તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સનો પહેલો પગાર:અનુભવ સિંહાએ સિગારેટ માટે ટ્યૂશન કર્યા હતા, હંસલ મહેતાનો પહેલો પગાર રૂ. 450 હતો

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • #FirstSalaryમાં ટ્વિટર યુઝર્સ પોતાના પહેલો પગાર જણાવી રહ્યા છે
  • 24 કલાકમાં 15 હજારથી વધુ ટ્વીટ થઈ
  • સેલેબ્સે પણ પહેલી કમાણી યાદ કરી

ટ્વિટર પર બુધવાર, 18 નવેમ્બરથી 'FirstSalary' (ફર્સ્ટ સેલરી) હેશ ટૅગ ટ્રેન્ડ થઈ રહ્યું છે, જેમાં યુઝર્સ પોતાની પહેલી કમાણી અંગે વાત કરી રહ્યા છે. આ ટ્રેન્ડને ફોલો કરીને ઘણાં સેલેબ્સે સોશિયલ મીડિયામાં પોતાના પહેલા પગારની વાત કરી હતી અને કઈ નોકરી કરી હતી તે પણ કહ્યું હતું.

અનુભવ સિંહા
'મુલ્ક', 'આર્ટિકલ 15' તથા 'થપ્પડ' જેવી ફિલ્મ બનાવનાર ફિલ્મમેકર અનુભવ સિંહાએ કહ્યું હતું, પહેલી સેલરી 80 રૂપિયા, ઉંમર - 18 વર્ષ, કામ - સાતમાના વિદ્યાર્થીઓને અંકગણિત શીખવવાનું. મેં એન્જિનિયરિંગ કોલેજમાં સ્મોકિંગ કરવા માટે આ કમાણી કરી હતી.

હંસલ મહેતા
આજકાલ હંસલ મહેતા 'સ્કેલ 1992' તથા 'છલાંગ' જેવી ફિલ્મને કારણે ચર્ચામાં છે. ડિરેક્ટર હંસલ મહેતાએ કહ્યું હતું, પહેલી સેલરી- 450 રૂપિયા પ્રતિ માસ, કામ - ઈન્ટરશોપ કેમ્પ્સ કોર્નરમાં સેલ્સમેન તરીકે જીન્સ તથા કેઝ્યુઅલ વેર વેચીને પૈસા કમાયા હતા. આ પૈસાથી જુનિયર કોલેજના કપડાં ખરીદી શકું તે માટે નોકરી કરી હતી.

અલી ફઝલ
અલીએ પોતાની પહેલી કમાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેની પહેલી સેલરી 8000 રૂપિયા હતા. તેણે 19 વર્ષની ઉંમરમાં કોલેજની ફી ભરવા માટે કોલ સેન્ટરમાં કામ કર્યું હતું. અલી હાલમાં જ 23 ઓક્ટોબરે OTT પર રિલીઝ થયેલી વેબ સીરિઝ 'મિર્ઝાપુર 2'માં ગુડ્ડુ પંડિતના રોલમાં જોવા મળ્યો હતો.

શરદ કેલકર
શરદે કહ્યું હતું કે તેની પહેલી સેલરી 2500 રૂપિયા હતા. તેણે 18 વર્ષની ઉંમરમાં જીમ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું હતું. શરદે હાલમાં જ 'લક્ષ્મી'માં ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો હતો. આ પહેલાં તે 'તાન્હાજી'માં શિવાજી મહારાજના રોલમાં જોવા મળ્યો હતો.

પુલકિત સમ્રાટ
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'તૈશ'માં પુલકિત જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે પહેલી સેલરી 1500 રૂપિયા હતા. 16 વર્ષની ઉંમરમાં ગેસ સ્ટેશન પર પેટ્રો કાર્ડ વેચીને આ કમાણી કરી હતી.

સયાની ગુપ્તા
એક્ટ્રેસ સયાની ગુપ્તાએ કહ્યું હતું, 'પહેલી સેલરીઃ 12500 રૂપિયા, ઉંમરઃ 21 વર્ષ, કામઃ પબ્લિશિંગ હાઉસ-ઈન્ફ્રાસ્ટ્રકચર રિસર્ચ ફર્મમાં માર્કેટિંગ તથા સેલ્સ એક્ઝિક્યુટિવ.' સયાનીએ 'આર્ટિકલ 15', 'ફેન', 'જોલી LLB' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો