19 વર્ષીય અમેરિકન ટિકટોક સ્ટાર કૂપર નોરિગિયાનું 9 જૂનના રોજ મોત થયું હતું. તેની લાશ લોસ એન્જલસના મોલના પાર્કિંગમાંથી મળી હતી. લોસ એન્જલસ મેડિકલ એક્ઝામિનરે કૂપરના મોતની માહિતી આપી હતી. તેનું મોત કેવી રીતે થયું તે હજી સુધી જાણી શકાયું નથી. આ કેસની તપાસ ચાલુ છે. કૂપરની વાત કરીએ તો ટિકટોક પર 17 લાખથી વધુ ફોલોઅર્સ હતાં. તેના આકસ્મિક મોતથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.
મોતના થોડાં કલાક પહેલાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
કૂપરે મોત પહેલાં સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'એવું કોણ વિચારે છે કે તે લોકો જવાનીમાં જ મરી જશે.' આ પોસ્ટના ગણતરીના કલાકો બાદ જ કૂપરનું મોત થયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, કૂપરના શરીર પર કોઈ પણ જાતની હિંસા કે નિશાનના પુરાવા મળ્યા નથી.
મેન્ટલ હેલ્થ માટે એક ગ્રુપ બનાવ્યું હતું
કૂપરે 6 જૂનના રોજ સો.મીડિયામાં એક ડિસ્કોર્ડ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપના માધ્યમથી તેણે મેન્ટલ હેલ્થ અંગે વાત કરી હતી. આ જ ગ્રુપના માધ્યમથી કૂપર મેન્ટલ હેલ્થ સાથેના પોતાના અનુભવો શૅર કર્યા હતા. આ ગ્રુપ બનાવીને તેણે કહ્યું હતું, 'જો તમે તમારા ઇમોશનમાંથી બહાર નીકળવા માગો છો તો આવો અને જોડાવો. હું તમને પ્રેમ કરું છું અને તેથી જ મેં આ ગ્રુપ બનાવ્યું છે. હું પણ મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહ્યો છે. તમને કમ્ફર્ટેબલ ફિલ કરાવવા માગું છું કે તમે એકલા નથી.'
સો.મીડિયામાં ફેન ફોલોઇંગ
કૂપરના ટિક ટોક પર 1.77 મિલિયન ફોલોઅર્સ હતાં. ટિક ટોક પર તે ફેશન અંગેના વીડિયો પોસ્ટ કરતો હતો. તેણે Jxdn અને Nessa Barrett સાથે કામ કર્યું છે. આ બંને ટિકટોક સ્ટાર ને સિંગર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.