નવાઝુદ્દીનની પૂર્વ પત્ની ફરી એકવાર વિવાદમાં:મિત્રએ પૈસા પરત ન આપવાનો આરોપ લગાવ્યો, ચાર વર્ષ પહેલાં 50 લાખ ઉછીના લીધા હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પૂર્વ પત્ની આલિયા સિદ્દીકી છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં રહે છે. બંને એકબીજા પર આરોપ લગાવતા રહે છે. થોડા સમય પહેલાં આલિયા સિદ્દીકીએ પોતાના પૂર્વ પતિ નવાઝુદ્દીન સિદ્દીકી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે તે ખુદ એક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એક સમયે તેનો નજીકનો મિત્ર રહેલો મંજુ ગઢવાલે આલિયાને પૈસાની લેવડ-દેવડના કેસમાં કોર્ટમાં લઇ ગયો છે.

મંજુએ આલિયા પર આરોપ લગાવ્યો હતો કે, આલિયાએ તેના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખથી વધુની રકમ ઉછીના પેટે લીધી હતી. પરંતુ જે હજુ સુધી તે ચૂકવી શકી નથી. તો બીજી તરફ આલિયાના વકીલે કહ્યું હતું કે, આ સમયે આલિયાની હાલત સારી નથી પરંતુ તે આ પૈસા જલ્દી જ પરત કરી દેશે.

મંજુ ગઢવાલ સાથે આલિયા
મંજુ ગઢવાલ સાથે આલિયા

ફિલ્મ બનાવવા માટે 50 લાખ લીધા હતા પરંતુ હજુ સુધી નથી ચૂકવ્યા
સાની લેવડદેવડનો આ મામલો આમ તો ચાર વર્ષ જૂનો છે. મંજૂ ગઢવાલે આલિયા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા આલિયાએ મારા માતા-પિતા પાસેથી 50 લાખથી વધુ રૂપિયા ઉછીના લીધા હતા.

તે પૈસા કોઈ ફિલ્મના નિર્માણ માટે ઇચ્છતી હતી. આ પૈસા પૈકી કેટલાક પૈસા પરત કર્યા છે, પરંતુ આજે પણ આલિયાએ મને 27.5 લાખ રૂપિયાથી વધુ રૂપિયા આપવાના બાકી છે. આ સાથે જ તે ફિલ્મના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસરને પણ તેને 7 લાખ રૂપિયા આપવાના છે.

મંજુએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે ફિલ્મ રિલીઝ પહેલાં આલિયાએ એક ચેક આપ્યો હતો, પરંતુ બાઉન્સ થયો હતો. આખરે મનસે પાર્ટીના પ્રમુખ શાલિની ઠાકરે સાથે બેઠક યોજાઈ હતી.

આ મિટિંગમાં આલિયા અને તેના વકીલ રિઝવાન સિદ્દીકી પણ ત્યાં હાજર હતા. 14 ફેબ્રુઆરી, 2023 સુધીમાં આલિયા પૈસા પરત કરી દેશે એવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે માર્ચ મહિનો પણ પૂરો થવા આવ્યો છે, પરંતુ મારા માતા-પિતાના પૈસા આવવાના બાકી છે. આ કેસ હવે કોર્ટમાં છે. મેં તેમને ડિમાન્ડ નોટિસ મોકલી છે. '

આલિયાના વકીલે વળતો જવાબ આપતા કહ્યું કે, સ્થિતિ બરાબર થશે એટલા પૈસા પરત આપી દેશે
આ તરફ આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે 'મારા ક્લાયન્ટને રકમ ચૂકવવાની છે, તે રકમ ચુકવવાની ના નથી પાડી રહી. કારણ કે આલિયા પોતે આજકાલ સંકટમાંથી પસાર થઇ રહી છે. આ સ્થિતિમાં સમય લાગી રહ્યો છે. પરંતુ મંજુ ગઢવાલને પૈસા પાછા ન આપવાની કોઈ વાત જ નથી.'

આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીના જણાવ્યા મુજબ આર્થિક પરિસ્થિતિ સુધરતાં જ આલિયા તમામ નાણાં પરત કરી દેશે.
આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીના જણાવ્યા મુજબ આર્થિક પરિસ્થિતિ સુધરતાં જ આલિયા તમામ નાણાં પરત કરી દેશે.

આલિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવાઝ જાણીજોઈને મને અને મારાં બાળકોને હેરાન-પરેશાન કરી રહ્યો છે, જેથી તે બાળકોની કસ્ટડી મેળવી શકે. આલિયાએ કહ્યું, 'નવાઝ ઘણો પડી ગયો છે. જે વ્યક્તિ ફિલ્મોમાં જે પ્રકારના રોલ ભજવે છે તે વાસ્તવિક જીવનમાં પણ એવું જ કરે છે.

થોડા દિવસ પહેલાં રાત્રે જ્યારે નવાઝે મને બેઘર કરી ત્યારે હું મારી ભત્રીજી સાથે રહી હતી, જે પોતે મુંબઈમાં તેના ભાઈ સાથે સંઘર્ષ કરી રહી છે. તે કોસ્ચ્યૂમ વિભાગમાં છે, તેથી અમે પાંચ જણ તેના એક રૂમમાં રહીએ છીએ. બાકી હું અને મારાં બાળકોને અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવા માટે હું લોકોની મદદ માગી રહી છું.