તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • The First Song Of The Film 'Haseena Pagal Deewani' Released From 'Indu Ki Jawani', Kiara's Tremendous Dance In The Remix Of Mika Singh's 22 Year Old Song 'Sawan Mein Lag Gayi Aag'

ન્યૂ સોંગ:‘ઇન્દુ કી જવાની’ ફિલ્મનું પ્રથમ સોંગ ‘હસીના પાગલ દીવાની’ રિલીઝ, મીકા સિંહના 22 વર્ષ જૂના સોંગ ‘સાવન મેં લગ ગઈ આગ’નું રીમિક્સ યુઝર્સને ના ગમ્યું

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિઆરા અડવાણી સ્ટારર ‘ઇન્દુ કી જવાની’ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઇન્દુ ગુપ્તા બનેલી કિઆરા ગાઝિયાબાદની યુવતીનો રોલ પ્લે કરવાની છે. મેકર્સે ફિલ્મનું પ્રથમ સોંગ ‘હસીના પાગલ દીવાની’ રિલીઝ કર્યું છે. આ સોંગ મીકા સિંહના 22 વર્ષ જૂના બ્લોકબસ્ટર સોંગ સાવન મેં લગ ગઈ આગનું રીમિક્સ છે જેમાં કિઆરાનો ધમાકેદાર ડાન્સ દેખાઈ રહ્યો છે.

કિઆરાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી સોંગ રિલીઝની જાણકારી આપી છે. એક્ટ્રેસની સાથે આદિત્ય સીલ પણ દેખાઈ રહ્યો છે. તે પણ ફિલ્મમાં લીડ રોલમાં છે.

રીમિક્સ સોંગ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સામાં બોલિવૂડમાં વારંવાર જૂના સોંગના રીમિક્સ રિલીઝ કરવામાં આવે છે. મસક્કલી 2.0 વિવાદમાં આવ્યા પછી દરેક રીમિક્સની આ જ હાલત છે. ‘ઇન્દુ કી જવાની’ ફિલ્મના સોંગમાં ટાઈટલ ભલે ‘હસીના પાગલ દીવાની’ હોય પણ તેમાં લિરિક્સ તો મીકા સિંહના જૂના ગીતની જ છે. યુઝર આ ગીત પર તેમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ સોંગનું નામ ‘સાવન મેં લગ ગઈ આગ 2.0’ કેમ ના રાખ્યું? પહેલાં સોંગ માત્ર રીક્રિએટ, રીમિક્સ અને 2.0 થતા હતા હવે માત્ર તેના નામ બદલવામાં આવે છે.

આ સોંગ મીકા સિંહ અને અનીસ કૌરે ગાયું છે. લિરિક્સનો ક્રેડિટ શબ્બીર અહમદને આપ્યો છે પણ 22 વર્ષ પહેલાં મીકા સિંહે જ આ સોંગ લખ્યું હતું. કિઆરા અડવાણી, આદિત્ય સીલ અને મલ્લિકા દુઆ સ્ટારર ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ 5 જૂને રિલીઝ થવાની હતી પણ કોરોનાને લીધે પોસ્ટપોન થયું. હાલ રિલીઝને લઈને મેકર્સે કોઈ ચોખવટ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...