રણબીર તથા આલિયા 14 એપ્રિલે લગ્ન કરવાનાં છે. સૌ પહેલા મહેંદી સેરેમની યોજાઈ હતી અને ત્યાર બાદ બીજા દિવસે પીઠીની વિધિ થઈ હતી. પીઠીની વિધિ સમયે આલિયાની બહેન માતા સોની રાઝદાન સાથે વાસ્તુ એપાર્ટમેન્ટ આવી હતી. આ દરમિયાન શાહીન ગુસ્સે થઈ ગઈ હતી.
વીડિયો વાઇરલ
શાહીન યલ્લો આઉટફિટમાં જોવા મળી હતી. શાહીદ કારની ફ્રન્ટ સીટમાં બેઠી હતી. શાહીન માતા સાથે વાસ્તુ એપાર્ટમેન્ટ આવી હતી. જોકે એપાર્ટમેન્ટમાં જતા સમયે ફોટોગ્રાફર્સ કારને ઘેરી વળ્યા હતા. આ વાતથી શાહીન ગુસ્સે થઈ ગયા હતા. શાહીને કોઈને કંઈ કહ્યું નહોતું, પરંતુ તેના ચહેરા પરના હાવભાવ સ્પષ્ટ દેખાઈ આવતા હતા કે તે ખુશ નહોતી.
જતા સમયે બાઉન્સર્સ મદદે આવ્યા
પીઠીની વિધિ પૂરી કર્યા બાદ જ્યારે શાહીન તથા સોની પરત ફરતા હતા ત્યારે પણ ફોટોગ્રાફર્સ ઘેરી વળ્યા હતા, પરંતુ આ વખતે બાઉન્સર્સ મદદે આવ્યા હતા અને કાર માટે રસ્તો કરી આપ્યો હતો.
પોલીસે ચેતવણી આપી હતી
ગઈકાલે, એટલે કે 13 એપ્રિલના રોજ રણબીરની માતા તથા બહેન વાસ્તુ એપાર્ટમેન્ટમાં જતાં હતાં એ સમયે ફોટોગ્રાફર્સ કારને ફરતે ટોળે વળી ગયા હતા. આ સમયે સિક્યોરિટીએ પોલીસને વિનંતી કરી હતી કે ફોટોગ્રાફર્સ આ રીતે કારને બ્લોક ના કરે. મુંબઈ પોલીસે ચેતવણી આપી હતી કે મીડિયા વાસ્તુ એપાર્ટમેન્ટમાં આવતી કોઈપણ કારને બ્લોક કરશે નહીં, જો તેમને ફોટો લેવા હોય તો સેલેબ કારમાંથી ઊતરે અને પોઝ આપે ત્યાં સુધી રાહ જુએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.