રણબીર-આલિયાના વેડિંગ:કોન્ડોમ બ્રાન્ડે કપલને લગ્નની શુભેચ્છા પાઠવીને ફની પોસ્ટ શૅર કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણબીર-આલિયાએ પરિવાર ને મિત્રોની હાજરીમાં 14 એપ્રિલે લગ્ન કર્યા

રણબીર તથા આલિયાએ 14 એપ્રિલના રોજ ઘરમાં જ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદથી રણબીર તથા આલિયાને ચાહકો તથા સેલેબ્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે કોન્ડોમ બ્રાન્ડ ડ્યૂરેક્સે પણ પોતાના અંદાજમાં કપલને લગ્નની શુભેચ્છા પાઠવી છે.

ફની પોસ્ટ શૅર કરી
ડ્યૂરેક્સ અવારનવાર ફની પોસ્ટ શૅર કરતું હોય છે. તે પોતાની પોસ્ટ સાથે બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે. ડ્યૂરેક્સે શૅર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, 'ડિયર રણબીર ઔર આલીયા, મહફિલ મેં તેરી હમ ના રહે જો, ફન તો નહીં હૈ..' ઉલ્લેખનીય છે કે રણબીરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ના ગીત 'ચન્ના મેરેયા..'ની એક પંક્તિમાં 'મહફિલ મેં તેરી હમ ના રહે જો..' આવે છે.

ચાહકો હસી હસીને લોટપોટ
ડ્યૂરેક્સની આ સો.મીડિયા પોસ્ટ બાદ ચાહકોને ઘણું જ હસવું આવ્યું હતું. એક યુઝરે કમેન્ટ કરી હતી, 'તમારો એડમિન ક્યારેય નિરાશ કરતો નથી.' અન્ય એકે લખ્યું હતું, 'ડ્યૂરેક્સ પણ ક્યારેય ચીલ કરતું નથી.' બીજા એક યુઝરે કહ્યું હતું, 'મને તો રણબીર-આલિયાની પોસ્ટ કરતાં ડ્યૂરેક્સની પોસ્ટ વધુ ગમે છે.' એકે કમેન્ટ કરી હતી, 'તુસ્સી ગ્રેટ હો.' કેટલાંક યુઝર્સે જાહેરાતના વખાણ કર્યાં હતાં.

પરિવારની હાજરીમાં લગ્ન કર્યા
રણબીર-આલિયાએ મુંબઈના વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન કર્યાં હતાં. આ જ બિલ્ડિંગમાં રણબીર સાતમા માળે તથા આલિયા પાંચમા માળે રહે છે. લગ્નમાં કપૂર પરિવાર ઉપરાંત આલિયા ભટ્ટના પેરેન્ટ્સ, નાના-નાની, માસી, ભાઈ-બહેન જ આવ્યા હતા. આલિયાના સગા બંને કાકા મુકેશ તથા રોબીન ભટ્ટ લગ્નમાં હાજર રહ્યા નહોતા. રણબીર માત્ર પરિવારની હાજરીમાં લગ્ન કરવા માગતો હતો.