ફિલ્મમેકર લીના વિરુદ્ધ કેસ:દિલ્હી પોલીસના IFSO યુનિટે કેસ કર્યો, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર લીના મણિમેકલાઈ વિરુદ્ધ દિલ્હી તથા ઉત્તર પ્રદેશમાં કેસ કરવામાં આવ્યો છે. લીનાની ઉપર દિલ્હી પોલીસના IFSO યુનિટે કેસ કર્યો છે. લીના પર ડોક્યુમેન્ટરી 'કાલી'ના પોસ્ટરથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ છે. પોલીસે લીના પર 153A, 295A હેઠળ કેસ કર્યો છે. લીનાની ડોક્યુમેન્ટરી 'કાલી'ના પોસ્ટરમાં મહાકાળી બનેલી એક્ટ્રેસ સિગારેટ પીવે છે. પોસ્ટરમાં એક હાથમાં ત્રિશૂલ તથા બીજા હાથમાં LGBTQનો ઝંડો છે. આ જ કારણે વિવાદ થયો છે.

ઇન્ડિયન હાઇ કમિશન કેનેડા એક્શનમાં
હાઇ કમિશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમણે કેનેડામાં આ ફિલ્મ વિરુદ્ધ હિંદુ કમ્યુનિટીના લીડર્સ તરફથી ફરિયાદ મળી છે. ફરિયાદમાં લોકોએ આ હિંદુ દેવીનું અપમાન હોવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ટોરન્ટોમાં આગા ખાન મ્યૂઝિયમમાં 'અંડર ધ ટેન્ટ' પ્રોજેક્ટ હેઠળ બતાવવામાં આવી છે.

ઓર્ગેનાઇઝેશન વિરુદ્ધ પગલાં લેવાની માગણી
પોસ્ટર વિરુદ્ધ અનેક હિંદુ ગ્રુપ્સ અથૉરિટી પાસે ગયા હતા અને ઓર્ગેનાઇઝર્સ વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી છે.

લીનાએ કહ્યું, હું ડરતી નથી
લીનાએ કહ્યું હતું, 'મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. જે નિડર થીને બોલે છે, તેમના માટે હું હંમેશાં અવાજ ઊઠાવીશ. જો તેની કિંમત મારું જીવન છે તો હું તે પણ આપીશ.' લીનાએ કહ્યું હતું કે તેની આ ફિલ્મ ટોરન્ટોના આગા ખાન મ્યૂઝિયમમાં થયેલી ઇવેન્ટ 'રિધમ ઑફ કેનેડા'નો એક પાર્ટ છે. લીનાનો વિરોધ થતાં તેણે સો.મીડિયા અકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું. લીનાએ તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ ફિલ્મ એક એવી ઘટના પરથી છે, જેમાં એક સાંજે કાળી પ્રગટ થાય છે અને ટોરન્ટોના રસ્તા પર ફરવા લાગે છે. જો તમે ફિલ્મ જોશો તો તમે મને અરેસ્ટ કરવાવાળા હેશટૅગને બદલે મને પ્રેમ કરનારા હેશટૅગ કરશો.'

નુસરત જહાંએ કહ્યું, ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચાડી શકાય
બંગાળી એક્ટ્રેસ તથા સાંસદ નુસરતે તાજેતરમાં જ એક ઇવેન્ટમાં 'કાલી'ના પોસ્ટર વિવાદ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું કહીશ કે ધર્મને વચ્ચે ના લાવો. આ બાબતને વેચવા લાયક ના બનાવો. આ ઘણું જ સરળ છે કે આપણે ડ્રોઇંગ રૂમમાં બેસીને મસાલેદાર સ્ટોરી જોઈએ છીએ, પરંતુ તમે મારો અભિપ્રાય પૂછતા હો તો હું હંમેશાં એમ જ કહીશ કે મેં ક્રિએટિવિટીને હંમેશાંથી અલગ સપોર્ટ કર્યો છે. વ્યક્તિત્વને અલગથી સપોર્ટ કર્યો છે. હું હંમેશાંથી માનું છું કે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી શકાય નહીં.

વધુમાં નુસરતે કહ્યું હતું, 'હું કોઈની ધાર્મિક લાગણીને દુભાવી શકું નહીં, કારણ કે હું મારો ધર્મ મારી રીતે ફોલો કરું છું અને તમે તમારી રીતે. તમને અને મને તે કરવાનો હક છે, પરંતુ ક્રિએટિવિટી જો તમે કંઈક કરો છો તો તેની જવાબદારી તમારી છે. હું એમ નથી કહેતી કે આ સાચું છે કે ખોટું, કારણ કે એ તમને જ ખબર છે. હું માત્ર એટલું જ કહીશ કે હું ક્રિએટિવિટી તથા ધર્મને અલગ રાખું છું.'

કોણ છે લીના?

લીનાનો જન્મ તમિળનાડુના મદુરાઈમાં થયો છે. તે ફિલ્મ બનાવવા ઉપરાંત કવિતા લખે છે અને એક્ટિંગ કરે છે. તેણે મોટાભાગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. લીનાએ થોડાં સમય સુધી મેનસ્ટ્રીમ સિનેમામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેની પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મહાત્મા' હતી. લીનાએ દલિતો, મહિલાઓ, ગ્રામીણ તથા LGBTQ સમુદાયની સમસ્યાઓ પર શોર્ટ ફિલ્મ બનાવી છે. લીના પોતાને બાયોસેક્સ્યુઅલ ગણાવે છે. એક્ટર તરીકે લીનાએ 'ચેલ્લમ્મા', 'લવ લોસ્ટ', 'ધ વ્હાઇટ કેટ' તથા 'સેનગડલ ધ ડેડ સી'માં કામ કર્યું છે.