તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત સુસાઈડ કેસ:CBI આજે FIR કરી શકે છે, પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતની તપાસ પર સુપ્રીમ કોર્ટમાં અરજી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. આજે CBI આ કેસમાં પોતાની તરફથી FIR કરીને તપાસ શરૂ કરી શકે છે. CBI ટીમ આજે બિહાર પોલીસ પાસેથી આ કેસને લગતી માહિતી મેળવી શકે છે. આ દરમિયાન મંગળવાર (4 ઓગસ્ટ)ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક PIL કરવામાં આવી છે. આ PILમાં સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતની પણ CBI તપાસ કરે.

EDએ મુંબઈ સ્થિત પોતાની ઓફિસમાં મની લોન્ડરિંગ કેસમાં સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તીને પણ સમન પાઠવવામાં આવ્યું છે. રિયાની 9 ઓગસ્ટ, શુક્રવારના રોજ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.

બિહારના DGPએ BMCને આડેહાથ લીધી આ દરમિયાન પટનાના SP વિનય તિવારીને ક્વૉરન્ટીન કરવા પર બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેયે ટ્વીટ કરીને BMCને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું, માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે આ ગંભીર ટિપ્પણી કરી છે કે બિહાર IPS વિનય તિવારીને મુંબઈમાં જબરજસ્તી ક્વૉરન્ટીન કરવા ખોટું છે, તેમ છતાંય હજી સુધી BMCએ અત્યાર સુધી તેમને મુક્ત કર્યા નથી. તેઓ સુપ્રીમ કોર્ટને પણ ગણતા નથી. હવે તમે આ પર શું કહેશો? અફસોસ

દિશા કેસમાં અરજીકર્તાએ આ ડિમાન્ડ કરી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં બંને કેસ એકબીજા સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવ્યું છે. વકીલ વિનીત ઢાંડાએ અરજીમાં કહ્યું છે કે મુંબઈ પોલીસ દિશા સલિયન કેસમાં વિસ્તૃત તપાસ રિપોર્ટનો રેકોર્ડ આપવાની માગણી કરી છે. મીડિયા રિપોર્ટ્સના હવાલેથી કહેવામાં આવ્યું છે કે દિશા કેસની ફાઈલ ગાયબ છે અથવા તો ડિલીટ કરી દેવામાં આવી છે.

દિશાના પિતાએ કહ્યું, દીકરી કોઈ પણ પાર્ટીમાં સામેલ થઈ નહોતી
દિશા સલિયનના પિતાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ મૂક્યો છે કે તેમની દીકરી દિશાને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે દિશા કોઈ પણ પાર્ટીમાં સામેલ થઈ નહોતી અને તેની સાથે દુષ્કર્મ પણ થયું નથી.

સોશિયલ મીડિયામાં ચાલતી વાતોને કારણે ફરિયાદ કરવામાં આવી
દિશા સલિયનના પિતાએ ફરિયાદમાં કહ્યું છે કે કેટલાક લોકો તેમની દીકરી અંગે સોશિયલ મીડિયામાં ખોટી વાતો લખી રહ્યાં છે. તેમની દીકરી નેતાઓની સાથે કોઈ પાર્ટીમાં સામેલ થઈ નહોતી. ના તેની સાથે રેપ થયો હતો અને ના કોઈએ તેની હત્યા કરી છે. દિશાના પિતાએ કહ્યું હતું કે તેમને મુંબઈ પોલીસની તપાસમાં પૂરો વિશ્વાસ છે. દિશાના પિતાએ ફૅક ન્યૂઝ ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
દિશાના ફાઈનલ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે માથામાં ઈજા તથા અપ્રાકૃતિક ઈજાને કારણે દિશાનું મોત થયું છે. મોતનું મુખ્ય કારણ દિશા બિલ્ડિંગના 14મા માળેથી પડી તે છે.

ભાજપ નેતા નારાયણ રાણેએ સુશાંતના મૃત્યુને હત્યા ગણાવી
મહારાષ્ટ્ર ભાજપ નેતા નારાયણ રાણેએ આક્ષેપ મૂક્યો હતો કે સુશાંતની હત્યા થઇ છે. તેમણે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા નથી કરી. તેની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી, કારણ કે તેઓ કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser