તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધવનનો શો પાંચ દિવસના શૂટિંગ બાદ બંધ:ફાઈનાન્સરે હોટલનો ખર્ચ પણ ના આપ્યો, શૂટિંગ અધવચ્ચે છોડીને ટીમ દુબઈથી ભારત પરત ફરી

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

એક મહિના પહેલા આર માધવન તથા ગૌરાંગ દોષી વેબ શો 'સેવન્થ સેન્સ'ના શૂટિંગ માટે દુબઈ ગયા હતા. ક્વૉરન્ટીન બાદ ટીમે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પછી થોડાં જ દિવસ બાદ શૂટિંગ બંધ કરી દેવું પડ્યું હતું. કહેવાય છે કે શોના મુખ્ય ફાઈનાન્સર સોહેલ મોહમ્મદ અલ ઝરૂની આ પ્રોજેક્ટમાંથી ખસી ગયા છે. શૂટિંગથી લઈ કલાકારો જે હોટલમાં રોકાયા હતાં તે તથા તમામ ખર્ચા ચૂકવવાની તેમણે ના પાડી દીધી છે. આ જ કારણે માત્ર પાંચ દિવસના શૂટિંગ બાદ તમામ કલાકારો ભારત પરત ફર્યા હતા.

ક્રિએટિવ ડિફરન્સને કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કર્યું
પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે, ફાઈનાન્સર તથા ગૌરાંગ દોષી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હતા. આ જ કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. માધવન હાલમાં દુબઈમાં છે, કારણ કે તેનો પરિવાર ત્યાં છે. તેનો દીકરો અહીંયા અભ્યાસ કરે છે.

વધુમાં કલાકારો તથા કાસ્ટ-ક્રૂને એમ કહીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા કે અહીંયા પૈસાની વ્યવસ્થા થઈ જશે. મોટાભાગના એક્ટર્સને સાઈનિંગ અમાઉન્ટની 20 ટકા રકમ અથવા ટોકન મની આપીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા. જોકે, અહીંયા આવ્યા બાદ કંઈક અલગ જ હકીકત સામે આવી હતી.

બીજા ફાઈનાન્સર્સને શોધવામાં આવી રહ્યા છે
દિવ્ય ભાસ્કરે શોના એક્ટર રોહિત રોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'શૂટિંગ કેમ બંધ થયું, તેની પાછળનું સાચું કારણ અમને ખબર નથી. ગૌરાંગ દોષીએ પોતાની રીતે કામ ચાલુ રાખવાના પ્રયાસ કર્યા હતા. 7-8 દિવસ શૂટિંગ કરવામાં આવ્યું હતું. મને ખ્યાલ છે કે ગૌરાંગ બીજીવાર શૂટિંગ ચાલુ થાય તે માટે પૂરા પ્રયાસો કરી રહ્યો છે.'

'આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમારા બધાની જવાબદારી છે કે અમે ગૌરાંગની સાથે ઊભા રહીએ. મોટા પ્રોજેક્ટ્સમાં આવું ક્યારેક થતું હોય છે. અહીંયા લગભગ 17-18 કલાકારો હતા. ગૌરાંગે બધાને પૈસા આપ્યા હશે. હકીકત એ પણ છે કે બીજા ફાઈનાન્સર્સને ઓન બોર્ડ લાવવામાં આવશે. નવેમ્બર કે ડિસેમ્બરમાં ફરીથી વેબ શોનું શૂટિંગ શરૂ થવું જોઈએ.

દિવ્યેન્દુ 25 દિવસ હોટલમાં રહ્યો અને પછી શૂટિંગ કર્યા વગર પરત ફર્યો
શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય દુબઈની હોટલમાં 25 દિવસ રહ્યો અને એક પણ દિવસ શૂટિંગ કર્યા વગર ભારત પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું, 'હું લાંબા સમયથી મારા હિસ્સાના શૂટિંગની રાહ જોતો હતો. મારું કામ શરૂ થવામાં મોડું થયું અને પછી ફેમિલી ઈમરજન્સી આવી ગઈ. બીજા શોને ડેટ્સ આપી દીધી છે. આથી ભારત આવી ગયો. હવે ખબર પડી કે શૂટિંગ થતું નથી.'

'મોટાભાગના કલાકારો સાથે કોન્ટ્રાક્ટ સાઈન થઈ ચૂક્યો છે. જોકે, મને સાઈનિંગ અમાન્ટ પણ મળી નથી. અલબત્ત, ઈન્ડસ્ટ્રીમાં તો આવું ચાલતુ રહે. અનેકવાર પ્રોડ્યૂસર્સ વિશ્વાસ મૂકવાનો હોય છે. અમને ગૌરાંગ દોષી પર વિશ્વાસ છે કે તે ફાઈનાન્સ ભેગું કરી લેશે. આશા છે કે નવા ફાઈનાન્સર આવશે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો