દીવાનગી કે ગાંડપણ:ચાહકે સુસાઈડ નોટમાં લખ્યું હતું, 'યશ તથા સિદ્ધારામૈયા અંતિમ સંસ્કારમાં આવે', એક્ટરે કહ્યું- 'આ ફેન લવનું ઉદાહરણ હોવું જોઈએ નહીં'

મુંબઈ8 મહિનો પહેલા

'KGF' સ્ટાર યશના 25 વર્ષીય એક ચાહક રામકૃષ્ણે આત્મહત્યા કરી લીધી હતી. ચાહકે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેની અંતિમ ઈચ્છા છે કે યશ તથા સિદ્ધારામૈયા તેના અંતિમ સંસ્કારમાં આવે. જ્યારે યશને આ વાતની ખબર પડી ત્યારે તેણે સો.મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું હતું. યશે કહ્યું હતું કે ચાહકોનો પ્રેમ તેમના માટે જીવન છે, તેમનો ગર્વ છે, પરંતુ શું તેઓ માંડ્યા રામકૃષ્ણાના પ્રેમ પર ગર્વ કરી શકે છે? આ કોઈ ચાહકના પ્રેમનું ઉદાહરણ હોવું જોઈએ નહીં. આશા છે કે તેની આત્માને શાંતિ મળે.

યશે સો.મીડિયામાં ચાહકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
યશે સો.મીડિયામાં ચાહકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

સુસાઈડ નોટમાં લખ્યું હતું, હું નિષ્ફળ વ્યક્તિ છું
બીજી તરફ સિદ્ધારામૈયા પણ રામકૃષ્ણના પરિવારને સાંત્વના આપવા માટે ગયા હતા. તેમણે કહ્યું હતું કે આત્મહત્યા કોઈ પણ વ્યક્તિ માટે ઓપ્શન હોઈ શકે નહીં. પોલીસના મતે રામકૃષ્ણે સુસાઈટ નોટમાં લખ્યું હતું કે તે એક નિષ્ફળ વ્યક્તિ છે. તે પોતાની માતાનો સારો દીકરો તથા સારો ભાઈ બની શક્યો નહીં. તેણે પ્રેમમાં પણ નિષ્ફળતા મળી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના જીવનમાં કંઈ જ કરવાનું રહ્યું નહોતું. આથી તે આત્મહત્યા કરે છે.

ચાહકો 'KGF' ચેપ્ટર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે
ચાહકો 'KGF' ચેપ્ટર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે