તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાને જામીન:ડ્રગ્સ કેસમાં 30 દિવસ બાદ રિયા ચક્રવર્તી જેલની બહાર આવી, હાઈકોર્ટે નવ શરતો સાથે જામીન આપ્યા

મુંબઈ7 મહિનો પહેલા

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ગઈકાલે (છ ઓક્ટોબર) રિયાની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી હતી. લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે રિયાની જામીન અરજી મંજૂર કરી દીધી છે. જોકે રિયાના ભાઈની જામીન અરજી મંજૂર કરવામાં આવી નથી. હાઈકોર્ટે રિયાને નવ શરતો તથા એક લાખ રૂપિયા પર જામીન આપવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે રિયા ડ્રગ ડિલર્સનો હિસ્સો નથી. હાલમાં એવું કોઈ પ્રમાણ નથી, જેના આધારે માનવામાં આવે કે જામીન મળ્યા બાદ તે અન્ય કોઈ ગુના કરી શકે છે. રિયા સાત ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગે ભાયખલા જેલમાંથી બહાર આવી હતી.

શોવિક-ડ્રગ પેડલરના જામીન નામંજૂર
બોમ્બે હાઈકોર્ટે રિયાની જામીન અરજી મંજૂર કરી દીધી છે. આ ઉપરાંત સુશાંતના સ્ટાફના બે સભ્યો દીપેશ સાવંત તથા સેમ્યુઅલ મિરાન્ડાના પણ જામીન અરજી મંજૂર કરી દીધા છે. રિયાના ભાઈ શોવિક તથા ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી કોર્ટે નકારી કાઢી છે.

કોર્ટે નવ શરતો પર રિયાને જામીન આપ્યા

 • રિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ 10 દિવસ સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને રોજ સવાલે 11 વાગે હાજરી પુરાવવી પડશે.
 • એક લાખ રૂપિયાના બોન્ડ આપવા પડશે
 • પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે
 • કોર્ટની પરવાનગી વગર વિદેશ યાત્રા કરી શકશે નહીં
 • જો તે ગ્રેટર મુંબઈથી પણ બહાર જાય છે તો તેણે તપાસ અધિકારીઓને આ અંગેની માહિતી આપવી પડશે.
 • મહિનાના પહેલા સોમવારે રિયાએ NCB ઓફિસમાં હાજરી આપવી પડશે. આ છ મહિના સુધી કરવું પડશે.
 • આ કેસમાં કોઈ પણ સાક્ષીને મળવાની અનુમિત નથી.
 • કોર્ટની દરેક સુનાવણીમાં રિયાએ દરેક પરિસ્થિતિમાં હાજર રહેવું પડશે.
 • તે કોઈ પણ રીતે તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.
 • છેલ્લા 30 દિવસથી જેલમાં બંધ હતી

છેલ્લા 30 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ગઈકાલે, 6 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી. NCBએ રિયાની ધરપકડ આઠ સપ્ટેમ્બરના રોજ કરી હતી. શોવિકને પણ 20 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો

NCBની દલીલઃ રિયા ડ્રગ્સ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર
NCBએ રિયા તથા શોવિકની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટમાં જમા કરાવેલા એફિડેવિટમાં કહ્યું હતું કે રિયા તથા શોવિક ડ્રગ્સ સિન્ડિકેટના એક્ટિવ મેમ્બર છે અને અનેક હાઇ સોસાયટીના લોકો તથા ડ્રગ્સ સપ્લાયર્સ સાથે જોડાયેલાં છે. આ બંને પર કલમ 27A લગાવવામાં આવી છે, આથી જ તેમને જામીન મળવા જોઈએ નહીં. NCBએ કહ્યું હતું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત કબૂલી છે. રિયાએ સ્વીકાર્યું છે કે ડ્રગ્સ ખરીદવા માટે સેમ્યુઅલ મીરાન્ડા તથા દીપેશ સાવંત તથા શોવિકને કહ્યું હતું.

રિયાના વકીલની દલીલઃ સુશાંત પહેલેથી જ ડ્રગ્સ લેતો હતો
રિયાના વકીલ સતીષ માનશિંદેએ કોર્ટમાં કહ્યું હતું કે રિયા એક્ટર સુશાંતના જીવનમાં આવે એ પહેલેથી જ ડ્રગ્સ લેતો હતો. સુશાંતને ડ્રગ્સની લત હતી. આ વાત ત્રણ એક્ટ્રેસે કહી છે. રિયાની જેમ જ શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાને કહ્યું હતું કે સુશાંત 2019 પહેલાં પણ ડ્રગ્સ લેતો હતો.

રિયાએ સુશાંતની ડ્રગ્સની આદતને પ્રોત્સાહન આપ્યું: NCB
NCBએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસને જોતાં એ વાત સામે આવી છે કે રિયાને ખ્યાલ હતો કે સુશાંત ડ્રગ્સ લે છે અને આ દરમિયાન તેણે માત્ર તેને ડ્રગ્સ લેવા માટે પ્રોત્સાહિત જ નથી કર્યો, પરંતુ બધાથી આ વાત છુપાવીને રાખી હતી.

સુશાંત વિરુદ્ધ ષડયંત્ર
NCBએ રિયાને ખતરનાક ગુનેગાર ગણાવીને તેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેની વિરુદ્ધ અનેક પુરાવા મળ્યા છે અને એના પરથી એ વાત ખ્યાલ આવી કે તે ડ્રગ્સ ટ્રેફિકિંગમાં સામેલ રહી છે. NCBએ સ્પષ્ટ કર્યું હતું કે એક ષડ્યંત્ર હેઠળ રિયાએ ડ્રગ્સની લેવડ-દેવડ માટે અન્ય આરોપીઓનું સમર્થન કર્યું અને તેને આમ કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને પૈસાની પણ મદદ કરી હતી.

રિયાએ પણ કોર્ટમાં સ્વીકાર્યું છે
NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં એ વાત કહી હતી કે રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સેમ્યુઅલ મીરાન્ડા તથા દીપેશ સાવંતને ડ્રગ્સના પૈસા ચૂકવ્યા છે અને ત્યાર બાદ સુશાંતને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
NCBએ સ્પષ્ટ કર્યું હતું કે જે ડ્રગ્સ માટે પૈસા આપવામાં આવ્યા એ અંગત ઉપયોગ માટે નહીં, પરંતુ અન્ય કોઈને આપવામાં આવે એ NDPS 1985ની કલમ 27A હેઠળ આવે છે.

રિયા જેલની બહાર આવી તો પુરાવા નષ્ટ થશે
NCBએ એફિડેવિટમાં કહ્યું હતું કે તપાસ મહત્ત્વપૂર્ણ તબક્કામાં છે અને જો આ સમયે રિયાને જામીન મળ્યા તો તે તપાસને અસર પહોંચાડી શકે છે. રિયા નશીલા પદાર્થની તસ્કરીમાં સામેલ છે અને આ વાત સાબિત કરવા માટે અનેક પુરાવા છે. ડ્રગ પહોંચાડવના કામમાં માત્ર મદદ જ નહોતી કરતી, પરંતુ ક્રેડિટ કાર્ડ, રોકડ તથા અનેક માધ્યમોથી તે આની ચુકવણી પણ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો