અમિતાભના નામ, અવાજ ને ફોટાનો ઉપયોગ કરવા પર બૅન:દિલ્હી હાઇકોર્ટે સરકારને કન્ટેન્ટ હટાવવાનું કહ્યું

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી હાઇકોર્ટે શુક્રવાર, 25 નવેમ્બરના રોજ અમિતાભ બચ્ચનનું નામ, અવાજ તથા ફોટો તેમની પરવાનગી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે વચગાળાનો આદેશ આપીને અમિતાભની અરજી પર સુનાવણી કરી હતી. અમિતાભ પબ્લિસિટી તથા પર્સનાલિટી રાઇટ્સ ઈચ્છતા હતા. હાઇકોર્ટે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી તથા ટેલિકોમ સર્વિસને પણ અમિતાભે કહેલા તમામ કન્ટેન્ટને હટાવવાનો આદેશ આપ્યો છે.

અમિતાભને શું વાંધો હતો?
અનેક નાની-મોટી કંપનીએ બિગ બીની પરમિશન વગર તેમનો અવાજ, ફોટો અને નામનો ઉપયોગ કરતી હતી. અનેક જાહેરાતોમાં તેમની પરમિશન વગર તેમનો ચહેરો બતાવવામાં આવતો હતો. અમિતાભને આ સામે વાંધો હતો અને તેમના વકીલ હરીશ સાલ્વેએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. અમિતાભે અપીલ કરી હતી કે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીમાં આ અંગે પ્રતિબંધ મૂકાવવો જોઈએ.

આજે સુનાવણીમાં શું થયું?
આ કેસની સુનાવણી જસ્ટિસ નવીન ચાવલાની કોર્ટમાં થઈ હતી. જસ્ટિસ ચાવલાએ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી અને ટેલિકોમ સર્વિસને કહ્યું છે કે તેઓ તાત્કાલિક બિગ બીના નામ, ફોટો તથા અવાજ સાથે જોડાયેલું તમામ કન્ટેન્ટ હટાવી દે. આ ઉપરાંત કોર્ટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને બિગ બીની પર્સનાલિટી રાઇટ્સ હેઠળ આવતી તમામ ઓનલાઇન લિંક્સ પણ હટાવવાનો આદેશ આપ્યો છે.

ટીશર્ટથી લઈ બુક, લૉટરીમાં અમિતાભનો ફોટો-અવાજ
સુનાવણી દરમિયાન હરીશ સાલ્વાએ કેટલીક જાહેરાતોનું ઉદાહરણ આપ્યું હતું. આ જાહેરાતોમાં બિગ બીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોઈએ ટી શર્ટ પર બિગ બીનો ચહેરો લાગ્વોય હતો તો કોઈ બિગ બીનું પોસ્ટર વેચતુ હતું. તો કોઈએ તેમના નામ પર ડોમેન પણ રજિસ્ટર કરાવીને રાખ્યું છે. આ જ કારણે બિગ બી ઈચ્છતા હતા કે તેમનું નામ, અવાજ ને પર્સનાલિટીનો ઉપયોગ કોઈ પણ એડમાં ના થાય.

હરીશ સાલ્વેએ કહ્યું હતું કે KBC લૉટરીમાં કેવી રીતે રજિસ્ટર થવું ને વિજેતા કેવી રીતે બનો, તે 'કૌન બનેગા કરોડપતિ'ની નકલ છે. તેમને આ વાતની જાણ ઓક્ટોબરના છેલ્લા વીકમાં થઈ હતી. આ લૉટરી એક જાતનું કૌભાંડ છે. પૈસા જમા થાય છે, પરંતુ કોઈ વિજેતા નથી. વીડિયો કૉલમાં પણ અમિતાભની તસવીરનો ઉપયોગ થાય છે. જ્યારે તમે ફોન કરો તો તેમનો ફોટો દેખાય છે, પરંતુ અવાજ નકલી છે અને આ અવાજ બિગ બીના અવાજ જેવો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...