'સુષ્મિતા સમયસર હોસ્પિટલ આવી એટલે બચી ગઈ':એક્ટ્રેસની સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું, 'જરૂર કરતાં વધુ પડતી એક્સર્સાઇઝ પણ શરીર માટે જોખમી'

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુષ્મિતા સેનને 27 ફેબ્રુઆરીના રોજ શૂટિંગ દરમિયાન સેટ પર જ હાર્ટ અટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને અહીંયા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે સુષ્મિતાની સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે તે સમયસર હોસ્પિટલ આવી એટલે તેનો જીવ બચી ગયો.

ડૉક્ટરે વધુમાં કહ્યું હતું કે સુષ્મિતા પહેલેથી ઘણી જ ફિટ હતી એટલે તેને ઓછું નુકસાન થયું. જોકે, ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ જરૂર કરતાં વધુ એક્સર્સાઇઝ કરવી જોઈએ નહીં, કારણ કે આમ કરવાથી બૉડીને રિકવર થવાની તક મળતી નથી.

'ફિઝિકલ એક્ટિવિટીને કારણે હાર્ટને વધુ ડેમેજ ના થયું'
સુષ્મિતાની સારવાર કરનાર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાજીવ ભાગવતે 'ઇટાઇમ્સ' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'સુષ્મિતાની હાઇ ફિઝિકલ એક્ટિવિટીને કારણે તેનું હાર્ટ વધુ ડેમેજ થયું નહીં. જોકે, હું એમ કહીશ કે તે લકી છે કે સમયસર યોગ્ય જગ્યાએ આવી ગઈ.'

ડૉ. રાજીવના મતે, લાઇફસ્ટાઇલ સુધારવાથી હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે. સુષ્મિતા ફિઝિકલી એક્ટિવ હોવાથી તેને ઓછું નુકસાન થયું.

વધુ પડતી એક્સર્સાઇઝ બૉડી માટે યોગ્ય નથી
ડૉ.રાજીવે એમ પણ કહ્યું હતું, 'કોઈ પણ એક્સર્સાઇઝ અઠવાડિયામાં 3-4 દિવસથી વધુ કરવી જોઈએ નહીં. શરીરને એક્સર્સાઇઝમાંથી રીકવર થવાની તક આપવી જોઈએ. ઊંઘ પણ પૂરતી લેવી જોઈએ. જો તમે વધુ એક્સર્સાઇઝ કરો છો અને ઊંઘ પૂરતી માત્રામાં લેતા નથી તો તે તમારી શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે.

ફેશન માટે જિમ જવું જોખમી
ડૉક્ટર રાજીવના મતે, 'રાત્રે બે વાગ્યાની સૂવાની ટેવ બદલવી જોઈએ. સવારે ઊઠીને તરત જ જોગિંગ કરવું જોઈએ નહીં. આજકાલ આપણે એવી ઘટના ઘણી સાંભળીએ છીએ કે કોઈ જિમમાં હતું અને એક્સર્સાઇઝ દરમિયાન અવસાન થઈ ગયું. જિમ ફેશન માટે નથી. વધુ જિમ કરવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જિમ જતા પહેલાં 7-8 કલાકની ઊંઘ જરૂરી છે.'

સુષ્મિતાને 95% બ્લોકેજ હતું
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સુષ્મિતાએ કહ્યું હતું કે તેના હાર્ટમાં 95% બ્લોકેજ હતું. જોકે, જિમ, વર્કઆઉટ ને હેલ્થી લાઇફસ્ટાઇલને કારણે તેને રિકવર થવામાં મદદ મળી. સુષ્મિતા અપકમિંગ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેને સેટ પર જ અસહજ ફીલ થયું હતું. સેટ પર હાજર ડૉક્ટરે સુષ્મિતાને તપાસી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. અહીંયા ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.

ફિટેસ્ટ એક્ટ્રેસિસમાંથી એક
47 વર્ષીય સુષ્મિતા સેન પોતાની ફિટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે. તે સો.મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો ને તસવીરો શૅર કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે સુસ્મિતાએ બે દીકરીઓ રીની તથા અલીશા દત્તક લીધી છે.

એક્ટ્રેસનું બોલિવૂડ કરિયર
સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તેણે 'બીવી નંબર 1', 'ડૂ નોટ ડિસ્ટર્બ', 'મૈં હૂં ના', 'મૈંને પ્યાર ક્યોં કિયા' તથા 'તુમકો ના ભૂલ પાએંગે' તથા 'નો પ્રોબ્લમ' જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુષ્મિતા છેલ્લે વેબસિરીઝ 'આર્યા 2'માં જોવા મળી હતી. હવે તે 'આર્યા 3'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...