સવારે સ્કૂલ અને સાંજે શૂટિંગ કરે છે ઝારા:'હપ્પૂ કી ઉલટન પલટન'માં જોવા મળતી ચમચીને ફ્રેન્ડ્સ કરતાં ફેન્સ વધારે, ટીચરને ઝારાના ભણતરની ચિંતા

2 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક

બહુ ચર્ચિત સિરિયલ 'હપ્પૂ કી ઉલટન પલટન' વર્ષ 2019 થી ટીવી પર ઓન એર કરવામાં આવી છે. આ સીરીયલની કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો યોગેશ ત્રિપાઠી, કામના પાઠક અને હિમાની શિવપુરી સહિત અનેક કલાકારો જોવા મળે છે, આ સિવાય આ સીરિયલમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ એક્ટિંગ કરે છે. જે પૈકી એક ચાઈલ્ડ એક્ટ્રેસ છે ઝારા વારસી. ઝારાએ હાલમાં ભાસ્કર સાથે વાતચીત કરી હતી અને એક્ટિંગ અને કરિયરને લઈને અનેક ખુલાસા કર્યા હતા.

કેવી રીતે એક્ટિંગની શરૂઆત કરી?
આ સવાલના જવાબમાં ઝારાએ જણાવ્યું હતું કે, તે સમયે હું લખનઉમાં હતી, અને હું ડાન્સ માટે ઓડિશન આપી રહી હતી, ત્યારે મેં ત્યાં એક્ટિંગ માટે પણ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશન બાદ મને કેમિયો રોલ મળ્યો પછી મને લાગ્યું કે એક્ટિંગ ખૂબ જ સારી વાત છે. મુંબઈ આવ્યા બાદ તે ઘણા ઓડિશન્સ આપ્યા બાદ પોતાના ગામ બરેલી ગઈ હતી, ત્યારબાદ લગભગ પાંચ મહિના બાદ મને ફોન આવ્યો કે સિરિયલ 'હપ્પૂ કી ઉલટન પલટન'માં ચમચીના રોલ મારી પસંદગી થઇ છે મને ચમચીનો રોલ મળતા હું એટલી ખુશ થઇ ગઇ હતી કે, મારુ મન એક્ટિંગમાં ડૂબી ગયું હતું. હવે હું મુંબઇમાં રહું છું અને મહિનામાં લગભગ 25 દિવસ શો માટે શૂટિંગ કરું છું.

સામાન્ય રીતે તને કોઇ 'ચમચી' કહે ત્યારે તને ખરાબ લાગે છે કે નહી?
મને સેટ પર તો સામાન્ય રીતે મારા રોલના નામ 'ચમચી' જ બોલાવે છે. લોકો ચમચીથી બોલાવે છે તો મને ખરાબ નથી લાગતું પરંતુ મને તે રસપ્રદ લાગે છે. સાચું કહું તો હું મારું સાચું નામ ભૂલી ગઇ છું, કારણ કે સેટ પરનાં બધાં જ મને ચમચીના નામથી બોલાવે છે. એકવાર કોઈએ મને પૂછ્યું કે તમારું નામ શું છે. તે મારા મોઢામાંથી નીકળી ગઈ- ચમચી, પણ બીજી જ સેકન્ડે મને યાદ આવ્યું કે, મારું નામ ઝારા છે.

કામ, ભણતર અને રમતને કેવી રીતે મેનેજ કરે છે?
ઝારાએ જણાવ્યું હતું કે, મારો અભ્યાસ મુંબઈમાં ચાલી રહ્યો છે. મારી સ્કુલનો સમચ સવારનો છે. સ્કુલ પુરી થયા બાદ હું પુસ્તક ને બેગ લઇને સેટ પર લઈ જાઉં છું. શૂટિંગ પછી મને બ્રેક મળે છે, પછી હું ભણું છું. હા, એક વાત છે કે, મારા ટીચરને હંમેશા મારી ચિંતા રહે છે કે, હું મારુ હોમવર્ક કેવી રીતે પુરુ કરીશ? તે સમયે હું મેમને કહું છું કે તમે ટેન્શન લેતા નથી. હું પુસ્તકો વગેરેને સેટ પર લઈ જઈશ અને ત્યાંથી સારી રીતે મેનેજ કરીને તેને હોમવર્ક પુરૂ કરીશ.

જ્યારે બાળકો તમને ટીવી પર જુએ છે ત્યારે શું કહે છે?
દિવાળીની રજામાં હું મારા ગામ ગઈ હતી ત્યાં મારી નાની ભત્રીજી છે. તે કહેવા લાગી કે હવે તું ટીવી પર હતી. તો બાજુમાં કેવી રીતે આવી ગઈ. તેને લાગે છે કે, હું ટીવીમાંથી બહાર આવી ગઈ છું. શાળામાં અત્યારે મારા કોઈ ખાસ મિત્રો નથી. હા, ચોક્કસપણે ફેન્સ ઘણાં છે. જ્યારે હું છોકરીઓના વોશરૂમમાં જાઉં છું, ત્યાં તેઓ પૂછે છે કે તમે'હપ્પૂ કી ઉલટન પલટન'ની ચમચી છોને.

આ મહિને ચિલ્ડ્રન ડે હતો તો તેની ઉજવણી કેવી રીતે કરી?
ચિલ્ડ્રન ડેની કોઈ ખાસ ઉજવણી નથી કરી પરંતુ મેં નવું વાયોલિન ખરીદ્યું છે. હું ઘણા કલાકારોને વાયોલિન વગાડતા જોઉં છું. ત્યારે મને બહુ જ ગમે છે. મેં પણ હમણાં જ ખરીદ્યું છે. ખરેખર તો હું લાંબા સમયથી પપ્પા સાથે વાયોલિન લેવા માટે વાત કરી રહી હતી, તેઓએ જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ ડેના દિવસે અપાવશે. મેં એમ પણ કહ્યું કે આ એક સારી તક છે. હવે ચિલ્ડ્રન્સ ડે આવી ગયો છે, તો એ ખાસ દિવસે મને મારા પિતા તરફથી ભેટમાં વાયોલિન મળ્યું છે. હવે હું વાયોલિન વગાડવાનું શીખી રહી છું.