તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિ.પર્ફેક્શનિસ્ટના ડિવોર્સ:અલગ થયા બાદ આમિર ખાન-કિરણ રાવની પહેલી તસવીર, 'લાલ સિંહ ચઢ્ઢા'ના સેટ પર કૂલ લુકમાં જોવા મળ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 જુલાઈના રોજ આમિર-કિરણે અલગ થયાની જાહેરાત કરી હતી

આમિર ખાન તથા કિરણ રાવ અલગ થયા બાદ પણ સાથે કામ કરી રહ્યાં છે. એક્ટર નાગાર્જુન અક્કિનેનીનો દીકરો ચૈતન્ય 'લાલ સિંહ ચઢ્ઢા'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. ચૈતન્યે હાલમાં જ ફિલ્મના સેટની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં આમિર ખાન તથા કિરણ રાવ એકદમ કૂલ અંદાજમાં જોવા મળે છે.

ચૈતન્યે શૅર કરેલી તસવીર
ચૈતન્યે તસવીર શૅર કરીને કહ્યું હતું, આભારી.

ચૈતન્યે શૅર કરેલી તસવીરમાં આમિર-કિરણ એકદમ ખુશખુશાલ જોવા મળ્યા
ચૈતન્યે શૅર કરેલી તસવીરમાં આમિર-કિરણ એકદમ ખુશખુશાલ જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે ડિવોર્સની જાહેરાત બાદ આમિર ખાન તથા કિરણ રાવની આ પહેલી તસવીર છે. બંનેએ 3 જુલાઈના રોજ એકબીજાથી અલગ થયાની જાહેરાત કરી હતી. આમિર તથા કિરણ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે.

ડિવોર્સ બાદ વીડિયો શૅર કર્યો હતો
આ વીડિયો ક્લિપમાં આમિર તથા કિરણ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આમિરે કહ્યું હતું, 'તમને ઘણું જ દુઃખ થયું હશે, શૉક લાગ્યો હશે, પરંતુ અમે તમને કહેવા માગીએ છીએ કે અમે બંને એક જ પરિવાર છીએ. અમારા સંબંધોમાં ચેન્જ આવ્યો છે, પરંતુ અમે લોકો એકબીજાની સાથે જ છીએ. આથી જ તમે એવું ક્યારેય ના વિચારશો. પાની ફાઉન્ડેશન અમારા માટે આઝાદ (આમિર-કિરણનો દીકરો)ની જેમ છે. જે રીતે અમારું બાળક છે, તે જ રીતે પાની ફાઉન્ડેશન છે. અમે લોકો એક પરિવારની જેમ જ રહીશું. તમે લોકો અમારા માટે દુઆ કરો કે અમે ખુશ રહીએ. બસ આટલું જ કહેવું હતું.'

2005માં આમિર-કિરણના લગ્ન
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં પણ દેખાય છે. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે. 2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. સરોગસીથી દીકરા આઝાદનો જન્મ થયો હતો.