'સિર્ફ એક બંદા કાફી હૈ' ફિલ્મ રિવ્યૂ:મનોજ બાજપેયીનો ધારદાર અભિનય, સાથે લેખન અને દિગ્દર્શનના અદ્ભૂત સંયોજનથી ચમકે છે આ ફિલ્મ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' 23મી મેના રોજ ZEE5 પર રિલીઝ થઈ છે. આ એક કોર્ટરૂમ ડ્રામા છે જે આસારામ બાપુ સામે 2013ના રેપ કેસ પર આધારિત છે. મનોજ બાજપેયી આ ફિલ્મમાં આસારામ બાપુ સામે કેસ લડી રહેલા વકીલ પીસી સોલંકીના રોલમાં છે.

આ ફિલ્મની રિલીઝની સાથે આ ફિલ્મનો રિવ્યૂ વાંચો.

ફિલ્મની વાર્તા કેવી છે?
આ ફિલ્મ પી.સી. સોલંકી જે જોધપુરના એક નાના શહેરનો વતની અને એક નમ્ર વકીલ અને એક સગીર છોકરીએ બતાવેલી અસાધારણ હિંમતના પરિણામની વાર્તા વર્ણવે છે,જેણે એક શક્તિશાળી ધર્મગુરુ સામે અવાજ ઉઠાવ્યો હતો.

ધર્મગુરુ પર એક સગીર છોકરીનું યૌન શોષણ કરવાનો આરોપ છે. પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રીથી લઈને દેશના નામાંકિત વકીલો ધર્મગુરુને બચાવવા માટે કાયદાના મેદાનમાં ઉતર્યા છે. કેસ સાથે સંબંધિત ચાર મહત્ત્વના સાક્ષીઓની હત્યા કરી નાખવામાં આવે છે, તેમ છતાં વકીલ પી.સી. સોલંકી અને સગીર છોકરી કેસમાંથી પીછેહઠ કરતા નથી. આ રીતે આ કોર્ટરૂમ ડ્રામામાં ઘણી પ્રેરક વાર્તાઓ પણ સમાંતર ચાલે છે.

ફિલ્મ ખૂબ જ ઝડપથી મુદ્દા પર આવે છે. વર્ષ 2013 માં, એક સગીર છોકરીએ તેના ધર્મગુરુ બાબા વિરુદ્ધ દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી, જેને તે ભગવાન માનતી હતી. બાબા પાર કલમ 342, 370/4, 120B, 506, 354 A, કલમ 376 D કલમ 376 -2 -F, 509 IPC, 5G/6 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO), Section 7/8 23 જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

છોકરીનો કેસ લડનાર પ્રથમ ફરિયાદી પોતાનું નિવેદન ફરેવી નાખે છે. પછી પ્રામાણિક અને શિવભક્ત વકીલ પી.સી. સોલંકીની એન્ટ્રી થાય છે અને તે કેસને કેવી રીતે વળાંક આપે છે, ફિલ્મ આ વિશે છે.

ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
આ ફિલ્મની તાકાત તેનું લેખન અને દિગ્દર્શન છે. આ કોર્ટરૂમ ડ્રામા દીપક કિંગરાનીએ લખ્યો છે. અપૂર્વ સિંહ કાર્કી નિર્દેશક છે. તેણે જાતીય શોષણનો ભોગ બનેલી સગીર છોકરીનો કેસ લડી રહેલા પી.સી.સોલંકી પર તેનું તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પી.સી સોલંકી તરીકે મનોજ બાજપેયી જેવા અદ્ભુત કલાકારો મળ્યા છે, જેમણે પીસી સોલંકીના પાત્રને જીવંત કર્યું છે.

લેખક અને દિગ્દર્શકે ન તો વકીલ પી.સી. સોલંકીને સુપરહીરો પ્રકારનો વકીલ બનાવ્યો છે અને ન તો શક્તિશાળી ધર્મગુરુ બાબાની સાઈડ એકદમ અવિનાશી તરીકે દર્શાવી છે, જે જ્યારે ઇચ્છે ત્યારે કાયદાને ફેરવીને મનમાની કરે.

જોકે, આ ફિલ્મ જેના પર આધારિત છે તેની સુનાવણીમાં 5 વર્ષનો સમય લાગ્યો હતો. અલબત્ત, લેખકો અને દિગ્દર્શકો આટલા લાંબા સમયનો અહેસાસ કરાવવાનું થોડું ચૂકી ગયા છે.

ધાર્મિક નેતા માટે લડી રહેલા દેશના જાણીતા વકીલે પણ મજબૂત તર્કનો અભાવ દર્શાવ્યો છે. આ કદાચ શક્ય છે કારણ કે વાસ્તવિક કેસમાં પણ આવું જ બન્યું હતું. અથવા વકીલ પી.સી. સોલંકીએ પોસ્કો સંબંધિત કેસોમાં નિપુણતા મેળવી છે અને દેશના નામાંકિત વકીલો પોસ્કોની જીણવટ ભરેલી વાતમાં સોલંકીને હરાવી શક્યા નથી.

કલાકારોનો અભિનય કેવો છે?
આવા હાઈપ્રોફાઈલ કેસોમાં નાના વિસ્તારના સામાન્ય વકીલ અને તેની આસપાસના લોકોને શું ડર હોઈ શકે, તે ઈમાનદારીથી જણાવામાં આવ્યું છે. મનોજ બાજપેયીએ ડરને અસરકારક રીતે દર્શાવ્યો છે.

ધર્મગુરુ પર ધર્મના નામે ધંધો ચલાવવાનો આરોપ છે, પરંતુ સોલંકી શિવભક્ત છે અને ધાર્મિક છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં શિવ જ તેમનો એકમાત્ર સહારો છે. આ બધું ફિલ્મ અને કલાકારોના કામને શ્રેય આપે છે. પરંતુ ધાર્મિક નેતાઓના વકીલોમાં વિપિન શર્માથી લઈને અન્ય મહાન કલાકારો પણ ઘણા બધા છે. પરંતુ તે મજબૂત દલીલો તેમના તરફથી આવી નથી. અહી ફિલ્મ આ મોરચે ખોવાઈ જાય છે.

બેશક, ધાર્મિકગુરુની ભૂમિકામાં સૂર્ય મોહન કુલશ્રેષ્ઠ અને સગીર પીડિત કલાકાર તેમની ભૂમિકામાં શિસ્તબદ્ધ રહ્યા છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર અને મનોજ બાજપેયીની ક્લોઝિંગ સ્પીચ ફિલ્મના ઉચ્ચ મુદ્દા છે. તે દ્રશ્યમાં ખરેખર તમારાં રુંવાડાં ઊભા થઇ જાય છે.

ફિલ્મ જોવી કે નહી?
આ ફિલ્મ જે મુદ્દાઓની આસપાસ ફરે છે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જે ધર્મગુરુ બાબા જેના પર આધારિત છે તે વર્ષો સુધી જેલમાં રહ્યા, પરંતુ આજે પણ ઘણા નવા ધાર્મિક ગુરુ આવ્યા છે, જેમને જનતા અને રાજકારણીઓ ફરીથી ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. તો 'શું એક બંદા કાફી હૈ 'જેવી ફિલ્મો નકલી ધાર્મિક નેતાઓ પર થોડી લગામ લગાવી શકશે, તે જોવું રસપ્રદ રહેશે. ભાસ્કર તરફથી, અમે ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' ને 5 માંથી 4 રેટિંગ આપી રહ્યાં છીએ.