કૌન બનેગા કરોડપતિ 13:ઓગસ્ટ મહિનામાં શોનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થશે, ફોર્મેટમાં કોઈ ફેરફાર નહીં

એક વર્ષ પહેલા
  • 'કૌન બનેગા કરોડપતિ' ટૂંક સમયમાં પોતાની સિઝન 13નીસાથે નાનાં પડદે જોવા મળશે
  • 'KBC' 20 વર્ષ પહેલા 2000માં લોન્ચ થયો હતો

પોપ્યુલર રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' ટૂંક સમયમાં પોતાની સિઝન 13નીસાથે નાનાં પડદે જોવા મળશે. એક વખત ફરીથી આ શોને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરતા જોવા મળશે. સૂત્રોના અનુસાર, આ સિઝનનો પહેલો એપિસોડ ઓગસ્ટ 2021માં ટેલિકાસ્ટ થશે.

અમિતાભ બચ્ચન પોતાના ઘરે જ કેમ્પેન શૂટ કરશે
શો સાથે સંબંધિત નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શોની રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. શોના કન્ટેસ્ટન્ટ જેમને રજિસ્ટ્રેશન માટે સાચા જવાબ આપ્યા, તેમને હવે અમુક રિઝર્વેશન ક્રાઇટેરિયાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ટીમ મેમ્બર્સ હવે તેમના આગામી સ્ટેપ પર ફોકસ કરી રહ્યા છે જેમ કે એન્ટ્રી માટે ઈન્ટરવ્યુ, લુક ટેસ્ટ વગેરે. તે ઉપરાંત શોના કેમ્પેઈનની તૈયારી પણ ચાલી રહી છે. ગત સિઝનની જેમ આ સિઝનનમાં પણ અમિતાભ બચ્ચન પોતાના ઘરે જ કેમ્પેન શૂટિંગ કરશે જેને નિતેશ તિવારી ડાયરેક્ટ કરશે. શરૂઆતના પ્લાન પ્રમાણે, મેકર્સ તેને ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં લોન્ચ કરવા માગે છે.

ફોર્મેટમાં વધારે ફેરફાર નથી કરવામાં આવ્યો
'KBC 13'ના ફોર્મેટની વાત કરીએ તો ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં ઓડિયન્સને વધારે ફેરફાર જોવા નહીં મળે. કોરોનામહામારીને ધ્યાનમાં રાખીને શોમાં પ્રેક્ષકો નહીં હોય. આ સિઝનમાં પણ ઓડિયન્સ પોલની જગ્યાએ 'વીડિયો અ ફ્રેન્ડ લાઈફલાઈન'નો ઉપયોગ કરવામાં આવશે. 15 સવાલનો યોગ્ય જવાબ આપ્યા બાદ કન્ટેસ્ટન્ટ 7 કરોડની રકમ જીતી શકે છે.

20 વર્ષ પહેલાં આ શો શરૂ થયો હતો
'KBC' 20 વર્ષ પહેલાં 2000માં લોન્ચ થયો હતો. આ શોએ દર્શનો સાથે તરત કનેક્શન બનાવી લીધું હતું. ત્રીજી સિઝન સિવાય બધી સિઝન અમિતાભ બચ્ચને જ હોસ્ટ કરી છે. આ શોની TRP હંમેશાં ટોપ પર રહી છે.