KK ડેથ કેસ:ઇવેન્ટ કંપનીએ નિવેદનમાં કહ્યું- કેકે સરની તબિયત હોટલમાં બગડી, મેનેજરે કન્ફર્મ કર્યું

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોલકાતામાં 53 વર્ષીય સિંગર કેકેનું કોન્સર્ટ બાદ કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. કોલકાતામાં તે કોલેજના પ્રોગ્રામમાં પર્ફોર્મ કરવા આવ્યા હતા. તેમના નિધન બાદ સો.મીડિયામાં કોન્સર્ટના અનેક વીડિયો વાઇરલ થયા છે. આ સાથે જ અનેક દાવા પણ કરવામાં આવ્યા છે. હવે કોન્સર્ટ યોજનાર ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું હતું કે એસી કામ કરતાં હતાં. જોકે, ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધુ હતી.

કેકે સર સાથે જૂના સંબંધો
કોલકાતાના નઝરુલ મંચ પર કેકેની કોન્સર્ટ બ્લેકઆઇડ ઇવેન્ટ હાઉસ નામની કંપનીએ યોજી હતી. સો.મીડિયામાં કંપનીએ સ્ટેટમેન્ટ શૅર કરીને કહ્યું હતું, 'પોસ્ટ મોડી કરવા બદલ માફી માગીએ છીએ. અમે આ દુઃખદ ઘટના બાદ ફોર્મલ પ્રોસીઝરમાં બિઝી હતા. કેકે સર સાથે અમારા સંબંધો ઘણાં જ જૂના છે. કોન્સર્ટ સમયે એસી ચાલતા હતા અને ફુલ કેપેસિટીમાં કામ કરતા હતા. કેટલાક લોકો જબરજસ્તી અંદર આવી ગયા હતા. કોન્સર્ટના વેન્યૂને કોલેજની અથોરિટીએ બુક કર્યું હતું. આમાં કંપનીનો કોઈ હાથ નથી. ઓડિટોરિયમની બહાર પોલીસ, બાઉન્સર્સ ઉપરાંત કોલેજ સ્ટૂડિય યુનિયનના લોકો પણ હતા. જોકે, ત્યાં કેટલાંક લોકોએ પથ્થરમારો કર્યો હતો અને અંદર ઘુસી આવ્યા હતા.

પર્ફોર્મન્સ માટે મજબૂર કર્યા નહોતા
કંપનીએ વધુમાં કહ્યું હતું કે કેકે સરને પર્ફોર્મ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા નહોતા. તેમના ગ્રુપ તરફથી પણ એવું કંઈ કહેવામાં આવ્યું નહોતું. કેકે સરે બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. પર્ફોર્મ કર્યા બાદ દરેક સેલિબ્રિટીને જેમ તેમને પણ હોટલ સુધી પહોંચાડ્યા હતા.

સો.મીડિયાના વાઇરલ વીડિયો ફૅક છે
કેકેની તબિયત અંગે કંપનીએ કહ્યું હતું કે પર્ફોર્મન્સ પૂરું થયું ત્યાં સુધી કેકે સરને કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી. કોન્સર્ટ પછી આર્ટિસ્ટ થાકી જાય છે અને તેમને ભીડમાંથી બહાર કાઢવામાં આવે છે. જોકે, કોન્સર્ટ પછી સો.મીડિયામાં જે પણ વીડિયો વાઇરલ થયા અને તેમાં કહેવામાં આવ્યું કે કેકે સરને ચેસ્ટ પેનને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તે ખોટું છે. તે વીડિયો 31 મેની કોન્સર્ટના નથી.

હોટલ જઈને બીમાર પડ્યા
કંપનીએ છેલ્લે કહ્યું હતું કે કેકે સર પર્ફોર્મ કર્યા બાદ હોટલ ગયા હતા. અહીંયા પહોંચ્યા બાદ ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી. તેઓ હોટલ ગયા બાદ બીમાર પડ્યા હતા અને આ વાત તેમના મેનેજરે કન્ફર્મ કરી છે.