તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સિને પ્રીમિયર:500 કરોડના ખર્ચે બનેલી બ્રહ્માસ્ત્ર ધર્મા પ્રોડક્શનની સૌથી મોટી ફિલ્મ, ટેક્નોલોજી અને VFX આ ફિલ્મને બધા કરતાં અલગ બનાવે છે

3 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક
  • અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન જેવા સુપર સ્ટાર્સ ફિલ્મની હાઈલાઈટ
  • કરણ જોહરની 1100 કરોડથી પણ વધારે બજેટની 7 ફિલ્મો અટવાઈ ગઈ

બોલિવૂડમાં ક્યાંય પણ, જ્યારે પણ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' નો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે એક બગાસું આવી જાય છે. ચાર વર્ષ પહેલા 2017માં આ ફિલ્મની જાહેરાત થઈ હતી. ત્યારે માનવમાં આવી રહ્યું હતું કે, ઓગસ્ટ 2019માં ફિલ્મ રિલીઝ થઈ જશે. આ ફિલ્મ 2021 ના ​​અંતમાં આવશે કે નહીં તે હવે કોઈ જણાવી શકતું નથી, પરંતુ દાવા મુજબ, ગમે તેટલો સમય લાગશે, પણ આ Sci-Fi ફિલ્મ VFX સહિત ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા અનોખી બનાવવામાં આવી છે. તે હિન્દી સિનેમા માટે એક માઈલસ્ટોન સાબિત થશે.

આ ફિલ્મ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના રિલેશનશિપથી એક માઈલસ્ટોન તો બની જ ગઈ છે. ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા રિલીઝ થશે કે રણબીર-આલિયાના લગ્ન પહેલા થશે, એ પણ બોલિવૂડમાં એક સામાન્ય ચર્ચાનો વિષય છે.

પ્રોડ્યુસર કરણ જોહરે અત્યારે જલિયાંવાલા બાગ પર ‘ધ અનટોલ્ટ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. ધર્મા પ્રોડક્શનની 7 ફિલ્મો પાઈપલાઈનમાં છે. આ બધી ફિલ્મોમાં ધર્માના 1100 કરોડ રૂપિયાનું રોકાણ છે. તેમાંથી સૌથી મહત્ત્વની ‘બ્રહ્માસ્ત્ર’ છે, જેનો ખર્ચ 500 કરોડ રૂપિયા છે.

મોટા સ્ટાર, પરંતુ ફિલ્મ ટેક્નોલોજીના નામે
‘બ્રહ્માસ્ત્ર’ના કાસ્ટમાં રણબીર, આલિયા અને અમિતાભ બચ્ચન અને નાગાર્જુન છે. OTTનો હીરો કહેવાતા દિવ્યેન્દુ શર્મા પણ આ ફિલ્મમાં છે. વેકઅપ સિડ અને યે જવાની હૈ દિવાની જેવી ફિલ્મ બનાવી ચૂકેલા અયાન મુખર્જી આ ફિલ્મના ડાયરેક્ટર છે.

પરંતુ, ફિલ્મ વિશે જાણનારા સૂત્રો જણાવે છે કે, આ ફિલ્મ તેની કાસ્ટ માટે નહીં, ટેક્નોલોજી માટે ઓળખવામાં આવશે. VFXનો આવો ઉપયોગ કોઈ ફિલ્મમાં નથી થયો. બાહુબલી તો તેની સામે એક સરેરાશ ફિલ્મ જ લાગશે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

બ્રહ્માસ્ત્રનો લોગો 2019માં અલ્હાબાદમાં અર્ધ કુંભમેળા દરમિયાન સંગમ તટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત ફિલ્મ સાથે સંબંધિત લોકો પહોંચ્યા હતા.
બ્રહ્માસ્ત્રનો લોગો 2019માં અલ્હાબાદમાં અર્ધ કુંભમેળા દરમિયાન સંગમ તટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત ફિલ્મ સાથે સંબંધિત લોકો પહોંચ્યા હતા.

સુપર-નેચરલ પાવર્સની Sci-Fi સ્ટોરી
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ‘બ્રહ્મા’ છે. સ્વાભાવિક છે કે તેમની પાસે સુપરનેચરલ પાવર છે. રણબીર પોતાનું ઘર છોડીને સુપરનેચરલ પાવર્સની શોધમાં જાય છે. અહીં દરેક પાત્ર શક્તિશાળી છે. ફિલ્મના સ્ટન્ટ અને સ્પેશિયલ ઈફેક્ટ્સ જોઈને દર્શકો પણ દંગ રહી જશે.

ફિલ્મમાં તમામ પાત્રો બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે જે તૂટી ગયું છે અને તેના ટૂકડા સમગ્ર વિશ્વમાં પડી ગયા છે. દરેક પોતાની શક્તિથી તેને શોધવાનું શરૂ કરે છે.

પોતાના હાથોથી આગ વરસાવતી આલિયા ભટ્ટથી લઈને બધા પાત્રો આ બધું કરતા સ્લેપસ્ટિક ના લાગે, એટલા માટે બધાને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે.

ફિલ્મના VFX વિશે જાણતા લોકોનો દાવો છે કે, આવી ફિલ્મ ભારતના દર્શકોએ નહીં જોઈ હોય. આવનાર થોડા વર્ષોમાં કદાચ આવી ફિલ્મ બનાવવાની કોઈ હિંમત કરશે પણ નહીં. તેમાં ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ માટે ક્રૂમાં ઘણા બધા ફોરેન ટેક્નિશિયન્સની મદદ લેવામાં આવી છે.

‘અવતાર’ સહિત હોલિવૂડની કેટલીક સ્પેશિયલ ઈફેક્ટ્સ પર આધારિત ફિલ્મો સાથે સંબંધિત એક્સપર્ટે પણ આ ફિલ્મમાં કામ કર્યું છે.

