ચેતન આનંદની ફિલ્મ 'હકીકત':ક્લાસિક વૉર ફિલ્મનું કલર વર્ઝન વર્ષોથી રિલીઝની રાહમાં, ગલવાન યુદ્ધ પર 'હકીકત 2.0' બનાવવાનો પ્લાન

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • 'કર ચલે હમ ફિદા..' જેવા સુપરહિટ ગીતો ડોલ્બી સાઉન્ડમાં, બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિકની થીમ તથા સાઉન્ડ ઇફેક્ટ પણ રિડિઝાઇન કરવામાં આવી

બોલિવૂડના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર એક જ અઠવાડિયામાં બે વૉર ફિલ્મ 'શેરશાહ' તથા 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' રિલીઝ થઈ છે. હજી ચારથી પાંચ વૉર ફિલ્મ પાઇપલાઇનમાં છે. વૉર ફિલ્મની લોકપ્રિયતા વધી રહી છે, તો બીજી બાજુ ભારતની યુદ્ધ ફિલ્મમાં કલ્ટ ક્લાસિકનો દરજ્જો મેળવી ચૂકેલી ફિલ્મ 'હકીકત'નું રંગીન વર્ઝન વર્ષોથી રિલીઝની રાહ જોઈ રહ્યું છે. હવે આ ફિલ્મને રિલીઝ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ શોધવામાં આવી રહ્યું છે.

15 ઓગસ્ટ તથા અન્ય રાષ્ટ્રીય તહેવારો પર 'કર ચલે હમ ફિદા..' ગીત જરૂરથી ગાવામાં આવે છે. આ ગીત ફિલ્મના ક્લાઇમેક્સમાં વાગે છે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે વૉર ફિલ્મ યુદ્ધમાં જીત્યા બાદ બનાવવામાં આવે છે, પરંતુ 'હકીકત'ને 1962માં ભારત-ચીન યુદ્ધમાં ભારતીય સૈનિકોની કુરબાનીને થિએટ્રિકલ શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી હતી. વર્ષો બાદ પ્રોડ્યૂસર ડિરેક્ટર ચેતન આનંદે ઈચ્છા પ્રગટ કરી હતી કે કાશ તે આ ફિલ્મને કલરમાં બનાવી હોત.

1.5 કરોડમાં નવું રૂપ આપવામાં આવ્યું
ચેતન આનંદના દીકરા કેતન આનંદે કહ્યું હતું કે આજની પેઢી વૉર ફિલ્મ પસંદ કરે છે. આજની પેઢીની પસંદ અનુસાર તેમાં કલર તથા સાઉન્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

કલર વર્ઝનને સ્ક્રીન પર લઈ જવાનો સંઘર્ષ
કેતન આનંદે કહ્યું હતું કે 'હકીકત'ને કલર કરવાનો પ્રોજેક્ટ 2011માં બનાવવામાં આવ્યો હતો. ફિલ્મનું કલર વર્ઝન મોટાપાયે રિલીઝ કરવાનો પ્લાન હતો, પરંતુ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરનું અવસાન થઈ ગયું હતું.

બે વર્ષ પહેલાં આ ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન હતો, પરંતુ કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નહીં. કેતન આનંદે કહ્યું હતું કે અત્યારે બે નવી વૉર ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી છે. હવે 'હકીકત'ને નવેસરથી રિલીઝ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મની શોધ ચાલી રહી છે.

'હકીકત 2.0'નો પણ પ્લાન
કેતન આનંદે કહ્યું હતું કે લૉકડાઉનના સમયમાં એક બાજુ ગલવાનમાં ચીનના આક્રમણમાં જવાનો શહીદ થયા હતા. બીજી બાજુ ફ્રંટ લાઇન વોરિયર્સ કોરોના સામે લડાઈ લડતા હતા. આ નવા વોરિયર્સની વાર્તા પર 'હકીકત 2.0' બનાવવાનો વિચાર છે. ફિલ્મ પ્રોજેક્ટમાં મદદ કરતા સરિતા ચૌરસિયાએ કહ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ તથા બીજું પેપર વર્ક થઈ ગયું છે.઼

