જ્યારથી ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' રિલીઝ થઈ છે ત્યારથી અદા શર્મા નફરત ભરેલી ટિપ્પણીઓ અને ટ્રોલિંગનો સામનો કરી રહી છે. જો કે, આ બધાની વચ્ચે ફિલ્મે માત્ર 18 દિવસમાં બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હવે તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે, એક ઇન્સ્ટાગ્રામ હેકરે અદાનો વ્યક્તિગત નંબર અને અન્ય કેટલીક વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદ બાદ આ હેકરનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું
રિપોર્ટ્સ અનુસાર, 'jhamunda_bolte' નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીનો પર્સનલ નંબર લીક કર્યો હતો. યુઝરે એક્ટ્રેસનો નવો નંબર લીક કરવાની ધમકી પણ આપી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે હેકરના એકાઉન્ટ વિશે જાણ કરી. ત્યારબાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ બાદ આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
અભિનેત્રીએ કોઈ નિવેદન આપ્યું નથી
આ સમગ્ર મામલે અભિનેત્રીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. 'ધ કેરલ સ્ટોરી' રિલીઝ થઈ ત્યારથી અદા નફરતની ટિપ્પણીઓનો શિકાર બની છે. આ પહેલા ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેનને પણ ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે. જો કે, તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.
સફળતા માટે ચાહકોને ધન્યવાદ કહ્યું
આ પહેલા અદાએ તેની ફિલ્મની સફળતા માટે તેના ચાહકોનો આભાર માન્યો હતો. અદાએ લખ્યું, 'જીવનમાં સારી વસ્તુઓ અચાનક થાય છે કારણ કે ત્યાં કોઈ અપેક્ષા નથી. આ ફિલ્મને સફળ બનાવવા માટે હું દર્શકોનો આભાર માનું છું. આ ફિલ્મ બનાવવા માટે તેના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને દિગ્દર્શક સુદીપ્તો સેન સહિત સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.