ટેક્નોલોજી અને વિલંબથી ફિલ્મનું બજેટ વધ્યું
ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જણાવે છે કે, રણબીર કપૂરની એક ફિલ્મની ફી 20 કરોડની આસપાસ છે. રણબીર ‘બ્રહ્માસ્ત્ર’માં એક પ્રોડ્યુસર પણ છે. આલિયાને ‘રાઝી’ માટે 10 કરોડની ફી મળી હતી. સ્વાભાવિક છે કે તેને આ ફિલ્મ માટે વધુ ફી મળી હશે. અમિતાભની ફી તેમની ભૂમિકા કેટલી છે, તે હિસાબથી 20થી 40 કરોડ સુધી હોઈ શકે છે.

પરંતુ આ ફિલ્મનું બજેટ 500 કરોડની આસપાસ છે. એટલે કે આ કાસ્ટની સાથે જો એક નોર્મલ ફિલ્મ બનાવવામાં આવે તો કદાચ બજેટ 150 કરોડ જેટલું થઈ શકે, પરંતુ અહીં સૌથી વધુ ખર્ચ ટેક્નોલોજી પર થઈ રહ્યો છે. ફિલ્મમાં ફોરેન ક્રૂની ભરમાર છે. તે બધાની ફી અને ફોરેન લોકેશનના ખર્ચની સાથે કોરોનાએ ફિલ્મનો ખર્ચ વધારી દીધો છે.

પહેલા ભાગની આવી હાલત છે તો ત્રણ ભાગ ક્યારે બનશે?
આ ફિલ્મ ટ્રિયોલોજી છે. એટલે કે ફિલ્મના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં રણબીર કપૂર પર ફોકસ કરવામાં આવ્યું છે. રણબીર બ્રહ્માસ્ત્ર મેળવવા માટે 4000 વર્ષ પાછળના યુગમાં જાય છે, જે મહાભારતના સમયની આસપાસનો સમય છે. ટાઈમ ટ્રાવેલની કહાની જણાવતી ફિલ્મનું નિર્માણ લાંબી મુસાફરી કરી રહ્યું છે. પહેલા ભાગમાં આટલો સમય લાગ્યો તો બાકીના ત્રણ ભાગ ક્યારે બનશે એ ખબર નથી.

ટ્રાયોલોજી અને સિક્વલમાં અંતર
કોઈ ફિલ્મની સિક્વલ અથવા ફ્રેન્ચાઈઝી એ હોય છે જેમાં એક જ ટાઇટલ અને થીમ પર ફિલ્મો બને છે. જેમ કે- મર્ડર, ગોલમાલ, હંગામા, અને બાગી જેવી ફિલ્મો આવી છે. અહીં મોટાભાગની ફિલ્મોમાં પહેલી ફિલ્મ સુપરહિટ થઈ, ત્યારબાદ તે જ થીમ પર બીજી અને ત્રીજી ફિલ્મ બની. ઓરિજિનલ ફિલ્મ બનાવતા સમયે સિક્વલનું પ્લાન નથી હોતું.

જ્યારે ‘બાહુબલી’ના પહેલા ભાગના પ્લાનના સમયે નક્કી હતું કે બીજો ભાગ ચોક્કસ બનાવવામાં આવશે. ‘ધૂમ’ અને 'ક્રિશ' જેવી ફિલ્મોને ટ્રાયોલોજી માનવી જોઈ કે નહીં તે પણ એક સવાલ છે. ‘બ્રહ્માસ્ત્ર’ વિશે શરૂઆતમાં જ આ પ્લાન હતો ફિલ્મ ત્રણ ભાગમાં આવશે.

આ અગાઉ દીપા મહેતાએ પાંચ મૂળ તત્ત્વ પર આધારિત ટ્રાયોલોજી ‘ફાયર', ‘અર્થ’ અને ‘વોટર’ બનાવી હતી. આ બધી ફિલ્મો હિટ રહી હતી.

1000 કરોડની આવક માટે થિયેટર હાઉસફુલ હોવા જોઈએ

ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને જણાવ્યું કે, મ્યુઝિક, ઓવરસીઝ, ડિજિટલ, અને સેટેલાઈટ રાઈટ્સથી પણ ફિલ્મની રેકોર્ડ કમાણી થઈ શકે છે. આ ફિલ્મને મર્ચેડાઈઝના હિસાબથી પણ વ્યાવસાયિક રૂપે લાવવાનો પ્રયાસ થશે.

ટેક્નોલોજીના હિસાબથી જોવા જઈએ તો 3Dમાં બનેલી આ ફિલ્મને આઈમેક્સ અથવા મોટી સ્ક્રીન અને સારા સાઉન્ડ સિસ્ટમમાં જ જોવામાં મજા આવશે. તેથી આ ફિલ્મને થિયેટર રિલીઝની રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નથી.

શું 2021માં ફિલ્મ રિલીઝ થઈ શકશે?

ફિલ્મ પ્રોડ્યુસર અને ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહર જણાવે છે કે, ખર્ચની રિકવરી માટે આ ફિલ્મને એકદમ નોર્મલ પરિસ્થિતિમાં 100% ક્ષમતાની સાથે થિયેટરમાં રિલીઝ કરવી જોઈએ. અત્યારે 50% ક્ષમતાની સાથે થિયેટર ખુલ્યા છે. 100 ટકા ઓક્યુપેન્સી આવતા આવતા કેટલો સમય લાગશે તે કોઈ કહી શકે તેમ નથી.

ફિલ્મનું બાકીનું કામ અને થિયેટર રિલીઝનું વાતાવરણ જોઈને ડિસેમ્બરમાં પણ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.