કંગનાનો ઈમોશનલ લેટર:‘થલાઈવી’ના ડાયરેક્ટર એ. એલ. વિજયના વખાણમાં એક્ટ્રેસે લખ્યું- તમે મનુષ્ય નથી દેવતા છો

10 મહિનો પહેલા
  • કંગનાએ સોશિયલ મીડિયા પર લેટર લખી ડાયરેક્ટરનો આભાર માન્યો
  • તેણે કહ્યું કે થલાઈવીના ડાયરેક્ટર સાથેનો અનુભવ અનન્ય છે

કંગના રનૌત સ્ટારર ‘થલાઈવી’નાં ડબિંગનો ફર્સ્ટ હાફ પૂરો થયો છે. સેકન્ડ હાફનું કામ ચાલી રહ્યું છે. તમિલાનાડુના પૂર્વ મુખ્ય મંત્રી સ્વર્ગીય જે. જયલલિતાની જિંદગી પર બની રહેલી ફિલ્મનું કામ અંતિમ ચરણોમાં છે. તેવામાં ફિલ્મના ડાયરેક્ટર એ. એલ. વિજયને કંગનાએ એક ઈમોશનલ લેટર લખ્યો છે. પોતાની પોસ્ટમાં કંગનાએ વિજયને દેવતા ગણાવ્યા છે.

કંગનાનો લેટર
કંગનાએ લખ્યું કે, આપણી યાત્રા અંત તરફ વધી રહી છે. મને પહેલાં ક્યારેય આટલો ગાઢ અનુભવ નથી થયો જેવો મને આ વખતે થઈ રહ્યો છે. મને આ અનુભવ તમને યાદ કરતી વખતે થયો. મારે એક કન્ફેશન કરવું છે.

પ્રથમ વસ્તુ જે મેં તમારા માટે જોઈ હતી એ તમારી ચા, કોફી, વાઈન, નોનવેજ, પાર્ટીઓ માટેનો ઈનકાર. તમારી નજદીક આવવું મુશ્કેલ હતું. ત્યારબાદ ધીરે ધીરે મને અહેસાસ થયો કે તમે ક્યારેય દૂર નહોતા. જ્યારે એક કલાકાર તરકે હું સારું પર્ફોર્મન્સ આપું છું ત્યારે તમારી આંખોમાં અનોખી ચમક આવી જાય છે. જોકે ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા.

મેં તમારી અંદર ક્યારેય ગુસ્સો, અસુરક્ષા અથવા નિરાશાનો સંકેત નથી જોયો. તે લોકો સાથે વાત કરી, જે તમને દશકોથી ઓળખે છે અને જ્યારે તેમણે મને તમારી વિશે જણાવ્યું તો મારી આંખો ચમકી ઉઠતી હતી. તમે માણસ નથી દેવતા છો. હું તમારો આભાર અદા કરવા માગું છું અને કહેવા માગું છું કે હું તમને યાદ કરું છું. લવ. તમારી કંગના.

એ. એલ. વિજય

એ. એલ. વિજય સક્સેસફુલ એડ ફિલ્મમેકર છે, જે અત્યાર સુધી 100થી વધારે એડ ફિલ્મ બનાવી ચૂક્યા છે. 2001માં પ્રિયદર્શનના અસિસ્ટન્ટ તરીકે તેમણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી અને 2007માં પ્રથમ ફિલ્મ ‘કિરીડમ’ ડાયરેક્ટ કરી. ત્યારબાદ તેમણે ‘ખોસલા કા ઘોસલા’ની તમિળ રિમેક ‘પોઈ સોલ્લા પોરોમ’ (2008) ડાયરેક્ટ કરી. આ ફિલ્મનું શૂટિંગ માત્ર તેમણે 13 દિવસમાં પૂરું કર્યું હતું. વિજયે 2016માં આવેલી પ્રભુદેવા, તમન્ના ભાટિયા અને સોનુ સૂદ સ્ટારર ‘તૂતક તૂતક તૂતિયા’ ડાયેરક્ટ કરી હતી, જે તમિળ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...