'હકીકત' કેમ આજે પણ સૌથી સારી વૉર ફિલ્મ
ભારતમાં બનેલી યુદ્ધ ફિલ્મ પર એનલિટિકલ રેફરન્સ બુક 'લાઇટ કેમેરા વોરઃ ફિફ્ટી ઇન્ડિયન વોર મૂવીઝ 1950-2020'ના લેખક કે વી રમેશે દિવ્ય ભાસ્કરે કહ્યું હતું કે 'હકીકત'માં ઐતિહાસિક તથ્ય, મનોરંજન તથા દેશભક્તિની અસર આ ત્રણેય વાતોનું સારું બેલેન્સ જોવા મળ્યું છે.

રમેશે કહ્યું હતું કે આઝાદી બાદ કોઈ કન્વેન્શલ વૉર પર બનેલી આ પહેલી ફિલ્મ હતી, જેણે અનેક ટ્રેન્ડ સેટ કર્યા હતા. પહેલા સૈનિકનું ફેમિલી બેકગ્રાઉન્ડ, તેમના પરિવારની યાદ કે પછી કોઈ લેટરની વાત, ફેમિલી કનેક્ટ, કોઈ ઇમોશનલ સોંગ, ટેન્શન બિલ્ડ અપ તથા જંગના દૃશ્યો. આ ટેમ્પલેટ 'શેરશાહ' સુધી ફોલો કરવામાં આવ્યું છે. ફિલ્મમાં લોકેશન, ઇક્વિપમેન્ટનો ઉપયોગ તથા ફાયરપાવરમાં ચીન, ભારત કરતાં સુપીરિયર હતું. આ તમામ વાતો ઓથેન્ટિક રીતે બતાવવામાં આવી છે. પહેલી જ વૉર ફિલ્મમાં આ બધી વાતો હોવી એ મોટી બાબત છે.

'હકીકત'ના એક સીનમાં ધર્મેન્દ્ર કો-સ્ટાર સાથે
'હકીકત'ના એક સીનમાં ધર્મેન્દ્ર કો-સ્ટાર સાથે

ચેતન આનંદે બીજી વૉર ફિલ્મ ડિરેક્ટ કરી હતી
ભારતમાં કન્વેશનલ વૉર પર બીજી ફિલ્મ 'હિંદુસ્તાન કી કસમ' પણ ચેતન આનંદે જ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં 1971ના પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સના રોલને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના પ્રોડ્યૂસર રવિ આનંદ હતા. આ ફિલ્મથી અમઝદ ખાનની કરિયર પણ શરૂ થઈ હતી. રવિ તથા મુકુલ આનંદના ભાઈ રાહુલ આનંદે કહ્યું હતું કે 'શોલે' માટે સિલેક્શન ચાલતું હતું. તે જ સમયે એક રાત્રે મુકુલ આનંદને રમેશ સિપ્પીને 'હિંદુસ્તાન કી કસમ'ના કેટલાંક ફુટેજ બતાવ્યા હતા. તેના આધારે અમઝદ ખાનને 'શોલે' માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો.

'શેરશાહ' માટે ચેતન આનંદની જ 'પરમવીર ચક્ર' પ્રેરણારૂપ
'શેરશાહ' પરમવીર ચક્રથી સન્માનિત શહીદ વિક્રમ બત્રાની બાયોપિક છે. પરમવીર ચક્રથી સન્માનિત શહીદોની વાત કહેતી આ જ નામથી સિરિયલ દૂરદર્શન પર 80ના દાયકામાં ચેતન આનંદે બનાવી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે વિક્રમ બત્રા નાનપણમાં પડોશીના ઘરે જઈને આ સિરિયલ જોતો હતો અને ત્યારે જ તેણે સૈનિક બનવાનું નક્કી કર્યું હતું. કેતન આનંદે પણ આ સિરિયલના કેટલાંક એપિસોડ ડિરેક્ટ કર્યા હતા.