રાજકુમાર રાવ તથા પત્રલેખાના લગ્ન ચંદીગઢની હોટલ ધ ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં થયા છે. હાલમાં જ રાજકુમાર રાવ તથા પત્રલેખાની સગાઈ આ હોટલમાં થઈ હતી. આ હોટલમાં સૌથી મોંઘા રૂમનું એક રાતનું ભાડું 6 લાખ રૂપિયા છે, જ્યારે સૌથી સસ્તો રૂમ 41 હજારમાં છે.
ફોરેસ્ટ રેન્જમાં હોટલ છે
ઓબેરોય સુખવિલાસ સ્પા હિમાલયની તળેટીમાં સિસ્વાન ફોરેસ્ટ રેન્જમાં આવેલી છે. હોટલમાં પ્રાઇવેટ પુલ, આયુર્વેદિક-હેલ્થ પ્રોગ્રામ, સિઝનલ ક્યૂઝન તથા રિસોર્ટની આસપાસમાં આવેલા જંગલમાં વિવિધ એક્ટિવિટી થાય છે.
હોટલમાં પાંચ પ્રકારના રૂમ
આ હોટલમાં પાંચ પ્રકારના રૂમ છે, જેમાં સૌથી સસ્તા પ્રીમિયર રૂમ છે. આ રૂમનું એક રાતનું ભાડું 41 હજાર રૂપિયા છે. ત્યારબાદ રોયલ ફોરેસ્ટ ટેન્ટ વિથ ગાર્ડનનું ભાડું 51 હજાર રૂપિયા છે. રોયલ ફોરેસ્ટ ટેન્ટ વિથ પ્રાઇવેટ પૂલનું ભાડું 78 હજાર રૂપિયા છે. જ્યારે લક્ઝરી વિલા વિથ પ્રાઈવેટ પૂલમાં રહેવું હોય તો એક રાતના 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે. સૌથી મોંઘો કોહિનૂર વિલા છે અને તેની કિંમત 6 લાખ રૂપિયા છે.
તસવીરોમાં જુઓ ધ ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટ....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.