ફેક્ટ ચેક:શાહરુખ ખાનના નામ પર ફિલ્મ ટીપુ સુલતાનનું નકલી પોસ્ટર વાઇરલ, તેને સાચું સમજી ફિલ્મ બહિષ્કાર કરવાની યુઝર્સની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શું વાયરલ - ટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે, શાહરુખ ખાન લીડ રોલમાં
  • શું હકીકત - IMDB પર રહેલ માહિતી મુજબ શાહરૂખે આ નામથી બનતી કોઈ ફિલ્મ સાઈન કરી નથી

‘ઝીરો’ ફિલ્મ બાદ શાહરુખ ખાન મોટા પડદા પર જોવા મળ્યો નથી. 2018 બાદ તેણે કોઈ ફિલ્મ સાઈન કરી નથી. આવામાં શાહરુખના નામથી એક મૂવી પોસ્ટર વાઇરલ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે આ ફિલ્મ મૈસુરના રાજા ટીપુ સુલતાન પર આધારિત છે. આટલું જ નહીં અમુક યુઝર્સ સોશિયલ પ્લેટફોર્મ્સ પર ફિલ્મને બહિષ્કાર કરવાની અપીલ પણ કરી રહ્યા છે.

શું વાઇરલ થઇ રહ્યું છે?
વાઇરલ થઇ રહેલ ફિલ્મના પોસ્ટર પર લખ્યું છે, Sher-E-Mysore Tipu Sultan India's First Freedom Fighte. પોસ્ટર સાથે એક મેસેજ પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં લખ્યું છે, માય નેમ ઇઝ ખાન, ઓળખ્યો નામ તો સાંભળ્યું જ હશે, ટીપુ સુલતાન. આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણા હિન્દુઓનો નરસંહાર કરનારા પર ફિલ્મ બનાવામાં આવી રહી છે. લાખો હિન્દુઓને મારી નાખનાર, અસંખ્ય મંદિરોને તોડનાર આપણા જ દેશમાં આજે હીરો સ્વરૂપે દેખાડવામાં આવી રહ્યો છે.

શું છે હકીકત?

અમે જ્યારે આ બાબતે તપાસ કરી તો વાઇરલ દાવો ખોટો નીકળ્યો. ફિલ્મોના ડેટા રાખનાર વેબસાઈટ IMDB પર જ્યારે અમે શાહરુખ ખાનની પ્રોફાઈલ જોઈ તો આ નામની કોઈ ફિલ્મ અમને ન મળી. શાહરુખ ખાને ઝીરો ફિલ્મ બાદ ધ ફરગોટન આર્મી - આઝાદી કે લિયે વેબ સિરીઝમાં નરેશન કર્યું હતું.

આ સિવાય યુટ્યુબ પર અમે shahrukh khan tipu sultan કીવર્ડ નાખી સર્ચ કર્યું તો એક વીડિયો મળ્યો છે જે zain khan નામની ચેનલ પર 2018માં 20 સપ્ટેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં દેખાતો શાહરુખનો વેશ અને વાઇરલ થઇ રહેલ ફોટો સાથે મેચ થાય છે. વીડિયોની શરૂઆતમાં જ મેકર્સે વાત ક્લીઅર કરી દીધી છે કે આ એક ફેન મેડ ટ્રેલર છે. આ વીડિયો યુટ્યુબ પર અવેલેબલ બીજી વીડિયો ક્લિપ્સની મદદથી બનાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...