ભાસ્કર ઇન્ટરવ્યૂ:સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'શેરશાહ' OTT પર રિલીઝ થશે, નિર્માતા શબ્બીર બોક્સવાલાએ કહ્યું- અમે એક વર્ષથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છીએ

4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • સૂત્રોના અનુસાર, મેકર્સ ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસની નજીક એમેઝોન પ્રાઈમ પર ફિલ્મનું રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે
  • ફિલ્મની રિલીઝ અંગે અંતિમ નિર્ણય ધર્મા પ્રોડક્શન જ લેશે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ 'શેરશાહ' હવે સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સૂત્રોના અનુસાર, મેકર્સ ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસની નજીક એમેઝોન પ્રાઈમ પર ફિલ્મનું એક્સક્લૂઝિવ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા શબ્બીર બોક્સવાલા પણ તેમની ફિલ્મને મોટા પડદા પર જોવા માગે છે, જો કે, અત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખતા તેઓ ફિલ્મના ડિજિટલ રિલીઝથી પણ સંતુષ્ટ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાચતીત દરમિયાન, શબ્બીર જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી તેઓ ફિલ્મના રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

'શેરશાહ' ની ડિજિટલ રિલીઝ સિવાય મેકર્સની પાસે કોઈ વિકલ્પ નથી
શબ્બીર જણાવે છે કે, દરેક ફિલ્મ મેકર પોતાની ફિલ્મને મોટી સ્ક્રિન પર જોવા માગે છે અને હું પણ તેમાંથી એક છું. ફિલ્મ 'શેરશાહ'ને અમે મોટા કેનવાસ પર બનાવી છે. જો કે, અત્યારે પરિસ્થિતિને જોતા તેને થિયેટરમાં રિલીઝ કરવી થોડી મુશ્કેલ છે. છેલ્લા ઘણા મહિનાથી થિયેટર બંધ પડ્યા છે, જેના કારણે ઘણી ફિલ્મો થિએટ્રિકલ રિલીઝ માટે અટકી પડી છે. આ સ્થિતિમાં આપણી ફિલ્મોને દર્શકો સુધી પહોંચાડવા માટે આપણે ફિલ્મ મેકર્સે એક રસ્તો કાઢવો પડશે. અત્યારે અમારી પાસે ડિજિટલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

ફિલ્મની રિલીઝ અંગે અંતિમ નિર્ણય ધર્મા પ્રોડક્શન જ લેશે
શબ્બીર આગળ જણાવે છે કે, ફિલ્મ 'શેરશાહ'ને તૈયાર થયાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. એક વર્ષ સુધી અમે ફિલ્મની રિલીઝની રાહ જોઈ છે. હવે તેને વધારે સમય માટે રોકી રાખવી પણ યોગ્ય નથી. સાચું કહું તો મને નથી ખબર કે અમારી ફિલ્મ OTT પર ડાયરેક્ટ રિલીઝ થઈ રહી છે કે નહીં. તેનો અંતિમ નિર્ણય ધર્મા પ્રોડક્શન જ લેશે. એ વાતને આપણે સમજવી પડશે કે કેટલીક ફિલ્મો મોટા બજેટમાં બને છે, જેમ કે અક્ષય કુમારની 'સૂર્યવંશી' અને રણવીર સિંહની '83.' આ ફિલ્મોને મેકર્સ મોટી સ્ક્રિન પર જ રિલીઝ કરવા માગે છે. સ્વાભાવિક છે કે, જ્યારે થિયેટર ખુલશે ત્યારે આ ફિલ્મોને રિલીઝ કરવાની તક મળશે. મને વિશ્વાસ છે કે તેઓ જે પણ નિર્ણય લેશે તે ફિલ્મના હિતમાં જ હશે.

કેપ્ટન વિક્રમ બત્રા પર બનેલી છે ફિલ્મ 'શેરશાહ'
કેપ્ટન વિક્રમ બત્રાએ વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ઘુસણખોરોથી ભારતીય ક્ષેત્રની રક્ષા કરતા પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમની બહાદુરીને કારણે તેમને 'શેરશાહ' કહેવામાં આવતા. સિદ્ધાર્થ ફિલ્મ 'શેરશાહ' માં બત્રાની કહાનીને જીવંત કરશે. વિક્રમ બત્રાને શહીદ થયા બાદ પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. આ ફિલ્મને વિષ્ણુ વર્ધને ડાયરેક્ટ કરી છે.