તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MPમાં કરીનાની બુકનો વિવાદ:ખ્રિસ્તી સમાજે બોલિવૂડ અભિનેત્રીની બુકના ટાઈટલ 'પ્રેગ્નન્સી બાઈબલ' સામે વાંધો ઉઠાવ્યો; જબલપુરમાં FIRની માગ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરીના કપૂરની પુસ્તક 'પ્રેગ્નન્સી બાઇબલ' સામે વિરોધ નોંધાવતા ખ્રિસ્તી સમાજે પુસ્તકના ટાઈટલમાંથી બાઈબલ શબ્દ હટાવવાની માગ કરી છે. - Divya Bhaskar
કરીના કપૂરની પુસ્તક 'પ્રેગ્નન્સી બાઇબલ' સામે વિરોધ નોંધાવતા ખ્રિસ્તી સમાજે પુસ્તકના ટાઈટલમાંથી બાઈબલ શબ્દ હટાવવાની માગ કરી છે.
  • તાજેતરમાં કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન લખેખી બુક 'પ્રેગ્નન્સી બાઈબલ' લોન્ચ કરી હતી
  • પુસ્તકમાં બાઈબલ શબ્દનો ઉપયોગ થવાથી ખ્રિસ્તી સમુદાયને ઠેસ પહોંચી છે

મધ્ય પ્રદેશના જબલપુરમાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ખ્રિસ્તી સમાજે કરીના કપૂરના પુસ્તકના ટાઈટલ 'પ્રેગ્નન્સી બાઈબલ' પર વાંધો ઉઠાવ્યો છે. જબલપુરના ખ્રિસ્તી સમાજે આ મામલે ઓમતી સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે અને આરોપ લગાવ્યો છે કે બુકના ટાઈટલે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

ટાઈટલમાંથી બાઈબલ શબ્દ દૂર કરવાની માગ
તાજેતરમાં કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન લખેખી બુક 'પ્રેગ્નન્સી બાઈબલ' લોન્ચ કરી હતી. ત્યારબાદથી, સમગ્ર દેશમાં બુકના ટાઈટલનો વિરોધ શરૂ થઈ ગયો છે. તેને ધ્યાનમાં રાખીને જબલપુરમાં સર્વ ખ્રિસ્તી મહાસભાએ આરોપ લગાવ્યો છે કે કરીનાએ પુસ્તકમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેનાથી દેશના ખ્રિસ્તી સમુદાયને ઠેસ પહોંચી છે.

મહાસભાએ માગ કરી છે કે કરીનાના પુસ્તકના ટાઈટલમાંથી બાઈબલ શબ્દ દૂર કરવામાં આવે.

સર્વ ખ્રિસ્તી મહાસભાએ ઓમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
સર્વ ખ્રિસ્તી મહાસભાએ ઓમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે તપાસ શરૂ કરી
કરીનાની વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા મહાસભાના લોકોએ ઓમતી પોલીસ મથકે અરજી આપી છે. ત્યારબાદ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ટીઆઈ શિવ પ્રતાપ સિંહ બધેલના અનુસાર, અમને ફરિયાદ મળી છે. આ મામલે સીનિયર અધિકારીઓને જાણકારી આપવામાં આવી છે. તેમના માર્ગદર્શનમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મહાસભાએ ચેતવણી આપી છે કે જો પોલીસ કેસ નોંધશે નહીં તો તેઓ કોર્ટના દરવાજા ખખડાવશે.

અન્ય સમાચારો પણ છે...