિરીઝમાં હુમા કુરૈશી, સોહમ શાહ તથા અમિત સિયાલ છે.

શું છે સિરીઝની વાર્તા
સિરીઝની વાર્તા રાની ભારતી પર આધારિત છે. રાની ભારતી બિહારના એક ગામડાની અભણ તથા સામાન્ય મહિલા છે. તે ગાય-ભેંસ, બકરી પાળીને જીવન ગુજારે છે. જીવનમાં એવો ટ્વિસ્ટ આવે છે કે તે મુખ્યમંત્રી બની જાય છે. તે પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન પશુપાલન કૌભાંડનો ઘટસ્ફોટ કરે છે. આ સિરીઝ લાલુ પ્રસાદ યાદવની પત્ની રબડી દેવી પર આધારિત હોય તેમ લાગે છે. જોકે, મેકર્સે આ સિરીઝને કાલ્પનિક ગણાવી છે.

કાસ્ટિંગ કેવું છે
કાસ્ટિંગની વાત કરીએ તો 12થી વધુ સ્ટાર્સે નાની-મોટી ભૂમિકા ભજવી છે. કાસ્ટિંગ પર્ફેક્ટ લાગે છે. રાજકીય ખટપટ, ભ્રષ્ટાચાર, ગુનાઓ, પોલીસના કામકાજની પદ્ધતિ અહીંયા ડિટેલ્સમાં બતાવવામાં આવી છે.

હુમા કુરૈશીની એક્ટિંગ કેવી છે
એક્ટિંગની વાત કરીએ તો જેમ જેમ સિરીઝ આગળ વધે છે તેમ તેમ હુમા પોતાના કેરેક્ટરમાં જે ગ્રોથ લાવે છે, તે લાજવાબ છે. આ સિરીઝમાં હુમાની અત્યાર સુધીની બેસ્ટ એક્ટિંગ છે, તેમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. પ્રમોદ પાઠક, મોહમ્મદ હુસૈન તથા વિનીત કુમારની એક્ટિંગ પણ સારી છે. રાજકારણમાં રસ ધરાવતા દર્શકોને આ સિરીઝ ચોક્કસથી પસંદ આવશે.

અન્ય સમાચારો પણ છે...