તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દ:કોરોનામાંથી રિકવર થયેલા મનોજ વાજપેઈએ કહ્યું, 'ક્વૉરન્ટીનના શરૂઆતના દિવસ દુઃખદાયક હતા'

મુંબઈ5 મહિનો પહેલા

દેશમાં કોવિડ 19ની સુનામી આવી છે. અત્યાર સુધી અનેક સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે. જોકે, અનેક સેલેબ્સ રિકવર થઈને કામ પર પરત ફર્યા છે. હાલમાં જ મનોજ વાજયેઈ કોરોના નેગેટિવ આવ્યો હતો. હાલમાં તેણે ઈન્ટરવ્યૂ દરમિયાન કોરોનામાં થયેલા ખરાબ અનુભવ અંગે વાત કરી હતી.

શરૂઆતના દિવસોમાં સ્થિતિ બગડી ગઈ હતી
મનોજ વાજપેઈએ કહ્યું હતું કે તેના માટે આ એક મુશ્કેલ જર્ની હતી, કારણ કે જ્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો, ત્યારે તેની પત્ની પણ 10 વર્ષની દીકરીની રક્ષા કરતાં, તમામ લક્ષણો સાથે જંગ લડતી હતી. ક્વૉરન્ટીનના શરૂઆતના દિવસો દર્દનાક હતા અને સ્થિતિ બગડી ગઈ હતી.

ક્વૉરન્ટીનમાં શો તથા ફિલ્મ જોઈ
મનોજ વાજપેઈએ કહ્યું હતું, 'હોમ ક્વૉરન્ટીનમાં હું સ્કિપ્ટ રીડિંગ તથા લોકો સાથે વાત કરતો હતો. સામાન્ય દિવસોમાં હું લોકો સાથે વાત કરી શકતો નહોતો. આ દરમિયાન મેં ફિલ્મ તથા ટીવી શો જોયા હતા. ઘરમાં અમે બધા જ અલગ અલગ રૂમમાં રહેતા હતા અને દૂરથી જ વાતો કરતાં હતાં.'

દીકરીથી દૂર રહેવું મુશ્કેલ હતું
વધુમાં મનોજે કહ્યું હતું, 'આ દરમિયાન દીકરીથી દૂર રહેવું મુશ્કેલ હતું, કારણ કે તેને મારો સમય જોઈતો હતો. તે મારી સાથે ઘરમાં રમવા માગતી હતી. તે ઈચ્છતી કે તેના ઓનલાઈન ક્લાસ તથા જ્યારે તે હોમવર્ક કરતી હોઉં ત્યારે હું તેની પાસે રહું. જોકે, કોરોનાને કારણે હું આમ કરી શકતો નહોતો.'

ઈન્ડસ્ટ્રીના લોકો તથા ચાહકોનો આભાર
મનોજે કહ્યું હતું, 'હું મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યો તથા ચાહકોનો આભારી છું. નીરજ પાંડે, અનુભવ સિંહા, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિતના લોકો સતત મારા સંપર્કમાં રહ્યાં અને મારી હેલ્થ અપડેટ લેતા રહેતા હતા.'

મનોજ વાજપેઈનો ગયા મહિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે સમયે તે ડિરેક્ટર કનુ બહલની ફિલ્મ 'ડિસ્પેચ'નું શૂટિંગ કરી રહ્યો હતો. કનુ બહલ પણ કોરોના પોઝિટિવ થયા હતા. બંને પોઝિટિવ આવ્યા બાદ શૂટિંગ થોડાં મહિના અટકાવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...